Psalms 14 (IRVG)
undefined મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત). 1 મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.”તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે;તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી. 2 કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિતે જોવાને યહોવાહે આકાશમાંથીમનુષ્યો પર દ્રષ્ટિ કરી. 3 દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે;સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી. 4 શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી?તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે,પણ યહોવાહને વિનંતિ કરતા નથી. 5 તેઓ બહુ ભયભીત થયા,કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે. 6 તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છોપણ યહોવાહ તો તેનો આશ્રય છે. 7 સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું!જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે,ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.