Genesis 26 (IRVG)

1 હવે ઇબ્રાહિમના સમયમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે ઉપરાંત તે દેશમાં બીજો દુકાળ પડ્યો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો. 2 ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, “તું મિસરમાં ન જતો; જે દેશ વિશે હું તને કહીશ ત્યાં રહે. 3 આ દેશમાં તું પ્રવાસી થઈને રહે, હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારા વંશજોને હું આ આખો દેશ આપીશ અને તારા પિતા ઇબ્રાહિમની આગળ મેં જે સોગન લીધા છે તે હું પૂરા કરીશ. 4 હું તારા વંશજોને વધારીને આકાશના તારાઓ જેટલા કરીશ અને આ સર્વ પ્રદેશો હું તારા વંશજોને આપીશ. પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે. 5 હું એમ કરીશ કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માનીને મારું ફરમાન, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ તથા મારા નિયમો પાળ્યા છે.” 6 તેથી ઇસહાક ગેરારમાં રહ્યો. 7 જયારે ત્યાંના માણસોએ તેની પત્ની વિષે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, “તે મારી બહેન છે.” કેમ કે તે મારી પત્ની છે, એવું કહેતાં તે ગભરાતો હતો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે, કારણ કે તે રૂપાળી હતી.” 8 પછી ઇસહાક ત્યાં ઘણો સમય રહ્યો અને પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીએથી જોયું તો જુઓ, ઇસહાક અને તેની પત્ની રિબકાને લાડ કરતો હતા. 9 અબીમેલેખે ઇસહાકને બોલાવીને કહ્યું, “જો, તે નિશ્ચે તારી પત્ની છે. તો પછી તું એમ કેમ બોલ્યો કે, ‘તે મારી બહેન છે?’ ઇસહાકે તેને કહ્યું, “મેં એવું વિચારેલું કે તેને પડાવી લેવા માટે કદાચ મને કોઈ મારી નાખે.” 10 અબીમેલેખે કહ્યું, “તેં આ અમને શું કર્યું છે? લોકોમાંથી કોઈપણ એક જણે તારી પત્ની સાથે સંબંધ બાંધ્યો હોત અને એવું કર્યાને લીધે તેં અમારી પાસે અપરાધ કરાવ્યો હોત.” 11 તેથી અબીમેલેખે સર્વ લોકોને ચેતવીને કહ્યું, “આ માણસને અથવા તેની પત્નીને નુકશાન કરનાર તે નિશ્ચે માર્યો જશે.” 12 ઇસહાકે તે દેશમાં વાવણી કરી અને તે જ વર્ષે સો ગણી કાપણી કરી, કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો. 13 તે ધનવાન થયો અને વૃદ્ધિ પામતાં ઘણો પ્રતિષ્ઠિત થયો. 14 તેની પાસે ઘણાં ઘેટાં તથા અન્ય જાનવર થયાં અને તેનું કુટુંબ પણ મોટું થયું. તેથી પલિસ્તીઓને તેના પ્રત્યે અદેખાઈ થઈ. 15 તેથી તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં જે સર્વ કૂવા તેના પિતાના દાસોએ ખોદ્યા હતા તે પલિસ્તીઓએ માટીથી પૂરી દીધા હતા. 16 અબીમેલેખે ઇસહાકને કહ્યું, “તું અમારી પાસેથી દૂર જા, કેમ કે તું અમારા કરતાં ઘણો બળવાન થયો છે.” 17 તેથી ઇસહાક ત્યાંથી નીકળીને ગેરારના નીચાણમાં જઈને વસ્યો. 18 તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં પાણીના જે કૂવા હતા જે તેના મરણ પછી પલિસ્તીઓએ પૂરી દીધા હતા, તે કૂવાઓ ઇસહાકે ફરીથી ખોદાવ્યા. તે કૂવાઓનાં જે નામ તેના પિતાએ રાખ્યા હતાં, તે જ નામ ઇસહાકે રાખ્યાં. 19 જયારે ઇસહાકના દાસોએ ખીણમાં ખોદ્યું ત્યારે તેઓને ત્યાં વહેતા પાણીનો એક કૂવો મળ્યો. 20 “એ પાણી અમારું છે” એમ કહેતાં ગેરારના ઘેટાંપાળકો ઇસહાકના ઘેટાંપાળકો સાથે ઝઘડયા અને તેથી તે કૂવાનું નામ ઇસહાકે “એસેક” રાખ્યું, કેમ કે તેઓ તેની સાથે ઝઘડ્યા હતા. 21 પછી તેઓએ બીજો કૂવો ખોદ્યો અને તે વિષે પણ તેઓ ઝઘડ્યા, તેથી તેણે તેનું નામ “સિટના” એટલે ગુસ્સાનો કૂવો રાખ્યું. 22 ત્યાંથી નીકળી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો પણ તેને સારુ તેઓ ઝઘડયા નહિ. તેથી તેણે તેનું નામ રહોબોથ રાખ્યું જેનો અર્થ એ છે કે, ‘હવે ઈશ્વરે અમારા માટે જગ્યા કરી છે તેથી આ દેશમાં અમે સમૃદ્ધ થઈશું.” 23 પછી ઇસહાક ત્યાંથી બેરશેબા ગયો. 24 તે જ રાત્રે તેને દર્શન આપીને ઈશ્વરે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું. બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારો વંશ વધારીશ.” 25 ઇસહાકે ત્યાં વેદી બાંધી અને ઈશ્વર સાથે વાત કરી. ત્યાં તેણે તેનો તંબુ બાંધ્યો અને તેના દાસોએ એક કૂવો ખોદ્યો. 26 પછી અબીમેલેખ ગેરારથી તેના મિત્ર અહુઝઝાથ તથા તેના સેનાપતિ ફીકોલ સાથે ઇસહાકની પાસે આવ્યો. 27 ઇસહાકે તેઓને કહ્યું, “તમે મને નફરત કરો છો અને તમારી પાસેથી મને દૂર મોકલી દીધો છે છતાં તમે મારી પાસે કેમ આવ્યા છો?” 28 તેઓએ કહ્યું, “અમે સ્પષ્ટ રીતે જોયું છે કે ઈશ્વર તારી સાથે છે. તેથી અમે નક્કી કર્યું કે, આપણી વચ્ચે, હા, તારી તથા અમારી વચ્ચે પ્રતિજ્ઞા કરવામાં આવે અને અમે તારી સાથે કરાર કરીએ, 29 જેમ અમે તારું નુકસાન કર્યું નથી, તારી સાથે સારો વ્યવહાર કર્યો છે અને શાંતિથી તને વિદાય કર્યો, તેમ તું અમારું નુકસાન ન કર. નિશ્ચે, તું ઈશ્વરથી આશીર્વાદિત છે.” 30 તેથી ઇસહાકે તેઓને સારુ મિજબાની કરી, તેઓ જમ્યા અને દ્રાક્ષાસવ પીધો. 31 તેઓએ વહેલી સવારે ઊઠીને એકબીજા સાથે પ્રતિજ્ઞા કરી. પછી ઇસહાકે તેઓને વિદાય કર્યા અને તેઓ તેની પાસેથી શાંતિએ ગયા. 32 તે જ દિવસે ઇસહાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો, તે વિષે તેઓએ આવીને કહ્યું, “અમને પાણી મળ્યું છે.” 33 તેણે કૂવાનું નામ શિબા રાખ્યુ, તેથી આજ સુધી તે નગરનું નામ બેરશેબા છે. 34 જયારે એસાવ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેણે હિત્તી બેરીની દીકરી યહૂદીથ તથા હિત્તી એલોનની દીકરી બાસમાથ સાથે લગ્ન કર્યા. 35 પણ આ સ્ત્રીઓએ ઇસહાક તથા રિબકાને દુઃખી કર્યા.

In Other Versions

Genesis 26 in the ANGEFD

Genesis 26 in the ANTPNG2D

Genesis 26 in the AS21

Genesis 26 in the BAGH

Genesis 26 in the BBPNG

Genesis 26 in the BBT1E

Genesis 26 in the BDS

Genesis 26 in the BEV

Genesis 26 in the BHAD

Genesis 26 in the BIB

Genesis 26 in the BLPT

Genesis 26 in the BNT

Genesis 26 in the BNTABOOT

Genesis 26 in the BNTLV

Genesis 26 in the BOATCB

Genesis 26 in the BOATCB2

Genesis 26 in the BOBCV

Genesis 26 in the BOCNT

Genesis 26 in the BOECS

Genesis 26 in the BOGWICC

Genesis 26 in the BOHCB

Genesis 26 in the BOHCV

Genesis 26 in the BOHLNT

Genesis 26 in the BOHNTLTAL

Genesis 26 in the BOICB

Genesis 26 in the BOILNTAP

Genesis 26 in the BOITCV

Genesis 26 in the BOKCV

Genesis 26 in the BOKCV2

Genesis 26 in the BOKHWOG

Genesis 26 in the BOKSSV

Genesis 26 in the BOLCB

Genesis 26 in the BOLCB2

Genesis 26 in the BOMCV

Genesis 26 in the BONAV

Genesis 26 in the BONCB

Genesis 26 in the BONLT

Genesis 26 in the BONUT2

Genesis 26 in the BOPLNT

Genesis 26 in the BOSCB

Genesis 26 in the BOSNC

Genesis 26 in the BOTLNT

Genesis 26 in the BOVCB

Genesis 26 in the BOYCB

Genesis 26 in the BPBB

Genesis 26 in the BPH

Genesis 26 in the BSB

Genesis 26 in the CCB

Genesis 26 in the CUV

Genesis 26 in the CUVS

Genesis 26 in the DBT

Genesis 26 in the DGDNT

Genesis 26 in the DHNT

Genesis 26 in the DNT

Genesis 26 in the ELBE

Genesis 26 in the EMTV

Genesis 26 in the ESV

Genesis 26 in the FBV

Genesis 26 in the FEB

Genesis 26 in the GGMNT

Genesis 26 in the GNT

Genesis 26 in the HARY

Genesis 26 in the HNT

Genesis 26 in the IRVA

Genesis 26 in the IRVB

Genesis 26 in the IRVH

Genesis 26 in the IRVK

Genesis 26 in the IRVM

Genesis 26 in the IRVM2

Genesis 26 in the IRVO

Genesis 26 in the IRVP

Genesis 26 in the IRVT

Genesis 26 in the IRVT2

Genesis 26 in the IRVU

Genesis 26 in the ISVN

Genesis 26 in the JSNT

Genesis 26 in the KAPI

Genesis 26 in the KBT1ETNIK

Genesis 26 in the KBV

Genesis 26 in the KJV

Genesis 26 in the KNFD

Genesis 26 in the LBA

Genesis 26 in the LBLA

Genesis 26 in the LNT

Genesis 26 in the LSV

Genesis 26 in the MAAL

Genesis 26 in the MBV

Genesis 26 in the MBV2

Genesis 26 in the MHNT

Genesis 26 in the MKNFD

Genesis 26 in the MNG

Genesis 26 in the MNT

Genesis 26 in the MNT2

Genesis 26 in the MRS1T

Genesis 26 in the NAA

Genesis 26 in the NASB

Genesis 26 in the NBLA

Genesis 26 in the NBS

Genesis 26 in the NBVTP

Genesis 26 in the NET2

Genesis 26 in the NIV11

Genesis 26 in the NNT

Genesis 26 in the NNT2

Genesis 26 in the NNT3

Genesis 26 in the PDDPT

Genesis 26 in the PFNT

Genesis 26 in the RMNT

Genesis 26 in the SBIAS

Genesis 26 in the SBIBS

Genesis 26 in the SBIBS2

Genesis 26 in the SBICS

Genesis 26 in the SBIDS

Genesis 26 in the SBIGS

Genesis 26 in the SBIHS

Genesis 26 in the SBIIS

Genesis 26 in the SBIIS2

Genesis 26 in the SBIIS3

Genesis 26 in the SBIKS

Genesis 26 in the SBIKS2

Genesis 26 in the SBIMS

Genesis 26 in the SBIOS

Genesis 26 in the SBIPS

Genesis 26 in the SBISS

Genesis 26 in the SBITS

Genesis 26 in the SBITS2

Genesis 26 in the SBITS3

Genesis 26 in the SBITS4

Genesis 26 in the SBIUS

Genesis 26 in the SBIVS

Genesis 26 in the SBT

Genesis 26 in the SBT1E

Genesis 26 in the SCHL

Genesis 26 in the SNT

Genesis 26 in the SUSU

Genesis 26 in the SUSU2

Genesis 26 in the SYNO

Genesis 26 in the TBIAOTANT

Genesis 26 in the TBT1E

Genesis 26 in the TBT1E2

Genesis 26 in the TFTIP

Genesis 26 in the TFTU

Genesis 26 in the TGNTATF3T

Genesis 26 in the THAI

Genesis 26 in the TNFD

Genesis 26 in the TNT

Genesis 26 in the TNTIK

Genesis 26 in the TNTIL

Genesis 26 in the TNTIN

Genesis 26 in the TNTIP

Genesis 26 in the TNTIZ

Genesis 26 in the TOMA

Genesis 26 in the TTENT

Genesis 26 in the UBG

Genesis 26 in the UGV

Genesis 26 in the UGV2

Genesis 26 in the UGV3

Genesis 26 in the VBL

Genesis 26 in the VDCC

Genesis 26 in the YALU

Genesis 26 in the YAPE

Genesis 26 in the YBVTP

Genesis 26 in the ZBP