Psalms 141 (IRVG)
undefined દાઉદનું ગીત. 1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો.જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો. 2 મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ;મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ. 3 હે યહોવાહ, મારા મુખની ચોકી કરોઅને મારા હોઠનું દ્વાર સંભાળો. 4 અન્યાય કરનારાઓની સાથેહું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથીમારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો.તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો. 5 જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ.તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે;મારું માથું તેનો નકાર નહિ કરે.પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ. 6 તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે;તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે. 7 તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ,અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.” 8 હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે;હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો. 9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથાદુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો. 10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય,એટલામાં તો હું બચી જાઉં.