Psalms 99 (IRVG)
1 યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો.તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો. 2 યહોવાહ સિયોનમાં મહાન છે;તે સર્વ લોકો કરતાં ઊંચા છે. 3 તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો;તે પવિત્ર છે. 4 રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે.તમે ન્યાયને સ્થાપન કરો છો;તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો. 5 આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓઅને તેમના પાયાસન પાસે ભજન કરો.તે પવિત્ર છે. 6 તેમના યાજકોમાં મૂસાએ તથા હારુનેઅને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણયહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો. 7 તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી.તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓઅને તેમણે આપેલા વિધિઓ પાળ્યા. 8 હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો.જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી,તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા. 9 આપણા ઈશ્વર યહોવાહને મોટા માનોઅને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો,કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.