Isaiah 15 (IRVG)
1 મોઆબ વિષે ઈશ્વરવાણી.ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે;ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે. 2 તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે;નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે.તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે. 3 તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પરઅને ચોકમાં પોક મૂકીને રડે છે. 4 વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે.તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે. 5 મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે.લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે.હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે. 6 નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે;ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી. 7 તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છેતે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે. 8 કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે;એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે. 9 દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ.મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.