Judges 16 (IRVG)

1 સામસૂન પલિસ્તીઓના નગર ગાઝામાં ગયો અને ત્યાં એક ગણિકાને જોઈ અને તે તેની પાસે રાત વિતાવવાને ગયો. 2 ગાઝીઓને ખબર મળી કે, “સામસૂન અહીં આવ્યો છે.” ગાઝીઓએ તે જગ્યાને ઘેરી લીધી, તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા. અને તેઓ ત્યાંથી આઘાપાછા થયા નહિ. તેઓએ કહ્યું હતું, “સવાર સુધી આપણે રાહ જોઈએ અને દિવસ ઊગતાં જ આપણે તેને મારી નાખીશું.” 3 સામસૂન મધરાત સુધી સૂઈ રહ્યો. મધરાતે ઊઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બન્ને બારસાખો પકડી. ભૂંગળ સહિત તેને ખેંચી કાઢીને તેઓને તેમના ખભા પર મૂકીને હેબ્રોન પર્વતની સામેના શિખર પર લઈ ગયો. 4 તે પછી એવું થયું કે, સામસૂનને સોરેકની ખીણમાં રહેતી દલિલા નામની એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો. 5 પલિસ્તીઓના શાસકોએ તેની પાસે આવીને તેને કહ્યું, “તું સામસૂનને પટાવીને પૂછીલે કે, તેનું મહા બળ શામાં રહેલું છે? કેવી રીતે અમે તેને બાંધીને તેના પર પ્રબળ થઈએ અને તેને હરાવીએ? જો તું આમ કરીશ તો અમારામાંનો પ્રત્યેક જણ તને ચાંદીના અગિયારસો સિક્કા આપશે.” 6 અને દલિલાએ સામસૂનને કહ્યું, “કૃપા કરીને, તું મને કહે કે, તારું મહા બળ શામાં રહેલું છે, તું કેવી રીતે બંધાય અને જેથી તું નિર્બળ થાય?” 7 સામસૂને તેને કહ્યું, “કદી સુકાયેલા ના હોય એવા સાત લીલા બંધથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસો જેવો થઈ જઈશ.” 8 ત્યારે પલિસ્તીઓના શાસકો કદી ન સુકાયેલા એવા સાત લીલા પણછ તેની પાસે લાવ્યા અને તેણીએ સામસૂનને તેનાથી બાંધ્યો. 9 હવે તેણે છાની રીતે માણસોને તેની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. તેણે તેને કહ્યું, સામસૂન!” પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” પણ શણની એક દોરી આગને અડક્યાથી તૂટી જાય તેમ તેણે તે બાંધેલા બંધનો તોડી નાખ્યાં. એમ તેઓ તેના બળ વિષે જાણી શક્યા નહિ. 10 દલિલાએ સામસૂનને કહ્યું, “જો, તેં મને છેતરી છે અને મને જૂઠું કહ્યું છે. કૃપા કરીને, મને કહે કે તને કેવી રીતે નિર્બળ કરી શકાય.” 11 તેણે તેને કહ્યું, “જે દોરડાનો ઉપયોગ કદી કોઈ કામમાં કરાયો ન હોય તેવા નવા દોરડાથી જો તેઓ મને બાંધે તો હું અન્ય માણસો જેવો નિર્બળ થઈ જઈશ.” 12 તેથી દલિલાએ નવા દોરડાં લીધા. અને તેનાથી સામસૂનને બાંધ્યો. પછી તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” માણસો અંદરની ઓરડીમાં સંતાઈ રહ્યા હતા. પણ સામસૂને દોરડાંને સૂતરની દોરીની માફક પોતાના હાથ પરથી ફટાફટ તોડી નાખ્યાં. 13 દલિલાએ સામસૂનને કહ્યું, “અત્યાર સુધી તેં મને છેતરીને મને જૂઠી વાતો કહી છે. હવે અમને કહે કે કેવી રીતે અમે તને હરાવી શકીએ?” સામસૂને તેને કહ્યું, “જો તું મારા માથાના વાળની સાત લટો તાણાની સાથે વણે તો હું અન્ય માણસો જેવો થઈ જઈશ. 14 જયારે તે સૂતો હતો, ત્યારે દલિલાએ સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર આવી પડ્યા છે!” તેણે પોતાની ઊંઘમાંથી જાગીને સાળનો ખીલો તથા તાણા ખેંચી કાઢ્યાં. 15 તેણે તેને કહ્યું, “તું મને કેવી રીતે કહી શકે કે, હું તને પ્રેમ કરું છું, કેમ કે તું મને તારી હર્દયની વાતો તો જણાવતો નથી? આ ત્રણવાર તેં મારી મશ્કરી કરી છે અને તારું મહા બળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી.” 16 તેણે પોતાનાં વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને જીદ કરી, જેથી તેનો જીવ મરણતુલ્ય અકળાયો. 17 ત્યારે સામસૂને તેને સાચે સાચું કહી જણાવ્યું કે “મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી અને મારા વાળ કદી કપાયા નથી, કેમ કે મારી માના ગર્ભસ્થાનથી જ હું ઈશ્વરને સારુ નાઝીરી છું. જો હું મારા માથાના વાળ કપાવું તો મારું બળ મારામાંથી જતું રહેશે અને હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જઈશ.” 18 જયારે દલિલા સમજી કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે પલિસ્તીઓના શાસકોને તેડી મંગાવ્યા અને કહ્યું, “આ એક વાર આવો, કેમ કે તેણે મને સઘળું કહ્યું છે.” ત્યારે પલિસ્તીઓના શાસકો ચાંદીના સિક્કા લઈને તેની પાસે આવ્યા. 19 તેણે સામસૂનને પોતાના ખોળામાં સુવાડ્યો. અને સુવડાવી દીધો. એક માણસને બોલાવીને તેના માથાની સાત લટો કાપી નાખી, પછી દલિલા સામસૂનને હેરાન કરવા લાગી, કારણ કે તેનામાંથી તેનું બળ જતું રહ્યું હતું. 20 તેણે કહ્યું, “સામસૂન પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ મારું શરીર હલાવીશ.” પણ તેને ખ્યાલ નહોતો કે ઈશ્વર તેની પાસેથી જતા રહ્યા છે. 21 પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને ગાઝામાં લાવ્યા અને તેને કાંસાની બેડીઓ પહેરાવી. તેની પાસે બંદીખાનામાં ચક્કી પિસાવી. 22 તોપણ વાળ કપાઈ ગયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા. 23 પલિસ્તીઓના શાસકો પોતાના દેવ દાગોન આગળ મોટું બલિદાન કરવાને અને આનંદ કરવાને એકત્ર થયા. તેઓએ કહ્યું, “અમારા દેવે સામસૂનને હરાવ્યો છે, અમારા શત્રુને અમારા હાથમાં સોંપ્યો છે.” 24 જયારે લોકોએ તેને જોયો, ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, “અમારા દેવે અમારા શત્રુને હરાવ્યો છે અને અમને સોંપ્યો છે. તેણે અમારામાંથી ઘણાંને મારી નાખ્યા છે.” 25 જયારે તેઓ ઉજવણી કરતા હતા, ત્યારે તેઓએ કહ્યું, “સામસૂનને બોલાવો, તે આપણું મનોરંજન કરે.” અને તેઓ સામસૂનને કેદખાનામાંથી બહાર લઈ આવ્યા. અને તેણે તેઓનું મનોરંજન કર્યું. તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો. 26 જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસૂને કહ્યું, “જે થાંભલાઓ પર આ ઇમારતનો આધાર રહેલો છે તે મને પકડવા દે, જેથી હું તેનો ટેકો દઈને ઊભો રહું.” 27 હવે તે ઇમારત તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ભરેલું હતું. અને પલિસ્તીઓના સર્વ શાસકો ત્યાં હતા. જયારે સામસૂન તેઓને મનોરંજન કરાવતો હતો, ત્યારે અગાસી ઉપર તેને જોનારા પુરુષ તથા સ્ત્રીઓ મળીને આશરે ત્રણ હજાર માણસો હતાં. 28 સામસૂને ઈશ્વરને યાદ કરીને કહ્યું, “પ્રભુ, ઈશ્વર, મને સ્મરણમાં લો, કૃપા કરીને આટલી એક વાર મને સામર્થ્યવાન કરો, કે જેથી હું મારી બન્ને આંખો ફોડ્યાનું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું.” 29 વચ્ચેના બન્ને થાંભલા જેના પર ઇમારતનો આધાર રહેલો હતો, તે સ્થંભો સામસૂને પકડ્યા, એકને જમણાં હાથથી અને બીજાને ડાબા હાથથી અને તેમને અઢેલીને તે ઊભો રહ્યો. 30 સામસૂને કહ્યું, “હું પલિસ્તીઓની સાથે ભલે મરું!” તેણે પોતાની સંપૂર્ણ બળ થાંભલા પર અજમાવી. એટલે શાસકો પર તથા તેની અંદરના સર્વ માણસો પર ઇમારત તૂટી પડી. એમ મરતી વખતે તેણે જેઓને માર્યા તેઓની સંખ્યા તેના જીવનકાળ દરમિયાન તેણે મારેલાઓના કરતાં વધારે હતી. 31 પછી તેના ભાઈ તથા તેનાં બધા કુટુંબીજનો સર્વ ત્યાં આવીને તેને લઈ ગયાં અને સોરાહ તથા એશ્તાઓલની વચમાં તેના પિતા માનોઆના કબ્રસ્તાનમાં તેના દેહને દફનાવ્યો. સામસૂને વીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.

In Other Versions

Judges 16 in the ANGEFD

Judges 16 in the ANTPNG2D

Judges 16 in the AS21

Judges 16 in the BAGH

Judges 16 in the BBPNG

Judges 16 in the BBT1E

Judges 16 in the BDS

Judges 16 in the BEV

Judges 16 in the BHAD

Judges 16 in the BIB

Judges 16 in the BLPT

Judges 16 in the BNT

Judges 16 in the BNTABOOT

Judges 16 in the BNTLV

Judges 16 in the BOATCB

Judges 16 in the BOATCB2

Judges 16 in the BOBCV

Judges 16 in the BOCNT

Judges 16 in the BOECS

Judges 16 in the BOGWICC

Judges 16 in the BOHCB

Judges 16 in the BOHCV

Judges 16 in the BOHLNT

Judges 16 in the BOHNTLTAL

Judges 16 in the BOICB

Judges 16 in the BOILNTAP

Judges 16 in the BOITCV

Judges 16 in the BOKCV

Judges 16 in the BOKCV2

Judges 16 in the BOKHWOG

Judges 16 in the BOKSSV

Judges 16 in the BOLCB

Judges 16 in the BOLCB2

Judges 16 in the BOMCV

Judges 16 in the BONAV

Judges 16 in the BONCB

Judges 16 in the BONLT

Judges 16 in the BONUT2

Judges 16 in the BOPLNT

Judges 16 in the BOSCB

Judges 16 in the BOSNC

Judges 16 in the BOTLNT

Judges 16 in the BOVCB

Judges 16 in the BOYCB

Judges 16 in the BPBB

Judges 16 in the BPH

Judges 16 in the BSB

Judges 16 in the CCB

Judges 16 in the CUV

Judges 16 in the CUVS

Judges 16 in the DBT

Judges 16 in the DGDNT

Judges 16 in the DHNT

Judges 16 in the DNT

Judges 16 in the ELBE

Judges 16 in the EMTV

Judges 16 in the ESV

Judges 16 in the FBV

Judges 16 in the FEB

Judges 16 in the GGMNT

Judges 16 in the GNT

Judges 16 in the HARY

Judges 16 in the HNT

Judges 16 in the IRVA

Judges 16 in the IRVB

Judges 16 in the IRVH

Judges 16 in the IRVK

Judges 16 in the IRVM

Judges 16 in the IRVM2

Judges 16 in the IRVO

Judges 16 in the IRVP

Judges 16 in the IRVT

Judges 16 in the IRVT2

Judges 16 in the IRVU

Judges 16 in the ISVN

Judges 16 in the JSNT

Judges 16 in the KAPI

Judges 16 in the KBT1ETNIK

Judges 16 in the KBV

Judges 16 in the KJV

Judges 16 in the KNFD

Judges 16 in the LBA

Judges 16 in the LBLA

Judges 16 in the LNT

Judges 16 in the LSV

Judges 16 in the MAAL

Judges 16 in the MBV

Judges 16 in the MBV2

Judges 16 in the MHNT

Judges 16 in the MKNFD

Judges 16 in the MNG

Judges 16 in the MNT

Judges 16 in the MNT2

Judges 16 in the MRS1T

Judges 16 in the NAA

Judges 16 in the NASB

Judges 16 in the NBLA

Judges 16 in the NBS

Judges 16 in the NBVTP

Judges 16 in the NET2

Judges 16 in the NIV11

Judges 16 in the NNT

Judges 16 in the NNT2

Judges 16 in the NNT3

Judges 16 in the PDDPT

Judges 16 in the PFNT

Judges 16 in the RMNT

Judges 16 in the SBIAS

Judges 16 in the SBIBS

Judges 16 in the SBIBS2

Judges 16 in the SBICS

Judges 16 in the SBIDS

Judges 16 in the SBIGS

Judges 16 in the SBIHS

Judges 16 in the SBIIS

Judges 16 in the SBIIS2

Judges 16 in the SBIIS3

Judges 16 in the SBIKS

Judges 16 in the SBIKS2

Judges 16 in the SBIMS

Judges 16 in the SBIOS

Judges 16 in the SBIPS

Judges 16 in the SBISS

Judges 16 in the SBITS

Judges 16 in the SBITS2

Judges 16 in the SBITS3

Judges 16 in the SBITS4

Judges 16 in the SBIUS

Judges 16 in the SBIVS

Judges 16 in the SBT

Judges 16 in the SBT1E

Judges 16 in the SCHL

Judges 16 in the SNT

Judges 16 in the SUSU

Judges 16 in the SUSU2

Judges 16 in the SYNO

Judges 16 in the TBIAOTANT

Judges 16 in the TBT1E

Judges 16 in the TBT1E2

Judges 16 in the TFTIP

Judges 16 in the TFTU

Judges 16 in the TGNTATF3T

Judges 16 in the THAI

Judges 16 in the TNFD

Judges 16 in the TNT

Judges 16 in the TNTIK

Judges 16 in the TNTIL

Judges 16 in the TNTIN

Judges 16 in the TNTIP

Judges 16 in the TNTIZ

Judges 16 in the TOMA

Judges 16 in the TTENT

Judges 16 in the UBG

Judges 16 in the UGV

Judges 16 in the UGV2

Judges 16 in the UGV3

Judges 16 in the VBL

Judges 16 in the VDCC

Judges 16 in the YALU

Judges 16 in the YAPE

Judges 16 in the YBVTP

Judges 16 in the ZBP