Deuteronomy 31 (IRVG)

1 મૂસાએ જઈને આ બધી વાતો આખા ઇઝરાયલને કહી. 2 તેણે તેઓને કહ્યું, “હવે હું એકસો વીસ વર્ષનો થયો છું; હું બહાર જઈ શકતો નથી કે અંદર આવી શકતો નથી, યહોવાહે મને કહ્યું કે, ‘તું યર્દન નદી પાર જવા પામશે નહિ.’ 3 યહોવાહ તારા ઈશ્વર તારી આગળ પાર જશે; તે તારી આગળથી પ્રજાઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. યહોવાહની આજ્ઞા પ્રમાણે યહોશુઆ તમારી આગળ જશે. 4 અમોરીઓના રાજાઓ સીહોન તથા ઓગ તેઓના દેશ જેમનો યહોવાહે નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે. 5 અને યહોવાહ તે લોકોને તમારા હાથમાં સુપ્રત કરશે અને તમારે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવુ. 6 બળવાન તથા હિંમતવાન થાઓ, બીહો નહિ, તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે, જે તમારી સાથે જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે નહિ.” 7 મૂસાએ યહોશુઆને બોલવીને બધા ઇઝરાયલીઓની નજર સમક્ષ તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ યહોવાહ તારા ઈશ્વરે આ લોકોને આપવાનું તારા પિતૃઓ આગળ વચન આપ્યું છે, તેમાં તું તેઓની સાથે જશે. તું તે લોકોને દેશનો વારસો અપાવશે. 8 જે તારી આગળ જાય છે, તે તો યહોવાહ છે; તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ કે તને તજી દેશે નહિ, માટે તું ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ.” 9 મૂસાએ આ નિયમ લખીને યહોવાહના કરારકોશ ઊંચકનાર લેવી યાજકોને તથા ઇઝરાયલના બધા આગેવાનોને તેની એક એક નકલ આપી. 10 મૂસાએ તેઓને આજ્ઞા કરીને કહ્યું, “દર સાતમા વર્ષને અંતે એટલે કે છુટકારાના વર્ષને ઠરાવેલે સમયે, માંડવાપર્વમાં, 11 જયારે બધા ઇઝરાયલીઓ યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થળે હાજર થાય, ત્યારે બધા ઇઝરાયલની આગળ તેઓના સાંભળતાં તમે આ નિયમ વાંચજો. 12 લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે. 13 અને તેઓના સંતાનો કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળી અને જે દેશનું વતન પામવાને તમે યર્દન નદી ઊતરીને ત્યાં જાઓ છો તેમાં, જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવાહ તમારા ઈશ્વરથી બીતા શીખો. 14 પછી યહોવાહે મૂસાને કહ્યું, “જો, તારો મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બન્ને મુલાકાતમંડપમાં મારી પાસે આવો, જેથી હું તને મારી આજ્ઞા આપું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાતમંડપમાં ઉપસ્થિત રહ્યા. 15 અને યહોવાહ તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયા; અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો. 16 યહોવાહે મૂસાને કહ્યું, “જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે; અને આ લોકો ઊઠશે અને જે દેશમાં તેઓ વસવા જઈ રહ્યા છે તેમાં જઈ તેઓ અન્ય દેવોની પાછળ ગણિકાવૃતિ કરશે અને મારો ત્યાગ કરશે. અને મારો કરાર જે મેં તેઓની સાથે કર્યો તેનો તેઓ ભંગ કરશે. 17 ત્યારે મારો કોપ તે લોકો પર સળગી ઊઠશે અને હું તેઓને તજી દઈશ તથા તેઓનાથી વિમુખ થઈ જઈશ. અને તેઓ ભક્ષ થઈ પડશે. તેઓના પર અનેક આફતો અને સંકટો ઊતરશે ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી વચ્ચે નથી તેથી આ બધાં સંકટો આપણા પર આવી પડ્યાં નથી શું? 18 પણ તેઓએ અન્ય દેવોની પાછળ જઈને જે સર્વ દુષ્ટતા કરી હશે તેને કારણે જરૂર હું તેઓનાથી તે દિવસે મારું મુખ સંતાડીશ. 19 હવે આ ગીત તમે પોતાને માટે લખી લો અને તે તમે ઇઝરાયલપુત્રોને શીખવજો, તેઓને તે રટણ કરવા કહો કે જેથી આ ગીત ઇઝરાયલપુત્રોની વિરુદ્ધ મારા માટે સાક્ષીરૂપ થાય. 20 કેમ કે જે દૂધમધથી ભરપૂર દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા હતા, તેમાં જ્યારે હું તેઓને લઈ જઈશ ત્યારે તેઓ ખાઈને તથા તૃપ્ત થઈને પુષ્ટ થશે; અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેઓની સેવા કરશે અને મને ધિક્કારશે અને મારો કરાર તોડશે. 21 અને તેઓના પર ભયંકર દુઃખ તથા સંકટ આવી પડે ત્યારે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ. કે અત્યારે પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા હતા તેમાં હું તેઓને લાવું. તે પહેલાં તેઓ જે મનસૂબા ઘડે છે તે હું જાણું છું.” 22 તેથી તે જ દિવસે મૂસાએ આ ગીત લખ્યું. અને ઇઝરાયલપુત્રોને તે શીખવ્યું. 23 પછી યહોવાહે નૂનના પુત્ર યહોશુઆને સોંપણી કરી અને તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા; કારણ કે, ઇઝરાયલપુત્રોને મેં જે દેશ આપવાને મેં સમ ખાધા હતા તેમાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ.” 24 જયારે મૂસાએ આ નિયમોના શબ્દો શરૂથી અંત સુધી પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું ત્યારે એમ થયું કે, 25 મૂસાએ યહોવાહના કરારકોશને ઊંચકનારા લેવીઓને આજ્ઞા કરી કે, 26 “આ નિયમનું પુસ્તક લો અને તેને યહોવાહ તમારા ઈશ્વરના કરારકોશની સાથે રાખો કે, જેથી એ તમારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે. 27 કેમ કે હું તમારા જડ ગર્દન અને હઠીલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો તમારી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો; તો મારા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો? 28 તમારા કુળોના સર્વ વડીલો અને અમલદારોને મારી આગળ એકત્ર કરો કે, જેથી હું તેઓના સાંભળતાં આ વચનો કહું અને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી તરીકે રાખું. 29 મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો અને જે માર્ગે મેં તમને ચાલવાનું કહ્યું છે તેમાંથી ભટકી જશો; તેથી ભવિષ્યમાં તમારા પર દુઃખ આવી પડશે. કારણ કે યહોવાહની નજરમાં જે દુષ્ટ છે તે કરીને તમે તમારા હાથનાં કામથી તમે યહોવાહને ક્રોધ ચઢાવશો.” 30 પછી મૂસાએ ઇઝરાયલની સમગ્ર સભાને સાંભળતાં એ આખા ગીતનાં વચનો શરૂથી અંત સુધી કહી સંભળાવ્યા.

In Other Versions

Deuteronomy 31 in the ANGEFD

Deuteronomy 31 in the ANTPNG2D

Deuteronomy 31 in the AS21

Deuteronomy 31 in the BAGH

Deuteronomy 31 in the BBPNG

Deuteronomy 31 in the BBT1E

Deuteronomy 31 in the BDS

Deuteronomy 31 in the BEV

Deuteronomy 31 in the BHAD

Deuteronomy 31 in the BIB

Deuteronomy 31 in the BLPT

Deuteronomy 31 in the BNT

Deuteronomy 31 in the BNTABOOT

Deuteronomy 31 in the BNTLV

Deuteronomy 31 in the BOATCB

Deuteronomy 31 in the BOATCB2

Deuteronomy 31 in the BOBCV

Deuteronomy 31 in the BOCNT

Deuteronomy 31 in the BOECS

Deuteronomy 31 in the BOGWICC

Deuteronomy 31 in the BOHCB

Deuteronomy 31 in the BOHCV

Deuteronomy 31 in the BOHLNT

Deuteronomy 31 in the BOHNTLTAL

Deuteronomy 31 in the BOICB

Deuteronomy 31 in the BOILNTAP

Deuteronomy 31 in the BOITCV

Deuteronomy 31 in the BOKCV

Deuteronomy 31 in the BOKCV2

Deuteronomy 31 in the BOKHWOG

Deuteronomy 31 in the BOKSSV

Deuteronomy 31 in the BOLCB

Deuteronomy 31 in the BOLCB2

Deuteronomy 31 in the BOMCV

Deuteronomy 31 in the BONAV

Deuteronomy 31 in the BONCB

Deuteronomy 31 in the BONLT

Deuteronomy 31 in the BONUT2

Deuteronomy 31 in the BOPLNT

Deuteronomy 31 in the BOSCB

Deuteronomy 31 in the BOSNC

Deuteronomy 31 in the BOTLNT

Deuteronomy 31 in the BOVCB

Deuteronomy 31 in the BOYCB

Deuteronomy 31 in the BPBB

Deuteronomy 31 in the BPH

Deuteronomy 31 in the BSB

Deuteronomy 31 in the CCB

Deuteronomy 31 in the CUV

Deuteronomy 31 in the CUVS

Deuteronomy 31 in the DBT

Deuteronomy 31 in the DGDNT

Deuteronomy 31 in the DHNT

Deuteronomy 31 in the DNT

Deuteronomy 31 in the ELBE

Deuteronomy 31 in the EMTV

Deuteronomy 31 in the ESV

Deuteronomy 31 in the FBV

Deuteronomy 31 in the FEB

Deuteronomy 31 in the GGMNT

Deuteronomy 31 in the GNT

Deuteronomy 31 in the HARY

Deuteronomy 31 in the HNT

Deuteronomy 31 in the IRVA

Deuteronomy 31 in the IRVB

Deuteronomy 31 in the IRVH

Deuteronomy 31 in the IRVK

Deuteronomy 31 in the IRVM

Deuteronomy 31 in the IRVM2

Deuteronomy 31 in the IRVO

Deuteronomy 31 in the IRVP

Deuteronomy 31 in the IRVT

Deuteronomy 31 in the IRVT2

Deuteronomy 31 in the IRVU

Deuteronomy 31 in the ISVN

Deuteronomy 31 in the JSNT

Deuteronomy 31 in the KAPI

Deuteronomy 31 in the KBT1ETNIK

Deuteronomy 31 in the KBV

Deuteronomy 31 in the KJV

Deuteronomy 31 in the KNFD

Deuteronomy 31 in the LBA

Deuteronomy 31 in the LBLA

Deuteronomy 31 in the LNT

Deuteronomy 31 in the LSV

Deuteronomy 31 in the MAAL

Deuteronomy 31 in the MBV

Deuteronomy 31 in the MBV2

Deuteronomy 31 in the MHNT

Deuteronomy 31 in the MKNFD

Deuteronomy 31 in the MNG

Deuteronomy 31 in the MNT

Deuteronomy 31 in the MNT2

Deuteronomy 31 in the MRS1T

Deuteronomy 31 in the NAA

Deuteronomy 31 in the NASB

Deuteronomy 31 in the NBLA

Deuteronomy 31 in the NBS

Deuteronomy 31 in the NBVTP

Deuteronomy 31 in the NET2

Deuteronomy 31 in the NIV11

Deuteronomy 31 in the NNT

Deuteronomy 31 in the NNT2

Deuteronomy 31 in the NNT3

Deuteronomy 31 in the PDDPT

Deuteronomy 31 in the PFNT

Deuteronomy 31 in the RMNT

Deuteronomy 31 in the SBIAS

Deuteronomy 31 in the SBIBS

Deuteronomy 31 in the SBIBS2

Deuteronomy 31 in the SBICS

Deuteronomy 31 in the SBIDS

Deuteronomy 31 in the SBIGS

Deuteronomy 31 in the SBIHS

Deuteronomy 31 in the SBIIS

Deuteronomy 31 in the SBIIS2

Deuteronomy 31 in the SBIIS3

Deuteronomy 31 in the SBIKS

Deuteronomy 31 in the SBIKS2

Deuteronomy 31 in the SBIMS

Deuteronomy 31 in the SBIOS

Deuteronomy 31 in the SBIPS

Deuteronomy 31 in the SBISS

Deuteronomy 31 in the SBITS

Deuteronomy 31 in the SBITS2

Deuteronomy 31 in the SBITS3

Deuteronomy 31 in the SBITS4

Deuteronomy 31 in the SBIUS

Deuteronomy 31 in the SBIVS

Deuteronomy 31 in the SBT

Deuteronomy 31 in the SBT1E

Deuteronomy 31 in the SCHL

Deuteronomy 31 in the SNT

Deuteronomy 31 in the SUSU

Deuteronomy 31 in the SUSU2

Deuteronomy 31 in the SYNO

Deuteronomy 31 in the TBIAOTANT

Deuteronomy 31 in the TBT1E

Deuteronomy 31 in the TBT1E2

Deuteronomy 31 in the TFTIP

Deuteronomy 31 in the TFTU

Deuteronomy 31 in the TGNTATF3T

Deuteronomy 31 in the THAI

Deuteronomy 31 in the TNFD

Deuteronomy 31 in the TNT

Deuteronomy 31 in the TNTIK

Deuteronomy 31 in the TNTIL

Deuteronomy 31 in the TNTIN

Deuteronomy 31 in the TNTIP

Deuteronomy 31 in the TNTIZ

Deuteronomy 31 in the TOMA

Deuteronomy 31 in the TTENT

Deuteronomy 31 in the UBG

Deuteronomy 31 in the UGV

Deuteronomy 31 in the UGV2

Deuteronomy 31 in the UGV3

Deuteronomy 31 in the VBL

Deuteronomy 31 in the VDCC

Deuteronomy 31 in the YALU

Deuteronomy 31 in the YAPE

Deuteronomy 31 in the YBVTP

Deuteronomy 31 in the ZBP