Genesis 31 (IRVG)

1 હવે યાકૂબે લાબાનના દીકરાઓને એવી વાતો કહેતા સાંભળ્યાં કે, “જે સઘળું આપણા પિતાનું હતું તે યાકૂબે લઈ લીધું છે. આપણા પિતાની સર્વ સંપત્તિ તેણે મેળવી છે.” 2 યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે. 3 પછી ઈશ્વરે યાકૂબને કહ્યું, “તું તારા પિતૃઓના દેશમાં તથા તારા કુટુંબીજનો પાસે પાછો જા અને હું તારી સાથે હોઈશ. 4 યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને ખેતરમાં તેના ટોળાં પાસે બોલાવી લીધાં. 5 અને તેઓને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે છે. 6 તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્ય સહિત તમારા પિતાની ચાકરી કરી છે. 7 તમારા પિતાએ મને ઠગ્યો છે અને મારા વેતનનો કરાર દસ વાર ભંગ કરેલો છે. પણ ઈશ્વરે તેનાથી મારું નુકસાન થવા દીધું નહિ.” 8 તેણે કહ્યું હતું કે, ‘છાંટવાળાં પશુઓ તારું વેતન થશે,’ પછી સર્વ પ્રાણીઓને છાંટવાળાં બચ્ચાં થયાં. વળી તેણે કહ્યું, પટ્ટાવાળાં પશુઓ તારું વેતન થશે અને પછી સર્વ પશુઓને પટ્ટાવાળાં બચ્ચાં જન્મ્યાં. 9 એ રીતે ઈશ્વરે તમારા પિતાના જાનવરોને લઈને મને આપ્યાં છે. 10 એક વાર મેં સ્વપ્નમાં જોયું કે ગર્ભધારણ કરવાની ઋતુમાં જે બકરાં ટોળાં સાથે મળીને આવતાં હતાં તેઓ પટ્ટાદાર, છાંટવાળાં તથા કાબરચીતરાં હતાં. 11 ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ.’ મેં કહ્યું, ‘હું આ રહ્યો” 12 તેણે કહ્યું, ‘તારી આંખો ઊંચી કરીને જો કે ટોળાં સાથે જે બકરાં સંબંધ બાંધે છે તેઓ સર્વ પટ્ટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા છે. કેમ કે લાબાન તને જે કરે છે તે સર્વ મેં જોયું છે. 13 જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો અને જ્યાં તેં મારી પ્રતિજ્ઞા લીધી હતી, તે બેથેલનો ઈશ્વર હું છું. હવે આ દેશમાંથી તું તારી જન્મભૂમિના દેશમાં પાછો જા.” 14 રાહેલે તથા લેઆએ તેને ઉત્તર આપ્યો, “શું અમારા પિતાના ઘરમાં અમારે સારુ કંઈ હિસ્સો કે વારસો છે? 15 શું તેમણે અમારી સાથે વિદેશી જેવો વ્યવહાર કર્યો નથી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા તમામ પૈસા પણ ખાઈ ગયા છે. 16 કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી, તે સર્વ અમારી તથા અમારા બાળકોની છે. તો પછી હવે, ઈશ્વરે તમને જે કંઈ કહ્યું છે તે પ્રમાણે કરો.” 17 પછી યાકૂબે ઊઠીને તેના દીકરાઓને તથા તેની પત્નીઓને ઊંટો પર બેસાડ્યાં. 18 તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી. 19 પછી લાબાન પોતાનાં ઘેટાંને કાતરવા ગયો હતો અને રાહેલે તેના પિતાના ઘરની મૂર્તિઓ ચોરી લીધી હતી. 20 યાકૂબે પોતાના જવાની ખબર તેને આપી નહિ અને લાબાન અરામીને છેતર્યો. 21 તેની પાસે જે હતું તે સર્વ લઈને તે વિદાય થયો અને ઝડપથી નદી પાર ઊતરી ગયો અને ગિલ્યાદ પર્વત તરફ આગળ વધ્યો. 22 ત્રીજે દિવસે લાબાનને કહેવામાં આવ્યું કે યાકૂબ નાસી ગયો છે. 23 તેથી તે તેની સાથે તેના સગાંઓને લઈને સાત દિવસની મુસાફરી જેટલા અંતર સુધી તેની પાછળ પડ્યો. તે ગિલ્યાદ પર્વત પર તેની આગળ નીકળી આવ્યો હતો. 24 હવે રાત્રે લાબાન અરામીના સ્વપ્નમાં ઈશ્વરે કહ્યું હતું, “તું યાકૂબને ખરું અથવા ખોટું કહેવા વિષે સાવચેત રહેજે.” 25 લાબાન યાકૂબની આગળ પહોંચી ગયો હતો. હવે યાકૂબે પહાડ પર તેનો તંબુ બાંધ્યો હતો. લાબાને પણ તેના સગાંઓ સાથે ગિલ્યાદ પહાડ પર તંબુ બાંધ્યો હતો. 26 લાબાને યાકૂબને કહ્યું, “આ તેં શું કર્યું છે, તેં મને છેતર્યો અને લડાઈમાં પકડેલા કેદીઓની જેમ મારી દીકરીઓને તું લઈ જાય છે? 27 શા માટે છાનોમાનો નાસી જાય છે? તેં કુયુક્તિથી મને અજાણ રાખ્યો છે. હું ગીતોથી, ખંજરીથી તથા વીણા વગાડીને ઊજવણી કરીને તને વિદાય આપત. 28 તેં મને મારા પૌત્રોને ચુંબન કરવા દીધું નહિ અને મારી દીકરીઓને ‘આવજો’ કહેવા પણ ન દીધુ. તેં ભારે મૂર્ખાઈ કરી છે. 29 તને નુકસાન કરવાની તાકાત મારા હાથમાં છે પણ તારા પિતાના ઈશ્વરે ગતરાત્રે મારી સાથે વાત કરતા કહ્યું, ‘તું યાકૂબને ખરુંખોટું કહેવા વિષે સાવચેત રહેજે” 30 અને હવે તારે જવું જોઈએ, કેમ કે તારા પિતાના ઘર માટે તું ઘણો આતુર થયો છે. પણ તેં મારી મૂર્તિઓને કેમ ચોરી લીધી છે?” 31 યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “હું તારાથી ગભરાઈ ગયો હતો અને મેં વિચાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળજબરીથી લઈ લેશે તેથી હું છાની રીતે નાસી આવ્યો. 32 જેણે તારા દેવો ચોર્યા હશે તે જીવતો રહેશે નહિ. મારી પાસે જે કંઈ છે તારું છે. જો મૂર્તિઓ હોય તો તે આપણા સગાઓની હાજરીમાં તું લઈ લે.” કેમ કે યાકૂબ જાણતો નહોતો કે રાહેલે તેઓને ચોરી લીધી હતી. 33 લાબાન યાકૂબના તંબુમાં, લેઆના તંબુમાં અને બે દાસીઓના તંબુમાં ગયો, પણ તેને તે મૂર્તિઓ મળી નહિ. તે લેઆના તંબુમાંથી બહાર નીકળીને રાહેલના તંબુમાં ગયો. 34 હવે રાહેલ ઘરની મૂર્તિઓને લઈને ઊંટોના જીન ઉપર તેઓને મૂકીને તે પર બેઠી હતી માટે લાબાનને તે મળી નહિ. 35 તેણે તેના પિતાને કહ્યું, “મારા પિતા, ગુસ્સે ન થાઓ, કેમ કે સ્ત્રીઓની રીત પ્રમાણે મને થયું હોવાથી હું તમારી આગળ ઊઠી શકતી નથી.” આમ લાબાને શોધ કરી પણ ઘરની મૂર્તિઓ તેને મળી નહિ. 36 યાકૂબ ગુસ્સે થયો અને લાબાન સાથે વિવાદ કર્યો. યાકૂબે લાબાનને કહ્યું, “મારો અપરાધ શો છે? મારું પાપ શું છે કે તું આટલી ઉગ્ર રીતે મારી પાછળ પડ્યો છે? 37 કેમ કે તેં મારો સર્વ સામાન તપાસ્યો છે. પણ તારા ઘરનું કશું મળી આવ્યું નથી. જો ચોરેલું કશું પકડાયું હોય તો તે અહીં આપણા સંબંધીઓની આગળ મૂક, કે જેથી તેઓ આપણા બન્નેનો ન્યાય કરે. 38 વીસ વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ જન્મ આપવામાં અસફળ ગઈ નથી, ના તો હું તારા ટોળાંનાં ઘેટાંઓને ખાઈ ગયો. 39 ફાડી નાખેલું હું તારી પાસે લાવ્યો ન હતો. તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો હતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો. 40 દિવસે તાપથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થયો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી. 41 આ વીસ વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી બે દીકરીઓને સારુ ચૌદ વર્ષ તથા તારાં જાનવરોને સારુ છ વર્ષ મેં તારી ચાકરી કરી છે. તેં દસ વાર મારા વેતનનો કરાર ભંગ કર્યો હતો. 42 જો મારા દાદા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાક જે ઈશ્વરના ભયમાં ચાલતા હતા, તે ઈશ્વર મારી સાથે ન હોત, તો નિશ્ચે આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે તારો અત્યાચાર તથા મારી સખત મહેનત જોયાં છે અને તેથી તેમણે ગતરાત્રે તને ઠપકો આપ્યો છે.” 43 લાબાને ઉત્તર આપીને યાકૂબને કહ્યું, “આ દીકરીઓ મારી દીકરીઓ છે, આ છોકરાઓ મારા છોકરા છે અને આ ટોળાં મારાં ટોળાં છે. જે સર્વ તું જુએ છે તે મારું છે. પણ હવે આ મારી દીકરીઓને તથા તેઓએ જે બાળકોને જન્મ આપ્યો છે, તેઓને લીધે તને હું શું કરું? 44 તેથી હવે ચાલ, આપણે બન્ને કરાર કરીએ અને તે મારી તથા તારી વચ્ચે સાક્ષી થશે.” 45 તેથી યાકૂબે પથ્થર લીધો અને સ્તંભ તરીકે તેને ઊભો કર્યો. 46 યાકૂબે તેના સંબંધીઓને કહ્યું, “પથ્થર એકઠા કરો.” તેથી તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો. પછી તેઓએ તે ઢગલા પાસે ખાધું. 47 લાબાને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો અને યાકૂબે તેને ગાલેદ કહ્યો. 48 લાબાને કહ્યું, “મારી તથા તારી વચ્ચે આ પથ્થરનાં ગંજ આજે સાક્ષી છે.” તે માટે તેનું નામ ગાલેદ કહેવાશે. 49 તેનું નામ મિસ્પાહ પણ પાડવામાં આવ્યું, કેમ કે લાબાને કહ્યું, “જયારે આપણે એકબીજાથી જુદા પડીએ, ત્યારે ઈશ્વર મારી અને તારી પર નજર રાખે. 50 જો તું મારી દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે અથવા મારી દીકરીઓ સિવાય બીજી પત્નીઓ કરે, તો આપણી વચ્ચે કોઈ માણસ નહિ પણ ઈશ્વર સાક્ષી છે.” 51 લાબાને યાકૂબને કહ્યું, “આ પથ્થરનાં ગંજને એટલે તારી તથા મારી વચ્ચે મેં જે સ્તંભ ઊભો કર્યો છે તે જો. 52 આ ગંજ અને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય. તારું અહિત કરવાને આ ગંજ ઓળંગીને હું તારી પાસે આવવાનો નથી અને આ ગંજ તથા સ્તંભ ઓળંગીને મારું અહિત કરવાને તું મારી પાસે આવીશ નહિ. 53 ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” યાકૂબે પોતાના પિતા ઇસહાક જે ઈશ્વરનો ભય રાખતા હતા તેમના સમ ખાધા. 54 યાકૂબે પહાડ પર બલિદાન આપ્યું અને ભોજન કરવાને તેના સંબંધીઓને બોલાવ્યા. તેઓએ ભોજન કર્યું અને આખી રાત પહાડ પર વિતાવી. 55 વહેલી સવારે લાબાન ઊઠ્યો અને પોતાના પૌત્રો-પૌત્રીઓને તથા પોતાની દીકરીઓને ચુંબન કરીને તેઓને આશીર્વાદ આપ્યો. પછી લાબાન ત્યાંથી પાછો વળીને પોતાને ઘરે પાછો ગયો.

In Other Versions

Genesis 31 in the ANGEFD

Genesis 31 in the ANTPNG2D

Genesis 31 in the AS21

Genesis 31 in the BAGH

Genesis 31 in the BBPNG

Genesis 31 in the BBT1E

Genesis 31 in the BDS

Genesis 31 in the BEV

Genesis 31 in the BHAD

Genesis 31 in the BIB

Genesis 31 in the BLPT

Genesis 31 in the BNT

Genesis 31 in the BNTABOOT

Genesis 31 in the BNTLV

Genesis 31 in the BOATCB

Genesis 31 in the BOATCB2

Genesis 31 in the BOBCV

Genesis 31 in the BOCNT

Genesis 31 in the BOECS

Genesis 31 in the BOGWICC

Genesis 31 in the BOHCB

Genesis 31 in the BOHCV

Genesis 31 in the BOHLNT

Genesis 31 in the BOHNTLTAL

Genesis 31 in the BOICB

Genesis 31 in the BOILNTAP

Genesis 31 in the BOITCV

Genesis 31 in the BOKCV

Genesis 31 in the BOKCV2

Genesis 31 in the BOKHWOG

Genesis 31 in the BOKSSV

Genesis 31 in the BOLCB

Genesis 31 in the BOLCB2

Genesis 31 in the BOMCV

Genesis 31 in the BONAV

Genesis 31 in the BONCB

Genesis 31 in the BONLT

Genesis 31 in the BONUT2

Genesis 31 in the BOPLNT

Genesis 31 in the BOSCB

Genesis 31 in the BOSNC

Genesis 31 in the BOTLNT

Genesis 31 in the BOVCB

Genesis 31 in the BOYCB

Genesis 31 in the BPBB

Genesis 31 in the BPH

Genesis 31 in the BSB

Genesis 31 in the CCB

Genesis 31 in the CUV

Genesis 31 in the CUVS

Genesis 31 in the DBT

Genesis 31 in the DGDNT

Genesis 31 in the DHNT

Genesis 31 in the DNT

Genesis 31 in the ELBE

Genesis 31 in the EMTV

Genesis 31 in the ESV

Genesis 31 in the FBV

Genesis 31 in the FEB

Genesis 31 in the GGMNT

Genesis 31 in the GNT

Genesis 31 in the HARY

Genesis 31 in the HNT

Genesis 31 in the IRVA

Genesis 31 in the IRVB

Genesis 31 in the IRVH

Genesis 31 in the IRVK

Genesis 31 in the IRVM

Genesis 31 in the IRVM2

Genesis 31 in the IRVO

Genesis 31 in the IRVP

Genesis 31 in the IRVT

Genesis 31 in the IRVT2

Genesis 31 in the IRVU

Genesis 31 in the ISVN

Genesis 31 in the JSNT

Genesis 31 in the KAPI

Genesis 31 in the KBT1ETNIK

Genesis 31 in the KBV

Genesis 31 in the KJV

Genesis 31 in the KNFD

Genesis 31 in the LBA

Genesis 31 in the LBLA

Genesis 31 in the LNT

Genesis 31 in the LSV

Genesis 31 in the MAAL

Genesis 31 in the MBV

Genesis 31 in the MBV2

Genesis 31 in the MHNT

Genesis 31 in the MKNFD

Genesis 31 in the MNG

Genesis 31 in the MNT

Genesis 31 in the MNT2

Genesis 31 in the MRS1T

Genesis 31 in the NAA

Genesis 31 in the NASB

Genesis 31 in the NBLA

Genesis 31 in the NBS

Genesis 31 in the NBVTP

Genesis 31 in the NET2

Genesis 31 in the NIV11

Genesis 31 in the NNT

Genesis 31 in the NNT2

Genesis 31 in the NNT3

Genesis 31 in the PDDPT

Genesis 31 in the PFNT

Genesis 31 in the RMNT

Genesis 31 in the SBIAS

Genesis 31 in the SBIBS

Genesis 31 in the SBIBS2

Genesis 31 in the SBICS

Genesis 31 in the SBIDS

Genesis 31 in the SBIGS

Genesis 31 in the SBIHS

Genesis 31 in the SBIIS

Genesis 31 in the SBIIS2

Genesis 31 in the SBIIS3

Genesis 31 in the SBIKS

Genesis 31 in the SBIKS2

Genesis 31 in the SBIMS

Genesis 31 in the SBIOS

Genesis 31 in the SBIPS

Genesis 31 in the SBISS

Genesis 31 in the SBITS

Genesis 31 in the SBITS2

Genesis 31 in the SBITS3

Genesis 31 in the SBITS4

Genesis 31 in the SBIUS

Genesis 31 in the SBIVS

Genesis 31 in the SBT

Genesis 31 in the SBT1E

Genesis 31 in the SCHL

Genesis 31 in the SNT

Genesis 31 in the SUSU

Genesis 31 in the SUSU2

Genesis 31 in the SYNO

Genesis 31 in the TBIAOTANT

Genesis 31 in the TBT1E

Genesis 31 in the TBT1E2

Genesis 31 in the TFTIP

Genesis 31 in the TFTU

Genesis 31 in the TGNTATF3T

Genesis 31 in the THAI

Genesis 31 in the TNFD

Genesis 31 in the TNT

Genesis 31 in the TNTIK

Genesis 31 in the TNTIL

Genesis 31 in the TNTIN

Genesis 31 in the TNTIP

Genesis 31 in the TNTIZ

Genesis 31 in the TOMA

Genesis 31 in the TTENT

Genesis 31 in the UBG

Genesis 31 in the UGV

Genesis 31 in the UGV2

Genesis 31 in the UGV3

Genesis 31 in the VBL

Genesis 31 in the VDCC

Genesis 31 in the YALU

Genesis 31 in the YAPE

Genesis 31 in the YBVTP

Genesis 31 in the ZBP