Psalms 122 (IRVG)
undefined ચઢવાનું ગીત; દાઉદનું. 1 જ્યારે તેઓએ મને કહ્યું કે,“ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો. 2 હે યરુશાલેમ, તારા દ્વારોમાંઅમે ઊભા રહ્યા હતા. 3 યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળાનગરના જેવું બાંધેલું છે. 4 ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો,ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે,યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે. 5 કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનોદાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે. 6 યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો!જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો. 7 તારા કોટની અંદર શાંતિઅને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. 8 મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતરહવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.” 9 આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થેહું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.