Psalms 26 (IRVG)
undefined દાઉદનું (ગીત). 1 હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું;મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી. 2 હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો;મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો! 3 કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છુંઅને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું. 4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથીહું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી. 5 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છુંઅને હું તેઓની સાથે બેસીશ નહિ. 6 હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશઅને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ. 7 જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉંઅને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું. 8 હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તેઅને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે. 9 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ. 10 તેઓને હાથે ઉપદ્રવ થાય છેઅને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે. 11 પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ;મારા પર દયા કરીને મને છોડાવો. 12 મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે;જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.