Psalms 63 (IRVG)
undefined દાઉદનું ગીત; તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું. 1 હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ;જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાંમારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે. 2 તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટેમેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે. 3 કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે,મારા હોઠો તમારી સ્તુતિ કરશે. 4 હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ;હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. 5 હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું;અને રાતના સમયે હું તમારું મનન કરું છું 6 મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશેઅને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે. 7 કેમ કે તમે મારા સહાયકારી થયા છોઅને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ. 8 મારો આત્મા તમને વળગી રહે છે;તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. 9 પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે,તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે. 10 તેઓ તલવારને સ્વાધીન થશે;તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે. 11 પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે,જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે,પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.