Psalms 48 (IRVG)
undefined ગાયન; કોરાના દીકરાઓનું ગીત. 1 આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાંયહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે. 2 મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ,ઊંચાઈમાં ખૂબસૂરત અને આખીપૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે. 3 તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે. 4 કેમ કે રાજાઓ એકત્ર થયા,તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા. 5 પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા;ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા. 6 ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈતથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું. 7 તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાંવહાણોને ભાંગી નાખ્યાં. 8 જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોનાસરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે;ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. સેલાહ 9 હે ઈશ્વર, અમે તમારા ઘરમાંતમારી કૃપા વિષે વિચાર કર્યો. 10 હે ઈશ્વર, જેવું તમારું નામ છે,તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે;તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે. 11 તમારા ન્યાયનાં કાર્યોથીસિયોન પર્વત આનંદ પામશેયહૂદિયાની દીકરીઓ હરખાશે. 12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;તેના બુરજોની ગણતરી કરો. 13 તેનો કોટ ધ્યાનથી જુઓઅને તેના મહેલો પર લક્ષ આપોજેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો. 14 કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે;તે મરણ પર્યંત આપણને દોરનાર છે.