Psalms 28 (IRVG)
undefined દાઉદનું (ગીત). 1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ.જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ. 2 જ્યારે હું તમને વિનંતી કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો,જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો. 3 જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે,તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ. 4 તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો;તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો. 5 કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી,તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ. 6 યહોવાહની સ્તુતિ થાઓ,કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે! 7 યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે;મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે.માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છેઅને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ. 8 યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છેતે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે. 9 તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો.વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.