Psalms 20 (IRVG)
undefined મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. 1 સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો;યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો. 2 પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલોઅને સિયોનમાંથી તને બળ આપો. 3 તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરોઅને તારું દહનીયાર્પણ માન્ય કરો. 4 તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપોઅને તારી સર્વ યોજનાઓ પૂરી કરો. 5 તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશુંઅને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું.યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો. 6 હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે;તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથનીતારકશક્તિથી તેને જવાબ આપશે. 7 કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર,પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું. 8 તેઓ નમીને પડી ગયા છે;પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ. 9 હે યહોવાહ, રાજાને વિજય આપો;જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.