Psalms 65 (IRVG)
undefined મુખ્ય ગવૈયાને માટે ગીત. દાઉદનું ગાયન. 1 હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે;અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે. 2 હે પ્રાર્થનાના સાંભળનાર,તમારી પાસે સર્વ લોક આવશે. 3 ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે;અમારા અપરાધો માટે, અમને માફ કરશો. 4 જેને તમે પસંદ કરીને પાસે લાવો છોજે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે.અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું,જે તમારું સભાસ્થાન છે. 5 હે અમારા તારણના ઈશ્વર;ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર આપશો,તમે પૃથ્વીની સર્વ સીમાઓનાઅને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો. 6 તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા,તેઓ સામર્થ્યથી ભરપૂર છે. 7 તે સમુદ્રની ગર્જના,તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છેઅને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે. 8 પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે;તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો. 9 તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો;તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો;ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે;જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું. 10 તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો;તમે તેના ઊમરાઓને સપાટ કરો છો;તમે ઝાપટાંથી તેને નરમ કરો છો;તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો. 11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો;તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે. 12 અરણ્યનાં બીડો પર તે ટપકે છેઅને ટેકરીઓ આનંદમય થાય છે. 13 ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે;ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે;તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે.