Genesis 47 (IRVG)

1 પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, “મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે.” 2 તેણે પોતાના ભાઈઓમાંના પાંચનો પરિચય ફારુન સાથે કરાવ્યો. 3 ફારુને તેના ભાઈઓને પૂછ્યું, “તમારો વ્યવસાય શો છે? “અમે તારા દાસો અમારા પૂર્વજોની જેમ ભરવાડો છીએ. 4 પછી તેઓએ ફારુનને કહ્યું, “અમે આ દેશમાં પ્રવાસી તરીકે આવ્યા છીએ. કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે અમારા ટોળાંને સારુ ચારો નથી. માટે હવે અમને કૃપા કરીને ગોશેન દેશમાં રહેવા દે.” 5 પછી ફારુને યૂસફને કહ્યું, “તારા પિતા તથા તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે. 6 આખો મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. તેઓ ગોશેન દેશમાં રહે. જો તું જાણતો હોય કે તેઓમાં કોઈ માણસો હોશિયાર છે, તો મારાં જાનવરો પણ તેઓના હવાલામાં સોંપ.” 7 પછી યૂસફે તેના પિતા યાકૂબને ફારુનની સમક્ષ બોલાવ્યો. યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો. 8 ફારુને યાકૂબને કહ્યું, “તમારી ઉંમર કેટલી થઈ છે?” 9 યાકૂબે ફારુનને કહ્યું, “મારા જીવનપ્રવાસના એકસો ત્રીસ વર્ષ થયાં છે. એ અતિ પરિશ્રમવાળા રહ્યાં છે. હજી મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની ઉંમરના જેટલાં મારા વર્ષો થયાં નથી.” 10 પછી યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને તેની હજૂરમાંથી બહાર ગયો. 11 યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો. 12 યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું. 13 હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા. 14 લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા. 15 જયારે મિસર દેશમાં તથા કનાન દેશમાં નાણાંની અછત થઈ, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, “અમને ખાવાનું આપ! શા માટે અમે તારી આગળ મરીએ? અમારી પાસે હવે નાણાં રહ્યાં નથી.” 16 યૂસફે કહ્યું, “જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ.” 17 તેથી તેઓ પોતાના જાનવરો યૂસફ પાસે લાવ્યાં. યૂસફે ઘોડા, બકરાં, અન્ય જાનવરો તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે પશુઓના બદલામાં તે વર્ષે તેઓનું ભરણપોષણ કર્યું. 18 જયારે તે વર્ષ પૂરું થયું, ત્યારે તેઓએ બીજા વર્ષે યૂસફની પાસે આવીને તેને કહ્યું, “નાણાંની અછત છે એ અમે અમારા ઘણીથી છુપાવી રાખતાં નથી. વળી અમારા જાનવરો પણ તારી પાસે છે. અમારા શરીરો તથા અમારી જમીન સિવાય અમારી પાસે બીજું કંઈ બાકી રહ્યું નથી. 19 તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે.” 20 તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ. 21 તેણે મિસરની સીમાના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકોને નગરોમાં મોકલ્યા. 22 ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ. 23 પછી યૂસફે લોકોને કહ્યું, “જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. હવે અહીં તમારા માટે બિયારણ છે. તે હું તમને આપું છું. જમીનમાં તેની વાવણી કરજો. 24 તેમાંથી જે ઊપજ થાય તેનો પાંચમો ભાગ ફારુનને આપજો અને બાકીના ચાર ભાગ ખેતરના બીજ માટે, તમારા પોતાના, તમારાં ઘરનાં તથા તમારાં છોકરાંનાં ખોરાકને માટે તમે રાખજો.” 25 તેઓએ કહ્યું, “તેં અમારા જીવ બચાવ્યા છે. અમારા પર તારી કૃપાદ્રષ્ટિ રાખજે અને અમે ફારુનના દાસ થઈને રહીશું.” 26 મિસર દેશમાં યૂસફે એવો કાનૂન બનાવ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે અને એ કાનૂન આજ સુધી ચાલે છે. ફક્ત યાજકોની જમીન ફારુનના તાબામાં ન આવી. 27 ઇઝરાયલ અને તેનાં સંતાનો મિસર દેશના ગોશેનમાં રહ્યા. તેના લોકોએ ત્યાં માલમિલકત વસાવી. તેઓ સફળ થઈને બહુ વધ્યા. 28 યાકૂબને મિસર દેશમાં આવ્યે સત્તર વર્ષ થયાં, તેની ઉંમરના વર્ષો એકસો સુડતાળીસ થયાં. 29 જયારે ઇઝરાયલના મરણનો સમય પાસે આવ્યો, ત્યારે તેણે તેના દીકરા યૂસફને બોલાવીને કહ્યું, “હવે જો તને મારા પર વહાલ હોય તો મને વચન આપ. તું ખરા હૃદયથી મારી સાથે વર્તજે અને મહેરબાની કરીને મૃત્યુ પછી મને મિસરમાં દફનાવીશ નહિ. 30 જયારે મારું મરણ થાય ત્યારે તું મને મિસરમાંથી કનાન લઈ જજે અને મારા પિતૃઓની સાથે તેઓના કબરસ્થાનમાં દફનાવજે.” યૂસફે કહ્યું, “હું તારા કહ્યા પ્રમાણે કરીશ.” 31 ઇઝરાયલ બોલ્યો, “મારી આગળ પ્રતિજ્ઞા લે,” યૂસફે તેની આગળ પ્રતિજ્ઞા લીધી. પછી ઇઝરાયલ ઓશીકા પર માથું ટેકવીને પથારીમાં સૂઈ ગયો.

In Other Versions

Genesis 47 in the ANGEFD

Genesis 47 in the ANTPNG2D

Genesis 47 in the AS21

Genesis 47 in the BAGH

Genesis 47 in the BBPNG

Genesis 47 in the BBT1E

Genesis 47 in the BDS

Genesis 47 in the BEV

Genesis 47 in the BHAD

Genesis 47 in the BIB

Genesis 47 in the BLPT

Genesis 47 in the BNT

Genesis 47 in the BNTABOOT

Genesis 47 in the BNTLV

Genesis 47 in the BOATCB

Genesis 47 in the BOATCB2

Genesis 47 in the BOBCV

Genesis 47 in the BOCNT

Genesis 47 in the BOECS

Genesis 47 in the BOGWICC

Genesis 47 in the BOHCB

Genesis 47 in the BOHCV

Genesis 47 in the BOHLNT

Genesis 47 in the BOHNTLTAL

Genesis 47 in the BOICB

Genesis 47 in the BOILNTAP

Genesis 47 in the BOITCV

Genesis 47 in the BOKCV

Genesis 47 in the BOKCV2

Genesis 47 in the BOKHWOG

Genesis 47 in the BOKSSV

Genesis 47 in the BOLCB

Genesis 47 in the BOLCB2

Genesis 47 in the BOMCV

Genesis 47 in the BONAV

Genesis 47 in the BONCB

Genesis 47 in the BONLT

Genesis 47 in the BONUT2

Genesis 47 in the BOPLNT

Genesis 47 in the BOSCB

Genesis 47 in the BOSNC

Genesis 47 in the BOTLNT

Genesis 47 in the BOVCB

Genesis 47 in the BOYCB

Genesis 47 in the BPBB

Genesis 47 in the BPH

Genesis 47 in the BSB

Genesis 47 in the CCB

Genesis 47 in the CUV

Genesis 47 in the CUVS

Genesis 47 in the DBT

Genesis 47 in the DGDNT

Genesis 47 in the DHNT

Genesis 47 in the DNT

Genesis 47 in the ELBE

Genesis 47 in the EMTV

Genesis 47 in the ESV

Genesis 47 in the FBV

Genesis 47 in the FEB

Genesis 47 in the GGMNT

Genesis 47 in the GNT

Genesis 47 in the HARY

Genesis 47 in the HNT

Genesis 47 in the IRVA

Genesis 47 in the IRVB

Genesis 47 in the IRVH

Genesis 47 in the IRVK

Genesis 47 in the IRVM

Genesis 47 in the IRVM2

Genesis 47 in the IRVO

Genesis 47 in the IRVP

Genesis 47 in the IRVT

Genesis 47 in the IRVT2

Genesis 47 in the IRVU

Genesis 47 in the ISVN

Genesis 47 in the JSNT

Genesis 47 in the KAPI

Genesis 47 in the KBT1ETNIK

Genesis 47 in the KBV

Genesis 47 in the KJV

Genesis 47 in the KNFD

Genesis 47 in the LBA

Genesis 47 in the LBLA

Genesis 47 in the LNT

Genesis 47 in the LSV

Genesis 47 in the MAAL

Genesis 47 in the MBV

Genesis 47 in the MBV2

Genesis 47 in the MHNT

Genesis 47 in the MKNFD

Genesis 47 in the MNG

Genesis 47 in the MNT

Genesis 47 in the MNT2

Genesis 47 in the MRS1T

Genesis 47 in the NAA

Genesis 47 in the NASB

Genesis 47 in the NBLA

Genesis 47 in the NBS

Genesis 47 in the NBVTP

Genesis 47 in the NET2

Genesis 47 in the NIV11

Genesis 47 in the NNT

Genesis 47 in the NNT2

Genesis 47 in the NNT3

Genesis 47 in the PDDPT

Genesis 47 in the PFNT

Genesis 47 in the RMNT

Genesis 47 in the SBIAS

Genesis 47 in the SBIBS

Genesis 47 in the SBIBS2

Genesis 47 in the SBICS

Genesis 47 in the SBIDS

Genesis 47 in the SBIGS

Genesis 47 in the SBIHS

Genesis 47 in the SBIIS

Genesis 47 in the SBIIS2

Genesis 47 in the SBIIS3

Genesis 47 in the SBIKS

Genesis 47 in the SBIKS2

Genesis 47 in the SBIMS

Genesis 47 in the SBIOS

Genesis 47 in the SBIPS

Genesis 47 in the SBISS

Genesis 47 in the SBITS

Genesis 47 in the SBITS2

Genesis 47 in the SBITS3

Genesis 47 in the SBITS4

Genesis 47 in the SBIUS

Genesis 47 in the SBIVS

Genesis 47 in the SBT

Genesis 47 in the SBT1E

Genesis 47 in the SCHL

Genesis 47 in the SNT

Genesis 47 in the SUSU

Genesis 47 in the SUSU2

Genesis 47 in the SYNO

Genesis 47 in the TBIAOTANT

Genesis 47 in the TBT1E

Genesis 47 in the TBT1E2

Genesis 47 in the TFTIP

Genesis 47 in the TFTU

Genesis 47 in the TGNTATF3T

Genesis 47 in the THAI

Genesis 47 in the TNFD

Genesis 47 in the TNT

Genesis 47 in the TNTIK

Genesis 47 in the TNTIL

Genesis 47 in the TNTIN

Genesis 47 in the TNTIP

Genesis 47 in the TNTIZ

Genesis 47 in the TOMA

Genesis 47 in the TTENT

Genesis 47 in the UBG

Genesis 47 in the UGV

Genesis 47 in the UGV2

Genesis 47 in the UGV3

Genesis 47 in the VBL

Genesis 47 in the VDCC

Genesis 47 in the YALU

Genesis 47 in the YAPE

Genesis 47 in the YBVTP

Genesis 47 in the ZBP