1 Kings 20 (IRVG)

1 અરામના રાજા બેન-હદાદે પોતાનું સમગ્ર સૈન્ય એકત્ર કર્યું; ત્યાં તેની સાથે બત્રીસ રાજાઓ અને ઘોડેસવારો તથા રથદળ હતાં. તેણે ચઢાઈ કરીને સમરુનને ઘેરી લીધું અને તેની વિરુદ્ધ યુદ્ધ કર્યું. 2 તેણે નગરમાં ઇઝરાયલના રાજા આહાબ પાસે સંદેશવાહકો મોકલીને તેને કહેવડાવ્યું કે, “બેન-હદાદ આમ કહે છે: 3 ‘તારાં સોનાચાંદી મારાં છે. વળી તારી પત્નીઓ તથા તારાં બાળકો, એટલે તેઓમાં જે સૌથી સારાં હશે, તે પણ મારાં છે.’” 4 ઇઝરાયલના રાજાએ જવાબ આપ્યો, “હે મારા માલિક રાજા, તારા કહેવા પ્રમાણે છે. હું તથા મારું સર્વસ્વ તારાં છે.” 5 સંદેશવાહકોએ ફરીથી આવીને કહ્યું, “બેન-હદાદ આમ કહે છે કે, ‘મેં તો તારી પાસે માણસ મોકલીને ચોક્કસ કહેવડાવ્યું હતું કે તારું સોનુંચાંદી, તારી પત્નીઓ તથા તારાં બાળકો તું મારે સ્વાધીન કર. 6 પણ આવતી કાલે આશરે આ સમયે હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ અને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોનાં ઘરની તપાસ કરશે. જે બધું તને પ્રિય લાગતું હશે, તે તેઓ તારી પાસેથી લઈ જશે.’” 7 પછી ઇઝરાયલના રાજાએ દેશનાં સર્વ વડીલોને બોલાવીને એકત્ર કરીને કહ્યું, “કૃપા કરીને આ ધ્યાનમાં લો અને જુઓ કે આ માણસ કેવું નુકસાન કરવા ઇચ્છે છે. તેણે મારી પાસે માણસ મોકલીને મારી પત્નીઓ, મારાં બાળકો, મારું સોનું તથા ચાંદી માગ્યાં અને મેં તેને ના પાડી નહિ.” 8 સર્વ વડીલોએ તથા સર્વ લોકોએ આહાબને કહ્યું, “તારે તેનું સાંભળવું નહિ અને તેની માગણી પૂરી કરવી નહિ.” 9 તેથી આહાબે બેન-હદાદના સંદેશવાહકોને કહ્યું, “મારા માલિક રાજાને કહેજો કે, ‘પહેલાં જે તેં તારા સેવક દ્વારા કહેવડાવ્યું હતું તેની માગણી પ્રમાણેનું હું બધું જ આપીશ, પણ હું તારી બીજી માંગણી નહિ સ્વીકારું.’” તેથી સંદેશવાહકો ત્યાંથી રવાના થઈને બેન-હદાદ પાસે જવાબ લઈ આવ્યા. 10 પછી બેન-હદાદે આહાબ પાસે માણસ મોકલીને સંદેશો મોકલ્યો, “જો મારી સાથે આવેલા બધા લોકોને ભાગે સમરુનની મુઠ્ઠી ધૂળ પણ આવે, તો દેવતાઓ મને એવું અને એનાથી પણ વધારે વિતાડો.” 11 પછી ઇઝરાયલના રાજાએ જવાબ આપ્યો, “બેન-હદાદને કહો, ‘જે વ્યક્તિ શસ્ત્ર ધારણ કરે તેણે શસ્ત્ર અંગ પરથી ઉતારનારની જેમ બડાશ મારવી નહિ.’ 12 બેન-હદાદ તથા રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા, તે દરમિયાન તેણે આ સંદેશો સાંભળીને પોતાના માણસોને આજ્ઞા કરી, “યુદ્ધ માટે તૈયાર થાઓ.” તેથી તેઓએ પોતાને યુદ્ધ માટે તૈયાર કરીને નગર પર હુમલો કર્યો. 13 તો જુઓ, એક પ્રબોધક ઇઝરાયલના રાજા આહાબની પાસે આવીને બોલ્યો, “યહોવાહ એવું કહે છે, ‘શું તેં આ મારા મોટા સૈન્યને જોયું છે? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવાહ છું.’ 14 આહાબે પૂછ્યું, “કોની મારફતે?” યહોવાહે જવાબ આપ્યો, “પ્રાંતોના સરદારોના જુવાનોની મારફતે.” પછી આહાબે કહ્યું, “યુદ્ધની શરૂઆત કોણ કરશે?” યહોવાહે જવાબ આપ્યો, “તું.” 15 પછી આહાબે યુવાનો કે જે પ્રાંતના સરદારોની સેવા કરતા હતા એ જુવાનોને ભેગા કર્યા. તેઓ બસો બત્રીસ હતા. તેઓના પછી તેણે સમગ્ર ઇઝરાયલી સેનાના સૈનિકોને ભેગા કર્યા; તેઓની સંખ્યા સાત હજાર હતી. 16 તેઓ બપોરે રવાના થયા. પણ બેન-હદાદ પોતે અને તેને સહાય કરનાર બત્રીસ રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરીને મસ્ત થયા હતા. 17 યુવાનો કે જેઓએ પ્રાંતોના સરદારોની સેવા કરી હતી તેઓ પ્રથમ ચાલી નીકળ્યા. પછી બેન-હદાદે માણસો મોકલ્યા અને તેઓએ તેને એવી ખબર આપી, “સમરુનમાંથી માણસો નીકળી આવેલા છે.” 18 બેન-હદાદે કહ્યું, “તેઓ સલાહને માટે આવ્યા હોય કે યુદ્ધ કરવા આવ્યા હોય તોપણ તેઓને જીવતા પકડી લો.” 19 તેથી પ્રાંતોના આગેવાનોની સેવા કરનારા યુવાનો તથા સૈન્ય નગરમાંથી બહાર આવ્યાં. 20 તેઓ સામા પક્ષનાઓને સૈનિકોમાંથી કેટલાક મારી નાખવા લાગ્યા ત્યારે અરામીઓ ડરીને ભાગવા લાગ્યા; પછી ઇઝરાયલીઓ તેઓની પાછળ પડ્યા. અરામનો રાજા બેન-હદાદ કેટલાક ઘોડેસવારો સાથે ઘોડા પર બેસી નાસી ગયો. 21 પછી ઇઝરાયલના રાજાએ બહાર આવીને ઘોડેસવારો તથા રથદળ પર હુમલો કરીને અરામીઓની સખત કતલ કરીને તેઓને મારી નાખ્યા. 22 પ્રબોધકે ઇઝરાયલના રાજા પાસે આવીને તેને કહ્યું, “તું જઈને તારું બળ વધાર અને જે કંઈ કરે તે વિષે લક્ષ તથા ચોકસી રાખ, કેમ કે આવતા વર્ષે અરામનો રાજા તારા પર ફરીથી ચઢાઈ કરશે.” 23 અરામના રાજાના ચાકરોએ તેને કહ્યું, “તેઓના ઈશ્વર તો પર્વતોના ઈશ્વર છે. તેથી તેઓ આપણા કરતાં બળવાન હતા. પણ હવે ચાલો આપણે તેમની સાથે મેદાનમાં યુદ્ધ કરીએ અને ચોક્કસ આપણે તેઓના કરતાં બળવાન થઈશું. 24 અને તમે આટલું કરો: રાજાઓને દૂર કરીને તેઓની જગ્યાએ સરદારોને રાખો. 25 તમે જે સેના ગુમાવી છે તેના જેટલી જ, એટલે તેમાં જેટલા ઘોડેસવાર અને રથદળ હતા તેટલી સેના તમે ઊભી કરો અને આપણે મેદાનમાં તેઓની વિરુદ્ધ યુદ્ધ કરીશું. પછી ચોક્કસ આપણે તેઓના કરતાં બળવાન થઈશું.” બેન-હદાદે તેઓની સલાહ સાંભળી અને તેઓના કહ્યા પ્રમાણે જ કર્યું. 26 નવું વર્ષ શરૂ થતાં, બેન-હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી ગયો. 27 ઇઝરાયલી લોકો ભેગા થઈને ભાતું લઈને તેઓની સામે લડ્યા. ઇઝરાયલી લોકોએ તેઓની આગળ લવારાંની બે નાની ટોળીઓની માફક છાવણી કરી, પણ અરામીઓ તો સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગયા હતા. 28 પછી ઈશ્વરના એક માણસે પાસે આવીને ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવાહ આમ કહે છે: ‘અરામીઓ એવું માને છે કે યહોવાહ તો પર્વતોના પ્રભુ છે, પણ તે મેદાનનો પ્રભુ નથી; માટે હું આ આખો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ અને તમે જાણશો કે હું જ યહોવાહ છું.’” 29 તેથી સૈન્યએ સાત દિવસ સુધી સામસામે છાવણી રાખી. પછી સાતમાં દિવસે યુદ્ધ શરૂ થયું. ઇઝરાયલી લોકોએ એક જ દિવસમાં અરામના પાયદળના એક લાખ સૈનિકોને મારી નાખ્યા. 30 બીજા સૈનિકો અફેકના નગરમાં નાસી ગયા પરંતુ તેઓ દાખલ થયા તે સાથે જ નગરનો કોટ નાસી ગયેલા સત્તાવીસ હજાર સૈનિકો પર તૂટી પડ્યો. બેન-હદાદે નાસી જઈને નગરના અંદરના ભાગમાં આશ્રય લીધો. 31 બેન-હદાદના ચાકરોએ તેને કહ્યું, “જો, હવે અમે સાંભળ્યું છે, કે ઇઝરાયલના રાજાઓ દયાળુ હોય છે. કૃપા કરીને આપણે કમરે ટાટ શોકના વસ્રો પહેરીએ અને માથા પર દોરડાં વીટીંને ઇઝરાયલના રાજા પાસે જઈએ, કદાચ તે તારો જીવ બચાવે.” 32 તેથી તેઓએ કમરે ટાટ તથા અને માથા પર દોરડાં વીંટાળીને ઇઝરાયલના રાજા પાસે જઈને તેને કહ્યું, “તારા સેવક બેન-હદાદે કહેવડાવ્યું છે કે, કૃપા કરીને મને જીવનદાન આપ.” તેણે જવાબ આપ્યો, “શું તે હજી જીવતો છે? તે તો મારો ભાઈ છે.” 33 હવે બેન-હદાદના માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા તેથી તેઓએ તરત જ તેને જવાબ આપ્યો કે, “હા, તારો ભાઈ બેન-હદાદ હજી જીવે છે.” પછી આહાબે કહ્યું, “જાઓ, તેને લઈ આવો.” પછી બેન-હદાદ તેની પાસે બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો. 34 બેન-હદાદે આહાબને કહ્યું, “મારા પિતાએ તારા પિતા પાસેથી લઈ લીધેલાં નગરો હું પાછાં આપીશ અને મારા પિતાએ જેમ સમરુનમાં બજાર બનાવ્યાં હતાં તેમ તું દમસ્કસમાં બનાવજે.” આહાબે જવાબ આપ્યો, “હું તને આ શરતો પર જવા દઈશ.” એમ આહાબે તેની સાથે શાંતિકરાર કરીને તેને જવા દીધો. 35 પ્રબોધકોના દીકરાઓમાંના એક માણસે યહોવાહના વચનથી પોતાના સાથીને કહ્યું, “કૃપા કરીને મને માર.” પણ પેલા માણસે તેમ કરવાની ના પાડી. 36 પછી પ્રબોધકે તેના સાથીને કહ્યું, તેં યહોવાહની આજ્ઞાની અવગણના કરી છે, તેથી તું મારી પાસેથી જશે કે તરત જ એક સિંહ તને મારી નાખશે.” તે માણસ ગયો કે તરત જ તેને એક સિંહ મળ્યો અને તેણે તેને મારી નાખ્યો. 37 ત્યાર બાદ પેલો પ્રબોધક બીજા માણસને મળ્યો અને તેણે તેને કહ્યું, “કૃપા કરીને મને માર.” અને તે માણસે તેને માર્યો અને ઘાયલ કર્યો. 38 પછી તે પ્રબોધક ત્યાંથી ચાલ્યો ગયો અને રાજાની રાહ જોતો આંખો પર પાટો બાંધીને પોતાનો વેશ બદલીને માર્ગમાં ઊભો રહ્યો. 39 જ્યારે રાજા ત્યાંથી પસાર થયો ત્યારે તેણે તેને બૂમ પાડીને કહ્યું, “હું યુદ્ધની વચ્ચોવચ્ચ જતો હતો એવામાં એક યોદ્ધાએ એક કેદીને લઈને મારી પાસે આવીને કહ્યું, ‘આ માણસને જો, એ જો નાસી જશે તો તેને બદલે તારે તારો જીવ આપવો પડશે અથવા એક તાલંત ચાંદી આપવી પડશે.’ 40 પણ હું અહીં તહીં કામમાં વ્યસ્ત હતો, એવામાં તે જતો રહ્યો. “પછી ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “તને એ સજા થવી જ જોઈએ - તેં પોતે જ એ નિર્ણય કર્યો છે.” 41 પછી તરત જ તે પ્રબોધકે તેની આંખ પર બાંધેલો પાટો છોડી નાખ્યો અને ઇઝરાયલના રાજાએ તેને ઓળખી કાઢયો કે, આ તો પ્રબોધકોમાંનો એક છે. 42 તેણે રાજાને કહ્યું, “આ યહોવાહના વચન છે, ‘જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે. તેથી તે માણસના બદલામાં તું મૃત્યુ પામશે અને તેના સૈનિકોના બદલે તારા સૈનિકો મૃત્યુ પામશે.’ 43 તેથી ઇઝરાયલનો રાજા ઉદાસ અને ગુસ્સે થઈને તેના ઘરે જવા નીકળ્યો અને સમરુનમાં આવી પહોંચ્યો.

In Other Versions

1 Kings 20 in the ANGEFD

1 Kings 20 in the ANTPNG2D

1 Kings 20 in the AS21

1 Kings 20 in the BAGH

1 Kings 20 in the BBPNG

1 Kings 20 in the BBT1E

1 Kings 20 in the BDS

1 Kings 20 in the BEV

1 Kings 20 in the BHAD

1 Kings 20 in the BIB

1 Kings 20 in the BLPT

1 Kings 20 in the BNT

1 Kings 20 in the BNTABOOT

1 Kings 20 in the BNTLV

1 Kings 20 in the BOATCB

1 Kings 20 in the BOATCB2

1 Kings 20 in the BOBCV

1 Kings 20 in the BOCNT

1 Kings 20 in the BOECS

1 Kings 20 in the BOGWICC

1 Kings 20 in the BOHCB

1 Kings 20 in the BOHCV

1 Kings 20 in the BOHLNT

1 Kings 20 in the BOHNTLTAL

1 Kings 20 in the BOICB

1 Kings 20 in the BOILNTAP

1 Kings 20 in the BOITCV

1 Kings 20 in the BOKCV

1 Kings 20 in the BOKCV2

1 Kings 20 in the BOKHWOG

1 Kings 20 in the BOKSSV

1 Kings 20 in the BOLCB

1 Kings 20 in the BOLCB2

1 Kings 20 in the BOMCV

1 Kings 20 in the BONAV

1 Kings 20 in the BONCB

1 Kings 20 in the BONLT

1 Kings 20 in the BONUT2

1 Kings 20 in the BOPLNT

1 Kings 20 in the BOSCB

1 Kings 20 in the BOSNC

1 Kings 20 in the BOTLNT

1 Kings 20 in the BOVCB

1 Kings 20 in the BOYCB

1 Kings 20 in the BPBB

1 Kings 20 in the BPH

1 Kings 20 in the BSB

1 Kings 20 in the CCB

1 Kings 20 in the CUV

1 Kings 20 in the CUVS

1 Kings 20 in the DBT

1 Kings 20 in the DGDNT

1 Kings 20 in the DHNT

1 Kings 20 in the DNT

1 Kings 20 in the ELBE

1 Kings 20 in the EMTV

1 Kings 20 in the ESV

1 Kings 20 in the FBV

1 Kings 20 in the FEB

1 Kings 20 in the GGMNT

1 Kings 20 in the GNT

1 Kings 20 in the HARY

1 Kings 20 in the HNT

1 Kings 20 in the IRVA

1 Kings 20 in the IRVB

1 Kings 20 in the IRVH

1 Kings 20 in the IRVK

1 Kings 20 in the IRVM

1 Kings 20 in the IRVM2

1 Kings 20 in the IRVO

1 Kings 20 in the IRVP

1 Kings 20 in the IRVT

1 Kings 20 in the IRVT2

1 Kings 20 in the IRVU

1 Kings 20 in the ISVN

1 Kings 20 in the JSNT

1 Kings 20 in the KAPI

1 Kings 20 in the KBT1ETNIK

1 Kings 20 in the KBV

1 Kings 20 in the KJV

1 Kings 20 in the KNFD

1 Kings 20 in the LBA

1 Kings 20 in the LBLA

1 Kings 20 in the LNT

1 Kings 20 in the LSV

1 Kings 20 in the MAAL

1 Kings 20 in the MBV

1 Kings 20 in the MBV2

1 Kings 20 in the MHNT

1 Kings 20 in the MKNFD

1 Kings 20 in the MNG

1 Kings 20 in the MNT

1 Kings 20 in the MNT2

1 Kings 20 in the MRS1T

1 Kings 20 in the NAA

1 Kings 20 in the NASB

1 Kings 20 in the NBLA

1 Kings 20 in the NBS

1 Kings 20 in the NBVTP

1 Kings 20 in the NET2

1 Kings 20 in the NIV11

1 Kings 20 in the NNT

1 Kings 20 in the NNT2

1 Kings 20 in the NNT3

1 Kings 20 in the PDDPT

1 Kings 20 in the PFNT

1 Kings 20 in the RMNT

1 Kings 20 in the SBIAS

1 Kings 20 in the SBIBS

1 Kings 20 in the SBIBS2

1 Kings 20 in the SBICS

1 Kings 20 in the SBIDS

1 Kings 20 in the SBIGS

1 Kings 20 in the SBIHS

1 Kings 20 in the SBIIS

1 Kings 20 in the SBIIS2

1 Kings 20 in the SBIIS3

1 Kings 20 in the SBIKS

1 Kings 20 in the SBIKS2

1 Kings 20 in the SBIMS

1 Kings 20 in the SBIOS

1 Kings 20 in the SBIPS

1 Kings 20 in the SBISS

1 Kings 20 in the SBITS

1 Kings 20 in the SBITS2

1 Kings 20 in the SBITS3

1 Kings 20 in the SBITS4

1 Kings 20 in the SBIUS

1 Kings 20 in the SBIVS

1 Kings 20 in the SBT

1 Kings 20 in the SBT1E

1 Kings 20 in the SCHL

1 Kings 20 in the SNT

1 Kings 20 in the SUSU

1 Kings 20 in the SUSU2

1 Kings 20 in the SYNO

1 Kings 20 in the TBIAOTANT

1 Kings 20 in the TBT1E

1 Kings 20 in the TBT1E2

1 Kings 20 in the TFTIP

1 Kings 20 in the TFTU

1 Kings 20 in the TGNTATF3T

1 Kings 20 in the THAI

1 Kings 20 in the TNFD

1 Kings 20 in the TNT

1 Kings 20 in the TNTIK

1 Kings 20 in the TNTIL

1 Kings 20 in the TNTIN

1 Kings 20 in the TNTIP

1 Kings 20 in the TNTIZ

1 Kings 20 in the TOMA

1 Kings 20 in the TTENT

1 Kings 20 in the UBG

1 Kings 20 in the UGV

1 Kings 20 in the UGV2

1 Kings 20 in the UGV3

1 Kings 20 in the VBL

1 Kings 20 in the VDCC

1 Kings 20 in the YALU

1 Kings 20 in the YAPE

1 Kings 20 in the YBVTP

1 Kings 20 in the ZBP