2 Samuel 24 (IRVG)
1 ઈશ્વરનો કોપ ફરીથી ઇઝરાયલ ઉપર સળગ્યો, તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની વસ્તી ગણતરી કર.” 2 રાજાએ યોઆબ સેનાપતિને કે જે તેની સાથે હતો તેને કહ્યું, “દાનથી તે બેરશેબા સુધી ઇઝરાયલનાં સર્વ કુળોમાં ફરીને લોકોની ગણતરી કર કે, હું લોકોની કુલ સંખ્યા જાણું કે જેઓ યુદ્ધને માટે તૈયાર છે.” 3 યોઆબે રાજાને કહ્યું, “લોકો ગમે તેટલાં હોય, તો પણ તમારા પ્રભુ ઈશ્વર તેઓને સોગણાં વધારો અને તું મારો માલિક રાજા પોતાની આંખે તે જુએ. પણ હે રાજા આ વાતમાં તું કેમ આનંદ માને છે?” 4 તોપણ રાજાનું વચન યોઆબની તથા સૈન્યના સરદારોની ઉપર અસરકારક થયું. તેથી યોઆબ તથા સૈન્યના સરદારો ઇઝરાયલના લોકોની ગણતરી કરવાને રાજાની હજૂરમાંથી ગયા. 5 તેઓએ યર્દન ઊતરીને દક્ષિણ તરફના નગર અરોએરની ખીણમાં છાવણી કરી. પછી તેઓએ ગાદથી યાઝેર સુધી મુસાફરી કરી. 6 તેઓ ગિલ્યાદ તથા તાહતીમ-હોદશીના દેશમાં આવ્યા, પછી તેઓ દાન-યાઆનમાં આવ્યા અને ચારેબાજુ ફરીને તેઓ સિદોન ભણી ગયા. 7 તૂરના મજબૂત કિલ્લામાં, હિવ્વીઓના તથા કનાનીઓના સર્વ નગરોમાં તેઓ પહોંચ્યા. પછી તેઓ યહૂદિયાના નેગેબમાં બેરશેબામાં ગયા. 8 એમ આખા દેશમાં સ્થળે ફરીને વસ્તી ગણતરી કરી. નવ મહિના અને વીસ દિવસે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા. 9 પછી યોઆબે રાજા આગળ યોદ્ધાઓની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી.તે મુજબ ઇઝરાયલમાં તલવાર ચલાવનાર આઠ લાખ શૂરવીર પુરુષો તથા યહૂદિયામાં એવા પાંચ લાખ પુરુષો હતા. 10 દાઉદે માણસોની ગણતરી કરાવ્યા પછી તે પોતાના હૃદયમાં ખિન્ન થયો. તેથી દાઉદે ઈશ્વરને કહ્યું, “મેં આ કરીને મોટું પાપ કર્યું છે. હવે, હે ઈશ્વર, કૃપા કરી તારા સેવકનો દોષ દૂર કર, કેમ કે મેં ઘણું મૂર્ખતાભર્યું કામ કર્યું છે.” 11 જયારે દાઉદ સવારે ઊઠ્યો, તે અગાઉ દાઉદ અને ઈશ્વર વચ્ચેના મધ્યસ્થ ગાદ પ્રબોધકની પાસે ઈશ્વરનું વચન આવ્યું કે 12 તું દાઉદ પાસે જઈને તેને કહે ‘ઈશ્વર એમ કહે છે કે: હું તારી આગળ ત્રણ વિકલ્પો મૂકું છું. તેમાંથી એક તું પસંદ કર કે તે પ્રમાણે હું તને કરું. 13 માટે ગાદે દાઉદ પાસે આવીને તેને કહ્યું, “તારા અપરાધને લીધે દેશમાં સાત વર્ષ સુધી દુકાળ આવે? અથવા તારા શત્રુઓ તારી પાછળ લાગે અને તું ત્રણ મહિના સુધી તેઓની આગળ નાસી જાય? અથવા તારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે આ ત્રણ બાબતોમાંથી કોઈ એકની પસંદગી કરીને જણાવ. તે પ્રમાણેનો જવાબ હું મને મોકલનાર ઈશ્વરને આપીશ.” 14 ત્યારે દાઉદે ગાદને કહ્યું, “હું ઘણી મુશ્કેલીમાં છું. માણસનાં હાથમાં પડવા કરતાં આપણે ઈશ્વરના હાથમાં જ પડીએ એ સારું છે. કેમ કે તેમની દયા પુષ્કળ છે.” 15 તેથી ઈશ્વરે ઇઝરાયલમાં સવારથી તે ઠરાવેલા સમય સુધી મરકી મોકલી દાનથી તે બેરશેબા સુધી લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યા. 16 દૂતે યરુશાલેમનો નાશ કરવાને પોતાનો હાથ તેની તરફ લંબાવ્યો, ત્યારે ઈશ્વરે યરુશાલેમનું નુકસાન કરવાથી તેના મનને બદલી નાખ્યું જે દૂત લોકોનો નાશ કરતો હતો, તેને તેમણે કહ્યું, “હવે બસ! તારો હાથ પાછો લે.” તે સમયે ઈશ્વરનો દૂત અરાવ્નાહ યબૂસીની ખળી પાસે ઊભો હતો. 17 અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે ઈશ્વરને કહ્યું, “જો, મેં તો પાપ કર્યું છે તથા દુષ્ટ કામ પણ કર્યા છે. પણ આ ઘેટાંએ શું કર્યું છે? કૃપા કરી તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના ઘરની વિરુદ્ધ કરો, ઘેટાંની વિરુદ્ધ નહિ.” 18 તે દિવસે ગાદે દાઉદ પાસે આવીને કહ્યું, “જા અરાવ્નાહ યબૂસીની ખળીમાં ઈશ્વરને માટે વેદી બાંધ.” 19 માટે ગાદના કહેવા પ્રમાણે, ઈશ્વરે આજ્ઞા કરી હતી તે મુજબ, દાઉદ ગયો. 20 અરાવ્નાહે બહાર નજર કરી, તો તેણે રાજાને તથા તેના ચાકરોને પોતાની નજીક આવતા જોયા. માટે અરાવ્નાહ તેઓની સામે ગયો. તેણે રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. 21 પછી અરાવ્નાહે કહ્યું, “મારો માલિક રાજા પોતાના ચાકરની પાસે કેમ આવ્યો છે?” દાઉદે કહ્યું, લોકોમાંથી મરકી બંધ થાય માટે ઈશ્વરને સારુ વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખળી વેચાતી લેવાને હું આવ્યો છું. 22 અરાવ્નાહે દાઉદને કહ્યું, “મારા માલિક રાજા, ખળી તારી પોતાની છે એમ સમજીને લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો, અહીં દહનીયાર્પણને માટે બળદો અને લાકડાને માટે ખળીના ઓજારો તથા બળદોનો સામાન છે. 23 હે મારા રાજા, હું અરાવ્નાહ આ બધું તને આપું છું.” પછી અરાવ્નાહે રાજાને કહ્યું, “તારા પ્રભુ ઈશ્વર તને માન્ય કરો.” 24 રાજાએ અરાવ્નાહને કહ્યું, “એમ નહિ, હું નિશ્ચે મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઈશ. મેં જેની કિંમત ચૂકવી ન હોય તેનું હું મારા પ્રભુ ઈશ્વરની આગળ કેવી રીતે દહનીયાર્પણ કરું?” તેથી દાઉદે પચાસ શેકેલ 575 ગ્રામ ચાંદી આપીને ખળી તથા બળદોને ખરીદી લીધા. 25 દાઉદે ત્યાં ઈશ્વરને માટે વેદી બાંધી અને તેની ઉપર દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યા. એમ ઈશ્વર દેશ ઉપર પ્રસન્ન થયા અને ઇઝરાયલમાંથી મરકી બંધ થઈ.
In Other Versions
2 Samuel 24 in the ANGEFD
2 Samuel 24 in the ANTPNG2D
2 Samuel 24 in the AS21
2 Samuel 24 in the BAGH
2 Samuel 24 in the BBPNG
2 Samuel 24 in the BBT1E
2 Samuel 24 in the BDS
2 Samuel 24 in the BEV
2 Samuel 24 in the BHAD
2 Samuel 24 in the BIB
2 Samuel 24 in the BLPT
2 Samuel 24 in the BNT
2 Samuel 24 in the BNTABOOT
2 Samuel 24 in the BNTLV
2 Samuel 24 in the BOATCB
2 Samuel 24 in the BOATCB2
2 Samuel 24 in the BOBCV
2 Samuel 24 in the BOCNT
2 Samuel 24 in the BOECS
2 Samuel 24 in the BOGWICC
2 Samuel 24 in the BOHCB
2 Samuel 24 in the BOHCV
2 Samuel 24 in the BOHLNT
2 Samuel 24 in the BOHNTLTAL
2 Samuel 24 in the BOICB
2 Samuel 24 in the BOILNTAP
2 Samuel 24 in the BOITCV
2 Samuel 24 in the BOKCV
2 Samuel 24 in the BOKCV2
2 Samuel 24 in the BOKHWOG
2 Samuel 24 in the BOKSSV
2 Samuel 24 in the BOLCB
2 Samuel 24 in the BOLCB2
2 Samuel 24 in the BOMCV
2 Samuel 24 in the BONAV
2 Samuel 24 in the BONCB
2 Samuel 24 in the BONLT
2 Samuel 24 in the BONUT2
2 Samuel 24 in the BOPLNT
2 Samuel 24 in the BOSCB
2 Samuel 24 in the BOSNC
2 Samuel 24 in the BOTLNT
2 Samuel 24 in the BOVCB
2 Samuel 24 in the BOYCB
2 Samuel 24 in the BPBB
2 Samuel 24 in the BPH
2 Samuel 24 in the BSB
2 Samuel 24 in the CCB
2 Samuel 24 in the CUV
2 Samuel 24 in the CUVS
2 Samuel 24 in the DBT
2 Samuel 24 in the DGDNT
2 Samuel 24 in the DHNT
2 Samuel 24 in the DNT
2 Samuel 24 in the ELBE
2 Samuel 24 in the EMTV
2 Samuel 24 in the ESV
2 Samuel 24 in the FBV
2 Samuel 24 in the FEB
2 Samuel 24 in the GGMNT
2 Samuel 24 in the GNT
2 Samuel 24 in the HARY
2 Samuel 24 in the HNT
2 Samuel 24 in the IRVA
2 Samuel 24 in the IRVB
2 Samuel 24 in the IRVH
2 Samuel 24 in the IRVK
2 Samuel 24 in the IRVM
2 Samuel 24 in the IRVM2
2 Samuel 24 in the IRVO
2 Samuel 24 in the IRVP
2 Samuel 24 in the IRVT
2 Samuel 24 in the IRVT2
2 Samuel 24 in the IRVU
2 Samuel 24 in the ISVN
2 Samuel 24 in the JSNT
2 Samuel 24 in the KAPI
2 Samuel 24 in the KBT1ETNIK
2 Samuel 24 in the KBV
2 Samuel 24 in the KJV
2 Samuel 24 in the KNFD
2 Samuel 24 in the LBA
2 Samuel 24 in the LBLA
2 Samuel 24 in the LNT
2 Samuel 24 in the LSV
2 Samuel 24 in the MAAL
2 Samuel 24 in the MBV
2 Samuel 24 in the MBV2
2 Samuel 24 in the MHNT
2 Samuel 24 in the MKNFD
2 Samuel 24 in the MNG
2 Samuel 24 in the MNT
2 Samuel 24 in the MNT2
2 Samuel 24 in the MRS1T
2 Samuel 24 in the NAA
2 Samuel 24 in the NASB
2 Samuel 24 in the NBLA
2 Samuel 24 in the NBS
2 Samuel 24 in the NBVTP
2 Samuel 24 in the NET2
2 Samuel 24 in the NIV11
2 Samuel 24 in the NNT
2 Samuel 24 in the NNT2
2 Samuel 24 in the NNT3
2 Samuel 24 in the PDDPT
2 Samuel 24 in the PFNT
2 Samuel 24 in the RMNT
2 Samuel 24 in the SBIAS
2 Samuel 24 in the SBIBS
2 Samuel 24 in the SBIBS2
2 Samuel 24 in the SBICS
2 Samuel 24 in the SBIDS
2 Samuel 24 in the SBIGS
2 Samuel 24 in the SBIHS
2 Samuel 24 in the SBIIS
2 Samuel 24 in the SBIIS2
2 Samuel 24 in the SBIIS3
2 Samuel 24 in the SBIKS
2 Samuel 24 in the SBIKS2
2 Samuel 24 in the SBIMS
2 Samuel 24 in the SBIOS
2 Samuel 24 in the SBIPS
2 Samuel 24 in the SBISS
2 Samuel 24 in the SBITS
2 Samuel 24 in the SBITS2
2 Samuel 24 in the SBITS3
2 Samuel 24 in the SBITS4
2 Samuel 24 in the SBIUS
2 Samuel 24 in the SBIVS
2 Samuel 24 in the SBT
2 Samuel 24 in the SBT1E
2 Samuel 24 in the SCHL
2 Samuel 24 in the SNT
2 Samuel 24 in the SUSU
2 Samuel 24 in the SUSU2
2 Samuel 24 in the SYNO
2 Samuel 24 in the TBIAOTANT
2 Samuel 24 in the TBT1E
2 Samuel 24 in the TBT1E2
2 Samuel 24 in the TFTIP
2 Samuel 24 in the TFTU
2 Samuel 24 in the TGNTATF3T
2 Samuel 24 in the THAI
2 Samuel 24 in the TNFD
2 Samuel 24 in the TNT
2 Samuel 24 in the TNTIK
2 Samuel 24 in the TNTIL
2 Samuel 24 in the TNTIN
2 Samuel 24 in the TNTIP
2 Samuel 24 in the TNTIZ
2 Samuel 24 in the TOMA
2 Samuel 24 in the TTENT
2 Samuel 24 in the UBG
2 Samuel 24 in the UGV
2 Samuel 24 in the UGV2
2 Samuel 24 in the UGV3
2 Samuel 24 in the VBL
2 Samuel 24 in the VDCC
2 Samuel 24 in the YALU
2 Samuel 24 in the YAPE
2 Samuel 24 in the YBVTP
2 Samuel 24 in the ZBP