Jeremiah 25 (IRVG)

1 યહૂદિયાના રાજા, યોશિયાના દીકરા, યહોયાકીમના ચોથા વર્ષમાં એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના પહેલા વર્ષમાં યહૂદિયાના સર્વ લોક વિષે જે વચન યર્મિયા પાસે આવ્યું તે; 2 અને જે વચન યર્મિયા પ્રબોધક યહૂદિયાના સર્વ લોકોની આગળ તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ આગળ બોલ્યો તે આ છે. 3 યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના તેરમા વર્ષથી તે આજ પર્યંત એટલે ત્રેવીસ વર્ષની મુદત સુધી યહોવાહનું વચન મારી પાસે આવ્યું. કે હું આગ્રહથી તમને કહેતો આવ્યો છું, છતાં તમે મારું સાંભળ્યું નહિ. 4 વળી યહોવાહે સર્વ સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા છતાં પણ તમે તેઓનું સાંભળ્યું નહિ. અને સાંભળવાને કાન ધર્યો નહિ. 5 આ પ્રબોધકોએ કહ્યું કે, તમે બધા તમારા દુષ્ટ વ્યવહાર અને દુષ્ટ કૃત્યોમાંથી પાછા ફરો અને જે ભૂમિ યહોવાહે તમને અને તમારા પિતૃઓને પુરાતનકાળથી આપી છે તેમાં સદાકાળ રહો. 6 અન્ય દેવોની પૂજા અને સેવા કરવા સારુ તેઓની પાછળ જશો નહિ. તમારા હાથની કૃતિઓથી મને ક્રોધિત કરશો નહિ. એટલે હું તમને કંઈ હાનિ પહોંચાડીશ નહિ.’” 7 પરંતુ તમે મારું સાંભળ્યું નહિ” એમ યહોવાહ કહે છે, પણ પોતાના હાથથી બનાવેલી કૃતિઓ વડે મને રોષ ચઢાવીને તમે તમારું પોતાનું ભૂંડું કર્યું છે.” 8 તેથી સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “તમે મારાં વચનો સાંભળ્યાં નથી, 9 જુઓ, તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના રાજા મારા સેવક નબૂખાદનેસ્સારને પણ તેડાવી મંગાવીશ” એમ યહોવાહ કહે છે.” તેઓને હું આ દેશ પર, તેઓના રહેવાસીઓ પર અને આસપાસની બધી પ્રજાઓ સામે લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ. અને તેઓ વિસ્મયજનક તથા તિરસ્કારપાત્ર થશે. અને તેઓ હંમેશ ઉજ્જડ રહેશે એવું હું કરીશ. 10 હું તમારી ખુશી અને હર્ષનો સાદ, વરકન્યાના વિનોદનો સાદ ઘંટીનો સાદ તથા દીવાઓનો પ્રકાશ દેશમાંથી બંધ પાડીશ. 11 આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઈ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામી કરશે. 12 અને સિત્તેર વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને ખાલદીઓના દેશને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે. “તેમની ભૂમિ હંમેશને માટે ઉજ્જડ થશે. 13 તે દેશ વિષે જે સર્વ વચન હું બોલ્યો હતો. તે મુજબ હું તેના પર વિપત્તિ લાવીશ. એટલે જે બધું આ પુસ્તકમાં લખેલું છે જે ભવિષ્ય સર્વ દેશો વિષે યર્મિયાએ કહ્યું છે તે પ્રમાણે હું વિપત્તિ લાવીશ. 14 તેઓ પોતે ઘણી પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેઓને તેઓનાં આચરણ મુજબ, તેઓના હાથનાં કૃત્યોનો બદલો આપીશ.” 15 માટે યહોવાહ ઇઝરાયલના ઈશ્વરે આ પ્રમાણે મને કહ્યું કે; “આ ક્રોધરૂપી દ્રાક્ષારસનો પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવ. 16 અને જે તલવાર હું તેઓના પર મોકલીશ તેને લીધે તેઓ એ પીધા પછી ભાન ભૂલી લથડિયાં ખાશે.” 17 આથી મેં યહોવાહના હાથમાંથી તે પ્યાલો લીધો. અને મને જે પ્રજાઓમાં મોકલ્યો તેઓને તે પાયો. 18 એટલે યરુશાલેમને તથા યહૂદિયાનાં નગરોને, તેઓના રાજાઓને તથા તેઓના અધિકારીઓને મેં તે પાયો પરિણામે આજની જેમ તેઓ ઉજ્જડ થઈને વિસ્મય, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થાય. 19 વળી મિસરના રાજા ફારુન તેના સેવકો અને તેના અધિકારીઓને તેના બધા લોકોએ આ પીણું પીધું. 20 તેમ જ સર્વ મિશ્રજાતિઓ, મિસરમાં વસતા બધા વિદેશીઓ, ઉસના બધા રાજાઓ, પલિસ્તીઓના દેશના રાજાઓ આશ્કલોન, ગાઝા અને એક્રોન તથા આશ્દોદના બચી ગયેલા; 21 અદોમ, મોઆબ અને આમ્મોનીઓ. 22 તૂરના અને સિદોનના બધા રાજાઓ સમુદ્રની પેલે પારના બધા રાજાઓ; 23 દેદાન, તેમા અને બૂઝ અને એ બધા જેઓએ તેઓના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યા હતા. 24 આ લોકોએ પણ તે પીવો પડશે; એટલે કે, અરબસ્તાનના સર્વ રાજાઓ અને અરણ્યમાં વસેલી મિશ્રજાતિઓના રાજાઓ; 25 ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ; 26 ઉત્તરના અને દૂરના, બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરનાં બધાં રાજ્યો એ તમામને મેં એ પ્યાલો પાયો. તેઓની પાછળ શેશાખનો રાજા પણ એ પીશે.” 27 યહોવાહે મને કહ્યું કે, “હવે તારે તેઓને કહેવું કે, સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “પીઓ અને મસ્ત થઈને ઓકો, જે તલવાર હું તમારા પર મોકલીશ તેને લીધે પીઓ અને પાછા ઊઠો નહિ.’” 28 જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે તો તારે તેઓને કહેવું. ‘સૈન્યોના યહોવાહ કહે છે કે; “તમે નિશ્ચે એ પીશો. 29 માટે જુઓ, જે નગર મારા નામથી ઓળખાય છે. તેની પર હું આફત લાવવાનો જ છું. તો શું તમે શિક્ષાથી બચી જશો? તમે શિક્ષાથી બચશો નહી. કેમ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર તલવાર બોલાવી મંગાવીશ!” એમ સૈન્યોના યહોવાહ કહે છે. 30 તેથી હે યર્મિયા તું તેઓની વિરુદ્ધ આ સર્વ વચનો કહે. તારે તેઓને કહેવું કે,‘યહોવાહ તેમના ઉચ્ચસ્થાનમાંથી ગર્જના કરશે. પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી ઘાંટો પાડશે.તે પોતાના નિવાસસ્થાનમાંથી ગર્જના કરશે; દ્રાક્ષા ખૂંદનારાની જેમ તે પૃથ્વીના સર્વ લોકોની વિરુદ્ધ હોંકારો કરશે. 31 પૃથ્વીના સર્વ છેડા સુધી ઘોંઘાટ પહોંચશે. કેમ કે દેશના લોકો સાથે યહોવાહ વિવાદ કરે છે. તે સર્વ માણસોનો ન્યાય કરશે. તે દુષ્ટોનો તલવારથી સંહાર કરશે.” એમ યહોવાહ કહે છે. 32 સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં ફેલાઈ રહી છે,પૃથ્વીના છેક છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાશે. 33 તે દિવસે યહોવાહે જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે શોક કરવામાં આવશે નહિ, તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ. તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે. 34 હે પાળકો વિલાપ કરો. તથા બૂમ પાડો, હે ટોળાંના સરદારો તમે રાખમાં આળોટો.કેમ કે તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે. હું તમારા ટુકડા કરી નાખીશ અને તમે સુંદર પાત્ર પડીને ભાંગી જાય તેમ પડશો. 35 પાળકો તથા ટોળાંના સરદારોને નાસવાનો કે બચવાનો કોઈ રસ્તો પણ મળશે નહિ 36 પાળકોની બૂમનો પોકાર તથા ટોળાંના સરદારોનું રડવું સંભળાય છે,કેમ કે યહોવાહ તેમનું બીડ ઉજ્જડ કરી નાખે છે. 37 યહોવાહના ભારે રોષને કારણે તેઓના શાંત નિવાસો ખંડેર થયા છે. 38 તે જુવાન સિંહની જેમ પોતાની ગુફામાંથી બહાર આવે છે. કેમ કે ઉપદ્રવ કરનારની ગર્જનાને લીધે,તેઓના ભારે રોષને લીધે તેઓની ભૂમિ વિસ્મય પમાડે એવી વેરાન થઈ ગઈ છે.”

In Other Versions

Jeremiah 25 in the ANGEFD

Jeremiah 25 in the ANTPNG2D

Jeremiah 25 in the AS21

Jeremiah 25 in the BAGH

Jeremiah 25 in the BBPNG

Jeremiah 25 in the BBT1E

Jeremiah 25 in the BDS

Jeremiah 25 in the BEV

Jeremiah 25 in the BHAD

Jeremiah 25 in the BIB

Jeremiah 25 in the BLPT

Jeremiah 25 in the BNT

Jeremiah 25 in the BNTABOOT

Jeremiah 25 in the BNTLV

Jeremiah 25 in the BOATCB

Jeremiah 25 in the BOATCB2

Jeremiah 25 in the BOBCV

Jeremiah 25 in the BOCNT

Jeremiah 25 in the BOECS

Jeremiah 25 in the BOGWICC

Jeremiah 25 in the BOHCB

Jeremiah 25 in the BOHCV

Jeremiah 25 in the BOHLNT

Jeremiah 25 in the BOHNTLTAL

Jeremiah 25 in the BOICB

Jeremiah 25 in the BOILNTAP

Jeremiah 25 in the BOITCV

Jeremiah 25 in the BOKCV

Jeremiah 25 in the BOKCV2

Jeremiah 25 in the BOKHWOG

Jeremiah 25 in the BOKSSV

Jeremiah 25 in the BOLCB

Jeremiah 25 in the BOLCB2

Jeremiah 25 in the BOMCV

Jeremiah 25 in the BONAV

Jeremiah 25 in the BONCB

Jeremiah 25 in the BONLT

Jeremiah 25 in the BONUT2

Jeremiah 25 in the BOPLNT

Jeremiah 25 in the BOSCB

Jeremiah 25 in the BOSNC

Jeremiah 25 in the BOTLNT

Jeremiah 25 in the BOVCB

Jeremiah 25 in the BOYCB

Jeremiah 25 in the BPBB

Jeremiah 25 in the BPH

Jeremiah 25 in the BSB

Jeremiah 25 in the CCB

Jeremiah 25 in the CUV

Jeremiah 25 in the CUVS

Jeremiah 25 in the DBT

Jeremiah 25 in the DGDNT

Jeremiah 25 in the DHNT

Jeremiah 25 in the DNT

Jeremiah 25 in the ELBE

Jeremiah 25 in the EMTV

Jeremiah 25 in the ESV

Jeremiah 25 in the FBV

Jeremiah 25 in the FEB

Jeremiah 25 in the GGMNT

Jeremiah 25 in the GNT

Jeremiah 25 in the HARY

Jeremiah 25 in the HNT

Jeremiah 25 in the IRVA

Jeremiah 25 in the IRVB

Jeremiah 25 in the IRVH

Jeremiah 25 in the IRVK

Jeremiah 25 in the IRVM

Jeremiah 25 in the IRVM2

Jeremiah 25 in the IRVO

Jeremiah 25 in the IRVP

Jeremiah 25 in the IRVT

Jeremiah 25 in the IRVT2

Jeremiah 25 in the IRVU

Jeremiah 25 in the ISVN

Jeremiah 25 in the JSNT

Jeremiah 25 in the KAPI

Jeremiah 25 in the KBT1ETNIK

Jeremiah 25 in the KBV

Jeremiah 25 in the KJV

Jeremiah 25 in the KNFD

Jeremiah 25 in the LBA

Jeremiah 25 in the LBLA

Jeremiah 25 in the LNT

Jeremiah 25 in the LSV

Jeremiah 25 in the MAAL

Jeremiah 25 in the MBV

Jeremiah 25 in the MBV2

Jeremiah 25 in the MHNT

Jeremiah 25 in the MKNFD

Jeremiah 25 in the MNG

Jeremiah 25 in the MNT

Jeremiah 25 in the MNT2

Jeremiah 25 in the MRS1T

Jeremiah 25 in the NAA

Jeremiah 25 in the NASB

Jeremiah 25 in the NBLA

Jeremiah 25 in the NBS

Jeremiah 25 in the NBVTP

Jeremiah 25 in the NET2

Jeremiah 25 in the NIV11

Jeremiah 25 in the NNT

Jeremiah 25 in the NNT2

Jeremiah 25 in the NNT3

Jeremiah 25 in the PDDPT

Jeremiah 25 in the PFNT

Jeremiah 25 in the RMNT

Jeremiah 25 in the SBIAS

Jeremiah 25 in the SBIBS

Jeremiah 25 in the SBIBS2

Jeremiah 25 in the SBICS

Jeremiah 25 in the SBIDS

Jeremiah 25 in the SBIGS

Jeremiah 25 in the SBIHS

Jeremiah 25 in the SBIIS

Jeremiah 25 in the SBIIS2

Jeremiah 25 in the SBIIS3

Jeremiah 25 in the SBIKS

Jeremiah 25 in the SBIKS2

Jeremiah 25 in the SBIMS

Jeremiah 25 in the SBIOS

Jeremiah 25 in the SBIPS

Jeremiah 25 in the SBISS

Jeremiah 25 in the SBITS

Jeremiah 25 in the SBITS2

Jeremiah 25 in the SBITS3

Jeremiah 25 in the SBITS4

Jeremiah 25 in the SBIUS

Jeremiah 25 in the SBIVS

Jeremiah 25 in the SBT

Jeremiah 25 in the SBT1E

Jeremiah 25 in the SCHL

Jeremiah 25 in the SNT

Jeremiah 25 in the SUSU

Jeremiah 25 in the SUSU2

Jeremiah 25 in the SYNO

Jeremiah 25 in the TBIAOTANT

Jeremiah 25 in the TBT1E

Jeremiah 25 in the TBT1E2

Jeremiah 25 in the TFTIP

Jeremiah 25 in the TFTU

Jeremiah 25 in the TGNTATF3T

Jeremiah 25 in the THAI

Jeremiah 25 in the TNFD

Jeremiah 25 in the TNT

Jeremiah 25 in the TNTIK

Jeremiah 25 in the TNTIL

Jeremiah 25 in the TNTIN

Jeremiah 25 in the TNTIP

Jeremiah 25 in the TNTIZ

Jeremiah 25 in the TOMA

Jeremiah 25 in the TTENT

Jeremiah 25 in the UBG

Jeremiah 25 in the UGV

Jeremiah 25 in the UGV2

Jeremiah 25 in the UGV3

Jeremiah 25 in the VBL

Jeremiah 25 in the VDCC

Jeremiah 25 in the YALU

Jeremiah 25 in the YAPE

Jeremiah 25 in the YBVTP

Jeremiah 25 in the ZBP