1 Samuel 25 (IRVG)

1 હવે શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલ એક સાથે એકત્ર થઈને તેને સારુ શોક કર્યો, તેઓએ તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના અરણ્યમાં ગયો. 2 માઓનમાં એક માણસ હતો, તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ ઘણો શ્રીમંત હતો. તેની પાસે ત્રણ હજાર ઘેટાં તથા એક હજાર બકરાં હતાં. તે પોતાનાં ઘેટાં કાર્મેલમાં કાતરતો હતો. 3 તે માણસનું નામ નાબાલ હતું અને તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા દેખાવમાં સુંદર હતી. પણ તે માણસ કઠોર તથા પોતાના વ્યવહારમાં ખરાબ હતો. તે કાલેબના કુળનો વંશજ હતો. 4 દાઉદે અરણ્યમાં સાંભળ્યું કે નાબાલ પોતાનાં ઘેટાં કાતરે છે. 5 તેથી દાઉદે દસ જુવાન પુરુષોને મોકલ્યા. દાઉદે તે જુવાન પુરુષોને કહ્યું કે, “તમે કાર્મેલ જઈને નાબાલને મારી સલામ કહેજો. 6 તમે તેને કહેજો કે તારું, તારા ઘરનાઓનું અને તારા સર્વસ્વનું ભલું થાઓ. 7 મેં સાંભળ્યું છે કે તારી પાસે કાતરનારાઓ છે. તારાં ઘેટાંને સાચવનારાઓ તો અમારી સાથે હતા અને અમે તેઓને કશી ઈજા કરી નથી, તેમ જ જેટલો સમય તેઓ કાર્મેલમાં હતા તે દરમિયાન તેઓનું કંઈ પણ ખોવાયું નથી. 8 તારા જુવાનોને પૂછ અને તેઓ તને કહેશે. હવે મારા જુવાન પુરુષો તારી દ્રષ્ટિમાં કૃપા પામે, કેમ કે અમે ઉત્સવના દિવસે આવ્યા છીએ. કૃપા કરી જે તારા હાથમાં હોય તે તારા દાસોને તથા તારા દીકરા દાઉદને આપ.’” 9 જયારે દાઉદના જુવાન પુરુષો ત્યાં પહોંચ્યા, તેઓએ સર્વ બાબતો દાઉદને નામે નાબાલને કહી અને પછી શાંત રહ્યા. 10 નાબાલે દાઉદના ચાકરોને ઉત્તર આપ્યો, “દાઉદ કોણ છે? અને યિશાઈનો દીકરો કોણ છે? આ દિવસોમાં પોતાના માલિકો પાસેથી નાસી જનારાં ઘણાં ચાકરો છે. 11 શું હું મારી રોટલી, પાણી તથા માંસ જે મેં મારાં ઘેટાંને કાતરનારાઓને સારું કાપેલું માંસ જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી તેઓને આપું?” 12 તેથી દાઉદના જુવાન પુરુષોએ પાછા આવીને સર્વ બાબતો તેને કહી. 13 દાઉદે પોતાના માણસોને કહ્યું, “તમે સર્વ પોતપોતાની કમરે તલવાર બાંધો.” તેથી દરેક માણસે પોતપોતાની કમરે તલવાર બાંધી. દાઉદે પણ પોતાની તલવાર કમરે બાંધી. આશરે ચારસો માણસો દાઉદની સાથે ગયા અને બસો સામાન પાસે રહ્યા. 14 પણ જુવાનોમાંના એક જણે નાબાલની પત્ની અબિગાઈલને કહ્યું, “દાઉદે અમારા માલિકને સલામ કહેવા સારુ અરણ્યમાંથી સંદેશવાહકોને મોકલ્યા હતા અને તેણે તેઓનું અપમાન કર્યું. 15 છતાં તે માણસો અમારી સાથે ઘણી સારી રીતે વર્ત્યા હતા. જ્યાં સુધી અમે તેઓની સાથે ખેતરમાં ગયા હતા ત્યાં સુધી અમને કંઈ પણ ઈજા કરવામાં આવી ન હતી. અને અમારું કશું પણ ખોવાયું નહોતું. 16 પણ ઘેટાં સાચવવા માટે જેટલો વખત અમે તેઓની સાથે રહ્યા તે દરમિયાન રાત્રે તેમ જ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા. 17 તો હવે તારે શું કરવું તે જાણ તથા વિચાર કર. અમારા માલિકની વિરુદ્ધ તથા તેના આખા કુટુંબને પાયમાલ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે. કેમ કે તે ખરેખર એવા હલકા પ્રકારનો છે કે તેની સાથે કોઈ વાત કરી શકે નહિ.” 18 પછી અબિગાઈલ ઉતાવળથી બસો રોટલી, દ્રાક્ષારસની બે મશકો, રાંધીને તૈયાર કરેલ પાંચ ઘેટાંનું માંસ, પાંચ માપ પોંક, દ્રાક્ષાની સો લૂમ તથા અંજીરનાં બસો ચકતાં ગધેડાં પર મૂક્યાં. 19 તેણે પોતાના જુવાનોને પુરુષોને કહ્યું, “તમે મારી આગળ જાઓ, હું તમારી પાછળ આવું છું.” આ વિષે તેણે પોતાના પતિ નાબાલને કશું જણાવ્યું નહિ. 20 તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતની ઓથે જઈ રહી હતી, ત્યારે દાઉદ તથા તેના માણસો તેની સામે આવતા હતા અને તે તેઓને મળી. 21 દાઉદે કહ્યું હતું, “આ માણસની અરણ્યમાંની મિલકત મેં એવી રીતે સંભાળી કે તેનું કશું પણ ચોરાયું કે ખોવાયું નહોતું, પણ મારી એ બધી સેવાની કદર થઈ નથી. તેણે મારા પર ઉપકારને બદલે અપકાર કર્યો છે. 22 જે સર્વ તેનું છે તેમાંથી સવારનું અજવાળું થતાં સુધીમાં એકાદ પુરુષને પણ જો હું જીવતો રહેવા દઉં, તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું અને એના કરતાં વધારે દુઃખ પમાડો.” 23 જયારે અબિગાઈલે દાઉદને જોયો, ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઊતરી પડી અને તેના મુખ આગળ સાષ્ટાંગ દંડવત કરીને જમીન સુધી નમીને પ્રમાણ કર્યા. 24 તેણે તેના પગે પડીને કહ્યું, “હે મારા માલિક, આ અપરાધ મારે શિરે, હા, મારા શિરે ગણાય. કૃપા કરીને આપની સેવિકાને તમારી સાથે વાત કરવા દો. મારી વાત સાંભળો. 25 મારા માલિકે આ નકામા માણસ નાબાલને ગણકારવો નહિ, કેમ કે જેવું તેનું નામ છે, તેવો જ તે છે. તેનું નામ નાબાલ છે અને તેનામાં નાદાની છે. પણ મારા માલિકના માણસો જેઓને તેં મોકલ્યા હતા તેઓને તમારી સેવિકાએ એટલે કે મેં જોયા નહોતા. 26 માટે હવે, હે મારા માલિક, હું જીવતા ઈશ્વરના તથા તમારા સમ ખાઈને કહું છું, ઈશ્વર તમને ખૂનના દોષથી, તમારે હાથે તમારું વેર લેવાથી પાછા રાખ્યા છે. તમારા શત્રુઓ, મારા માલિકનું અહિત તાકનારાઓ નાબાલ જેવા થાઓ. 27 અને હવે આ ભેંટ જે તમારી સેવિકા મારા માલિકને સારુ લાવી છે, તે જે જુવાનો મારા માલિકને અનુસરનારા છે તેઓને આપવામાં આવે. 28 કૃપા કરી તમારી સેવિકાનો અપરાધ માફ કરો, કેમ કે ચોક્કસ ઈશ્વર મારા માલિકના ઘરને મજબૂત બનાવશે, કેમ કે મારા માલિક ઈશ્વરની લડાઈ લડે છે; અને જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમારામાં દુરાચાર માલૂમ પડશે નહિ. 29 અને જો કે આપની પાછળ પડવાને તથા જીવ લેવાને ઘણાં માણસો ઊભા થશે, તો પણ મારા માલિકનો જીવ પ્રભુ તમારા ઈશ્વરની પાસેના જીવનના ભંડારમાં બાંધી રખાશે; અને તે તમારા શત્રુનું જીવન ગોફણમાંથી વીંઝાયેલા પથ્થરની માફક ફેંકી દેશે. 30 અને જે સર્વ હિતવચનો ઈશ્વર તમારા વિષે બોલ્યા છે તે પ્રમાણે જયારે તેમણે મારા માલિકને કર્યું હશે અને આપને ઇઝરાયલ ઉપર આગેવાન ઠરાવ્યાં હશે, ત્યારે એમ થશે કે, 31 મારા માલિક, આ વાતથી આપને દુઃખ કે ખેદ થવો ના જોઈએ, તમે વગર કારણે રક્તપાત કર્યો નથી કે વેર રાખ્યું નથી. અને જયારે ઈશ્વર આપનું એટલે કે મારા માલિકનું ભલું કરે, ત્યારે આપની સેવિકાને લક્ષમાં રાખજો.” 32 દાઉદે અબિગાઈલને કહ્યું, “ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની પ્રશંસા હો, કે જેમણે તને આજ મને મળવાને મોકલી. 33 અને તારી બુદ્ધિની તથા તારી હું પ્રશંસા કરું છું. કારણ કે તેં મને આજે ખૂનના દોષથી અને મારે પોતાને હાથે મારું પોતાનું વેર વાળવાથી અટકાવ્યો છે. 34 ઇઝરાયલના જીવંત ઈશ્વર, જેમણે તને નુકસાન કરવાથી મને પાછો રાખ્યો છે, તેમના સોગનપૂર્વક હું કહું છું કે જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચે સવારનું અજવાળું થતાં પહેલા નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ. સંહાર કરાઈ ગયો હોત” 35 પછી જે તે તેને માટે લાવી હતી તે દાઉદે તેના હાથમાંથી લીધું; દાઉદે તેને કહ્યું, “શાંતિથી તારા ઘરે જા; જો, મેં તારી વિનંતી સાંભળી છે તારે ખાતર તે બધું હું સ્વીકારું છું.” 36 અબિગાઈલ નાબાલ પાસે પાછી આવી; ત્યારે તેણે પોતાને ઘરે રાજ ભોજનની મહેફિલ રાખી હતી; તે વખતે નાબાલ ખુશમિજાજમાં હતો. તેણે ખૂબ નશો કર્યો હતો. તેથી સવાર પડતાં સુધી અબિગાઈલે તેને કશું કહ્યું નહિ. 37 સવારે નાબાલનો કેફ ઊતર્યા પછી, તેની પત્નીએ એ બધી વાતો તેને કહી; તે સાંભળીને તેના હોશકોશ ઊડી ગયા. તે પથ્થર જેવો જડ થઈ ગયો. 38 આશરે દશ દિવસ પછી ઈશ્વરે નાબાલને એવો માર્યો કે તે મૃત્યુ પામ્યો. 39 અને દાઉદે જાણ્યું કે નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું, “ઈશ્વર પ્રશંસનીય છે; તેમણે નાબાલે મને જે મહેણાં માર્યા હતા તેનું વેર વાળ્યું છે. વળી તેમણે પોતાના સેવકને દુરાચાર કરવાથી અટકાવ્યો છે. અને ઈશ્વરે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેના જ માથે નાખ્યું છે.” પછી દાઉદે માણસ મોકલીને પોતાની સાથે અબિગાઈલને લગ્ન કરવા માટે કહેવડાવ્યું. 40 દાઉદના સેવકો કાર્મેલમાં અબિગાઈલ પાસે આવ્યા, તેઓએ તેને કહ્યું, “દાઉદ સાથે તારું લગ્ન કરવા માટે તેણે અમને તને તેડવા અમને મોકલ્યા છે.” 41 તેણે ઊઠીને ભૂમિ સુધી નમીને નમન કર્યું અને કહ્યું, “જુઓ તમારી સેવિકા મારા માલિકના સેવકોનાં પગ ધોનારી દાસી જેવી છે.” 42 અબિગાઈલે ઝટપટ ગધેડા પર સવારી કરી. પછી તેણે જવા માંડ્યું. તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; તે દાઉદના સંદેશ વાહકોની સાથે ગઈ અને દાઉદની પત્ની થઈ. 43 દાઉદે યિઝ્રએલી અહિનોઆમની સાથે પણ લગ્ન કર્યા; તે બન્ને તેની પત્નીઓ થઈ. 44 હવે શાઉલે પોતાની દીકરી મિખાલને એટલે દાઉદની પત્નીને, લાઈશનો દીકરો પાલ્ટી, જે ગાલ્લીમનો હતો તેને આપી.

In Other Versions

1 Samuel 25 in the ANGEFD

1 Samuel 25 in the ANTPNG2D

1 Samuel 25 in the AS21

1 Samuel 25 in the BAGH

1 Samuel 25 in the BBPNG

1 Samuel 25 in the BBT1E

1 Samuel 25 in the BDS

1 Samuel 25 in the BEV

1 Samuel 25 in the BHAD

1 Samuel 25 in the BIB

1 Samuel 25 in the BLPT

1 Samuel 25 in the BNT

1 Samuel 25 in the BNTABOOT

1 Samuel 25 in the BNTLV

1 Samuel 25 in the BOATCB

1 Samuel 25 in the BOATCB2

1 Samuel 25 in the BOBCV

1 Samuel 25 in the BOCNT

1 Samuel 25 in the BOECS

1 Samuel 25 in the BOGWICC

1 Samuel 25 in the BOHCB

1 Samuel 25 in the BOHCV

1 Samuel 25 in the BOHLNT

1 Samuel 25 in the BOHNTLTAL

1 Samuel 25 in the BOICB

1 Samuel 25 in the BOILNTAP

1 Samuel 25 in the BOITCV

1 Samuel 25 in the BOKCV

1 Samuel 25 in the BOKCV2

1 Samuel 25 in the BOKHWOG

1 Samuel 25 in the BOKSSV

1 Samuel 25 in the BOLCB

1 Samuel 25 in the BOLCB2

1 Samuel 25 in the BOMCV

1 Samuel 25 in the BONAV

1 Samuel 25 in the BONCB

1 Samuel 25 in the BONLT

1 Samuel 25 in the BONUT2

1 Samuel 25 in the BOPLNT

1 Samuel 25 in the BOSCB

1 Samuel 25 in the BOSNC

1 Samuel 25 in the BOTLNT

1 Samuel 25 in the BOVCB

1 Samuel 25 in the BOYCB

1 Samuel 25 in the BPBB

1 Samuel 25 in the BPH

1 Samuel 25 in the BSB

1 Samuel 25 in the CCB

1 Samuel 25 in the CUV

1 Samuel 25 in the CUVS

1 Samuel 25 in the DBT

1 Samuel 25 in the DGDNT

1 Samuel 25 in the DHNT

1 Samuel 25 in the DNT

1 Samuel 25 in the ELBE

1 Samuel 25 in the EMTV

1 Samuel 25 in the ESV

1 Samuel 25 in the FBV

1 Samuel 25 in the FEB

1 Samuel 25 in the GGMNT

1 Samuel 25 in the GNT

1 Samuel 25 in the HARY

1 Samuel 25 in the HNT

1 Samuel 25 in the IRVA

1 Samuel 25 in the IRVB

1 Samuel 25 in the IRVH

1 Samuel 25 in the IRVK

1 Samuel 25 in the IRVM

1 Samuel 25 in the IRVM2

1 Samuel 25 in the IRVO

1 Samuel 25 in the IRVP

1 Samuel 25 in the IRVT

1 Samuel 25 in the IRVT2

1 Samuel 25 in the IRVU

1 Samuel 25 in the ISVN

1 Samuel 25 in the JSNT

1 Samuel 25 in the KAPI

1 Samuel 25 in the KBT1ETNIK

1 Samuel 25 in the KBV

1 Samuel 25 in the KJV

1 Samuel 25 in the KNFD

1 Samuel 25 in the LBA

1 Samuel 25 in the LBLA

1 Samuel 25 in the LNT

1 Samuel 25 in the LSV

1 Samuel 25 in the MAAL

1 Samuel 25 in the MBV

1 Samuel 25 in the MBV2

1 Samuel 25 in the MHNT

1 Samuel 25 in the MKNFD

1 Samuel 25 in the MNG

1 Samuel 25 in the MNT

1 Samuel 25 in the MNT2

1 Samuel 25 in the MRS1T

1 Samuel 25 in the NAA

1 Samuel 25 in the NASB

1 Samuel 25 in the NBLA

1 Samuel 25 in the NBS

1 Samuel 25 in the NBVTP

1 Samuel 25 in the NET2

1 Samuel 25 in the NIV11

1 Samuel 25 in the NNT

1 Samuel 25 in the NNT2

1 Samuel 25 in the NNT3

1 Samuel 25 in the PDDPT

1 Samuel 25 in the PFNT

1 Samuel 25 in the RMNT

1 Samuel 25 in the SBIAS

1 Samuel 25 in the SBIBS

1 Samuel 25 in the SBIBS2

1 Samuel 25 in the SBICS

1 Samuel 25 in the SBIDS

1 Samuel 25 in the SBIGS

1 Samuel 25 in the SBIHS

1 Samuel 25 in the SBIIS

1 Samuel 25 in the SBIIS2

1 Samuel 25 in the SBIIS3

1 Samuel 25 in the SBIKS

1 Samuel 25 in the SBIKS2

1 Samuel 25 in the SBIMS

1 Samuel 25 in the SBIOS

1 Samuel 25 in the SBIPS

1 Samuel 25 in the SBISS

1 Samuel 25 in the SBITS

1 Samuel 25 in the SBITS2

1 Samuel 25 in the SBITS3

1 Samuel 25 in the SBITS4

1 Samuel 25 in the SBIUS

1 Samuel 25 in the SBIVS

1 Samuel 25 in the SBT

1 Samuel 25 in the SBT1E

1 Samuel 25 in the SCHL

1 Samuel 25 in the SNT

1 Samuel 25 in the SUSU

1 Samuel 25 in the SUSU2

1 Samuel 25 in the SYNO

1 Samuel 25 in the TBIAOTANT

1 Samuel 25 in the TBT1E

1 Samuel 25 in the TBT1E2

1 Samuel 25 in the TFTIP

1 Samuel 25 in the TFTU

1 Samuel 25 in the TGNTATF3T

1 Samuel 25 in the THAI

1 Samuel 25 in the TNFD

1 Samuel 25 in the TNT

1 Samuel 25 in the TNTIK

1 Samuel 25 in the TNTIL

1 Samuel 25 in the TNTIN

1 Samuel 25 in the TNTIP

1 Samuel 25 in the TNTIZ

1 Samuel 25 in the TOMA

1 Samuel 25 in the TTENT

1 Samuel 25 in the UBG

1 Samuel 25 in the UGV

1 Samuel 25 in the UGV2

1 Samuel 25 in the UGV3

1 Samuel 25 in the VBL

1 Samuel 25 in the VDCC

1 Samuel 25 in the YALU

1 Samuel 25 in the YAPE

1 Samuel 25 in the YBVTP

1 Samuel 25 in the ZBP