2 Chronicles 25 (IRVG)

1 અમાસ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું અને તે યરુશાલેમની હતી. 2 તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ પૂરા હૃદયથી નહિ. 3 જયારે રાજ તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા. 4 પણ તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યાં નહિ, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું, એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, “બાળકોના કારણે પિતાઓને મારી નાખવાં નહિ, તેમ જ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહિ. તેના બદલે, દરેક વ્યક્તિ પોતાનાં જ પાપનાં કારણે માર્યો જાય.” 5 પછી, અમાસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા અને તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયાના લોકોને તથા બિન્યામીનીઓને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નીમ્યા. તેણે તેઓમાંના વીસ વર્ષના તેથી ઉપરની વય ધરાવનારાઓની ગણતરી કરી. તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે તેવા પસંદ કરેલા એવા ત્રણ લાખ માણસો મળી આવ્યા. 6 તેણે એકસો તાલંત ચાંદી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ લડવૈયાઓને નીમ્યા. 7 પણ એવામાં એક ઈશ્વરભક્તે આવીને તેને કહ્યું, “હે રાજા, ઇઝરાયલી સૈન્યને તારી સાથે આવવા ન દઈશ, કેમ કે ઇઝરાયલીઓ એટલે એફ્રાઇમીઓની સાથે ઈશ્વર નથી. 8 પણ તેમ છતાં જો તમે જશો અને તમે ગમે તેટલી નીડરતાથી લડશો, તો પણ ઈશ્વર તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કેમ કે, સહાય કરવાને તથા પાડી નાખવાને પણ ઈશ્વર સમર્થ છે.” 9 અમાસ્યાએ તે ઈશ્વરભક્તે કહ્યું, “પણ ઇઝરાયલના સૈન્ય માટે જે એકસો તાલંત ચાંદી મેં આપી છે તેનું આપણે શું કરવું?” તેણે ઉત્તર આપ્યો, “ઈશ્વર તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે.” 10 તેથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેઓને પોતાના સૈન્યથી જુદા પાડીને ઘરે પાછા મોકલી દીધા; તેથી તે લોકો યહૂદિયા પર ઘણાં નારાજ થયા અને ક્રોધાયમાન થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા. 11 અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઈ ગયો અને ત્યાં તેણે સેઈરના દસ હજાર માણસોને હરાવ્યા. 12 યહૂદિયાના સૈન્યએ બીજા દસ હજારને જીવતા પકડીને તેઓને ખડકની ટોચ પરથી નીચે ફેંકી દીધાં. તેથી તેઓ બધાના ટુકડે ટુકડાં થઈ ગયા. 13 તે દરમિયાન અમાસ્યાએ જે સૈન્યના સૈનિકોને પાછા મોકલી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે યુદ્ધમાં ના જાય, તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધીના યહૂદિયાના નગરો પર હુમલો કરીને ત્રણ હજાર માણસોને મારી નાખ્યા અને મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા. 14 તે પછી અદોમીઓની કતલ કરીને અમાસ્યા પાછો આવ્યો અને સેઈરના લોકોના દેવોને સાથે લઈ આવ્યો, તેણે પોતાના દેવો તરીકે તેઓની સ્થાપના કરી. તેણે તેઓની પૂજા કરી અને તેઓની આગળ ધૂપ બાળ્યો. 15 તેથી ઈશ્વરનો રોષ તેના ઉપર સળગી ઊઠ્યો. તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તે દેવોની પૂજા તેં શા માટે કરી?” 16 એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, “શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?” પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, “હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી.” 17 પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું કે, “આવો, આપણે યુદ્ધમાં સામસામા લડીએ.” 18 પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદાના રાજા અમાસ્યાને પ્રતિઉત્તર મોકલ્યો કે, “લબાનોન પરના એક ઉટકંટાએ લબાનોનમાંના દેવદાર વૃક્ષને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કર.’ પણ લબાનોનના એક વન્ય પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા ઉટકંટાને પોતાના પગ તળે કચડી નાખ્યો. 19 તું કહે છે, ‘જો, મેં અદોમને માર્યો છે’ અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?” 20 પણ અમાસ્યાએ તેનું સાંભળ્યું નહિ કેમ કે તે ઘટના તો ઈશ્વરથી થઈ હતી. તેઓ અદોમના દેવને પૂજતા હતા તેથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપ્યાં હતા. 21 માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી; અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામે જંગે ચઢ્યા. 22 યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસોથી હારીને પોતપોતાને ઘરે નાસી ગયા. 23 ઇઝરાયલનો રાજા યોઆશ યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તોડી નંખાવ્યો. 24 તેણે ઈશ્વરના સભાસ્થાનમાંથી બધું સોનુંચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં તે, રાજાના મહેલમાંથી કિંમતી વસ્તુઓ લઈ લીધી તે તથા ઓબેદ-અદોમના કુટુંબને તથા થોડા કેદીઓને લઈને સમરુન પાછો ફર્યો. 25 ઇઝરાયલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મૃત્યુ પછી યહૂદિયાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ જીવ્યો. 26 અમાસ્યાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં નથી શું? 27 હવે અમાસ્યા ઈશ્વરનું અનુકરણ ન કરતાં અલગ માર્ગ તરફ વળ્યો, તે સમયથી યરુશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધમાં બંડ કર્યુ. તેથી તે લાખીશ નાસી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો. 28 તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો.

In Other Versions

2 Chronicles 25 in the ANGEFD

2 Chronicles 25 in the ANTPNG2D

2 Chronicles 25 in the AS21

2 Chronicles 25 in the BAGH

2 Chronicles 25 in the BBPNG

2 Chronicles 25 in the BBT1E

2 Chronicles 25 in the BDS

2 Chronicles 25 in the BEV

2 Chronicles 25 in the BHAD

2 Chronicles 25 in the BIB

2 Chronicles 25 in the BLPT

2 Chronicles 25 in the BNT

2 Chronicles 25 in the BNTABOOT

2 Chronicles 25 in the BNTLV

2 Chronicles 25 in the BOATCB

2 Chronicles 25 in the BOATCB2

2 Chronicles 25 in the BOBCV

2 Chronicles 25 in the BOCNT

2 Chronicles 25 in the BOECS

2 Chronicles 25 in the BOGWICC

2 Chronicles 25 in the BOHCB

2 Chronicles 25 in the BOHCV

2 Chronicles 25 in the BOHLNT

2 Chronicles 25 in the BOHNTLTAL

2 Chronicles 25 in the BOICB

2 Chronicles 25 in the BOILNTAP

2 Chronicles 25 in the BOITCV

2 Chronicles 25 in the BOKCV

2 Chronicles 25 in the BOKCV2

2 Chronicles 25 in the BOKHWOG

2 Chronicles 25 in the BOKSSV

2 Chronicles 25 in the BOLCB

2 Chronicles 25 in the BOLCB2

2 Chronicles 25 in the BOMCV

2 Chronicles 25 in the BONAV

2 Chronicles 25 in the BONCB

2 Chronicles 25 in the BONLT

2 Chronicles 25 in the BONUT2

2 Chronicles 25 in the BOPLNT

2 Chronicles 25 in the BOSCB

2 Chronicles 25 in the BOSNC

2 Chronicles 25 in the BOTLNT

2 Chronicles 25 in the BOVCB

2 Chronicles 25 in the BOYCB

2 Chronicles 25 in the BPBB

2 Chronicles 25 in the BPH

2 Chronicles 25 in the BSB

2 Chronicles 25 in the CCB

2 Chronicles 25 in the CUV

2 Chronicles 25 in the CUVS

2 Chronicles 25 in the DBT

2 Chronicles 25 in the DGDNT

2 Chronicles 25 in the DHNT

2 Chronicles 25 in the DNT

2 Chronicles 25 in the ELBE

2 Chronicles 25 in the EMTV

2 Chronicles 25 in the ESV

2 Chronicles 25 in the FBV

2 Chronicles 25 in the FEB

2 Chronicles 25 in the GGMNT

2 Chronicles 25 in the GNT

2 Chronicles 25 in the HARY

2 Chronicles 25 in the HNT

2 Chronicles 25 in the IRVA

2 Chronicles 25 in the IRVB

2 Chronicles 25 in the IRVH

2 Chronicles 25 in the IRVK

2 Chronicles 25 in the IRVM

2 Chronicles 25 in the IRVM2

2 Chronicles 25 in the IRVO

2 Chronicles 25 in the IRVP

2 Chronicles 25 in the IRVT

2 Chronicles 25 in the IRVT2

2 Chronicles 25 in the IRVU

2 Chronicles 25 in the ISVN

2 Chronicles 25 in the JSNT

2 Chronicles 25 in the KAPI

2 Chronicles 25 in the KBT1ETNIK

2 Chronicles 25 in the KBV

2 Chronicles 25 in the KJV

2 Chronicles 25 in the KNFD

2 Chronicles 25 in the LBA

2 Chronicles 25 in the LBLA

2 Chronicles 25 in the LNT

2 Chronicles 25 in the LSV

2 Chronicles 25 in the MAAL

2 Chronicles 25 in the MBV

2 Chronicles 25 in the MBV2

2 Chronicles 25 in the MHNT

2 Chronicles 25 in the MKNFD

2 Chronicles 25 in the MNG

2 Chronicles 25 in the MNT

2 Chronicles 25 in the MNT2

2 Chronicles 25 in the MRS1T

2 Chronicles 25 in the NAA

2 Chronicles 25 in the NASB

2 Chronicles 25 in the NBLA

2 Chronicles 25 in the NBS

2 Chronicles 25 in the NBVTP

2 Chronicles 25 in the NET2

2 Chronicles 25 in the NIV11

2 Chronicles 25 in the NNT

2 Chronicles 25 in the NNT2

2 Chronicles 25 in the NNT3

2 Chronicles 25 in the PDDPT

2 Chronicles 25 in the PFNT

2 Chronicles 25 in the RMNT

2 Chronicles 25 in the SBIAS

2 Chronicles 25 in the SBIBS

2 Chronicles 25 in the SBIBS2

2 Chronicles 25 in the SBICS

2 Chronicles 25 in the SBIDS

2 Chronicles 25 in the SBIGS

2 Chronicles 25 in the SBIHS

2 Chronicles 25 in the SBIIS

2 Chronicles 25 in the SBIIS2

2 Chronicles 25 in the SBIIS3

2 Chronicles 25 in the SBIKS

2 Chronicles 25 in the SBIKS2

2 Chronicles 25 in the SBIMS

2 Chronicles 25 in the SBIOS

2 Chronicles 25 in the SBIPS

2 Chronicles 25 in the SBISS

2 Chronicles 25 in the SBITS

2 Chronicles 25 in the SBITS2

2 Chronicles 25 in the SBITS3

2 Chronicles 25 in the SBITS4

2 Chronicles 25 in the SBIUS

2 Chronicles 25 in the SBIVS

2 Chronicles 25 in the SBT

2 Chronicles 25 in the SBT1E

2 Chronicles 25 in the SCHL

2 Chronicles 25 in the SNT

2 Chronicles 25 in the SUSU

2 Chronicles 25 in the SUSU2

2 Chronicles 25 in the SYNO

2 Chronicles 25 in the TBIAOTANT

2 Chronicles 25 in the TBT1E

2 Chronicles 25 in the TBT1E2

2 Chronicles 25 in the TFTIP

2 Chronicles 25 in the TFTU

2 Chronicles 25 in the TGNTATF3T

2 Chronicles 25 in the THAI

2 Chronicles 25 in the TNFD

2 Chronicles 25 in the TNT

2 Chronicles 25 in the TNTIK

2 Chronicles 25 in the TNTIL

2 Chronicles 25 in the TNTIN

2 Chronicles 25 in the TNTIP

2 Chronicles 25 in the TNTIZ

2 Chronicles 25 in the TOMA

2 Chronicles 25 in the TTENT

2 Chronicles 25 in the UBG

2 Chronicles 25 in the UGV

2 Chronicles 25 in the UGV2

2 Chronicles 25 in the UGV3

2 Chronicles 25 in the VBL

2 Chronicles 25 in the VDCC

2 Chronicles 25 in the YALU

2 Chronicles 25 in the YAPE

2 Chronicles 25 in the YBVTP

2 Chronicles 25 in the ZBP