Genesis 32 (IRVG)

1 યાકૂબ પણ પોતાના રસ્તે ચાલતો થયો અને રસ્તામાં ઈશ્વરના દૂતો તેને મળ્યા. 2 જયારે યાકૂબે તેઓને જોયા ત્યારે તે બોલ્યો, “આ તો ઈશ્વરની છાવણી છે,” તેથી તેણે તે જગ્યાનું નામ ‘માહનાઇમ’ પાડ્યું. 3 યાકૂબે પોતાની આગળ અદોમના દેશમાંના સેઈર પ્રદેશમાં તેના ભાઈ એસાવની પાસે સંદેશાવાહકો મોકલ્યા. 4 તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, “મારા માલિક એસાવને તમે એમ કહેજો: તારો સેવક યાકૂબ કહે છે કે: ‘આજ સુધી મામા લાબાનને ત્યાં હું રહ્યો હતો. 5 મારી પાસે બળદ, ગધેડાં, ઘેટાંબકરાં, દાસ તથા દાસીઓ છે. મેં મારા માણસોને આ ખબર આપવાને મારા ઘણી પાસે મોકલ્યા છે, જેથી તું મારા પ્રત્યે ભલાઈ અને સહાનુભૂતિ દર્શાવે.” 6 એસાવને મળીને પાછા આવ્યા પછી સંદેશાવાહકોએ યાકૂબને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે ગયા હતા. તે તને મળવાને આવી રહ્યો છે અને તેની સાથે ચારસો માણસો છે. 7 તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી. 8 તેણે કહ્યું, “જો એસાવ એક છાવણી પાસે આવીને તેની પર હુમલો કરે, તો બાકી રહેલી છાવણી બચી જશે. 9 યાકૂબે કહ્યું, “પ્રભુ, મારા પિતા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાકના ઈશ્વર, જેમણે મને કહ્યું હતું, ‘તું તારા દેશ તથા તારા સંબંધીઓની પાસે પાછો જા અને હું તને સમૃદ્ધ કરીશ,’ 10 તમે કરેલા કરાર સંબંધી તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. કેમ કે હું કેવળ મારી લાકડી લઈને યર્દન પાર ગયો હતો અને હવે મારી પાસે જાનવરોના ટોળાંની બે છાવણી છે. 11 કૃપા કરીને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી મને બચાવો, કેમ કે હું તેનાથી ગભરાઉં છું કે તે આવીને મારા પર, મારા દીકરાઓ પર તથા તેઓની માતાઓ પર હુમલો કરે. 12 પણ તમે તો કહેલું છે કે, ‘નિશ્ચે હું તને સમૃદ્ધ કરીશ અને સમુદ્રના કાંઠાની રેતી જેની સંખ્યા ગણી શકાય નહિ, તેના જેટલો તારો વંશ કરીશ.’” 13 યાકૂબ તે રાત્રે ત્યાં જ રહ્યો. તેના ભાઈ એસાવને ભેટ આપવા સારુ તેની પાસે જે હતું તેમાંથી તેણે થોડું લીધું. 14 એટલે બસો બકરીઓ, વીસ બકરાં, બસો ઘેટીઓ તથા વીસ ઘેટાં, 15 ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં. 16 એ સર્વના જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં અને તેના દાસોને કહ્યું, “તમે મારી આગળ જાઓ અને દરેક ટોળાંઓની વચ્ચે અંતર રાખો. 17 તેણે પહેલાને આજ્ઞા આપી, “મારો ભાઈ એસાવ તને મળે અને તને પૂછે, ‘તું ક્યાંનો છે? તું ક્યાં જાય છે? તારી આગળ આ જે પ્રાણીઓ ચાલે છે તે કોનાં છે?’ 18 ત્યારે તું કહેજે, ‘તેઓ તારા દાસ યાકૂબનાં છે. તેઓ મારા મોટા ભાઈ અને માલિક એસાવને મોકલેલી ભેટ છે. અને જો, તે પણ અમારી પાછળ આવે છે.’” 19 યાકૂબે બીજાને, ત્રીજાને તથા જે માણસો ટોળાંની પાછળ જતા હતા તે સર્વને પણ સૂચનો આપ્યાં કે, “જયારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો. 20 તમે એમ પણ કહેજો, ‘તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.’ કેમ કે તેણે વિચાર્યું, “જે ભેટો મારી આગળ જાય છે, તેથી હું તેને શાંત કરીશ. જયારે પાછળથી હું તેને મળીશ ત્યારે કદાચ તે મારો સ્વીકાર કરે.” 21 તેથી સર્વ ભેટો તેની આગળ ગઈ. તે રાત્રે તે પોતાની છાવણીમાં રહ્યો. 22 યાકૂબ રાત્રે ઊઠ્યો અને તેણે તેની બે પત્નીઓ, તેઓની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરાઓને લીધા અને યાબ્બોકના નદીની પાર મોકલ્યા. 23 આ રીતે તેણે તેઓને તેની સઘળી સંપત્તિ સાથે નદીની પાર પહોંચાડી દીધા. 24 યાકૂબ એકલો રહી ગયો અને સવાર થતાં સુધી એક પુરુષે તેની સાથે મલયુદ્ધ કર્યું. 25 જયારે તે માણસે જોયું કે તે તેને હરાવી શક્યો નથી ત્યારે તેણે તેની જાંઘના સાંધા પર પ્રહાર કર્યો અને તેની સાથે મલયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો. 26 તે માણસે કહ્યું, “સવાર થઈ છે માટે મને જવા દે.” યાકૂબે કહ્યું, “તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને જવા દઈશ નહિ.” 27 તે માણસે તેને પૂછ્યું, “તારું નામ શું છે? “યાકૂબે કહ્યું, “યાકૂબ.” 28 તે માણસે કહ્યું, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે. કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં સંઘર્ષ કર્યો છે અને તું જય પામ્યો છે.” 29 યાકૂબે તેને પૂછ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” પછી તેણે તેને આશીર્વાદ આપ્યો. 30 યાકૂબે તે જગ્યાનું નામ પનીએલ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મુખોમુખ જોયા છે તોપણ મારો જીવ બચી ગયો છે.” 31 યાકૂબ પનુએલની પાર જતો હતો ત્યારે સૂર્યોદય થયો. તે જાંઘના કારણે લંગડાતો ચાલતો હતો. 32 તે માટે ઇઝરાયલના લોકો આજ સુધી જાંઘના સાંધા પરનું માંસ ખાતા નથી. કેમ કે તે માણસે યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને ઈજા કરી હતી. તેનાથી યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો હતો.

In Other Versions

Genesis 32 in the ANGEFD

Genesis 32 in the ANTPNG2D

Genesis 32 in the AS21

Genesis 32 in the BAGH

Genesis 32 in the BBPNG

Genesis 32 in the BBT1E

Genesis 32 in the BDS

Genesis 32 in the BEV

Genesis 32 in the BHAD

Genesis 32 in the BIB

Genesis 32 in the BLPT

Genesis 32 in the BNT

Genesis 32 in the BNTABOOT

Genesis 32 in the BNTLV

Genesis 32 in the BOATCB

Genesis 32 in the BOATCB2

Genesis 32 in the BOBCV

Genesis 32 in the BOCNT

Genesis 32 in the BOECS

Genesis 32 in the BOGWICC

Genesis 32 in the BOHCB

Genesis 32 in the BOHCV

Genesis 32 in the BOHLNT

Genesis 32 in the BOHNTLTAL

Genesis 32 in the BOICB

Genesis 32 in the BOILNTAP

Genesis 32 in the BOITCV

Genesis 32 in the BOKCV

Genesis 32 in the BOKCV2

Genesis 32 in the BOKHWOG

Genesis 32 in the BOKSSV

Genesis 32 in the BOLCB

Genesis 32 in the BOLCB2

Genesis 32 in the BOMCV

Genesis 32 in the BONAV

Genesis 32 in the BONCB

Genesis 32 in the BONLT

Genesis 32 in the BONUT2

Genesis 32 in the BOPLNT

Genesis 32 in the BOSCB

Genesis 32 in the BOSNC

Genesis 32 in the BOTLNT

Genesis 32 in the BOVCB

Genesis 32 in the BOYCB

Genesis 32 in the BPBB

Genesis 32 in the BPH

Genesis 32 in the BSB

Genesis 32 in the CCB

Genesis 32 in the CUV

Genesis 32 in the CUVS

Genesis 32 in the DBT

Genesis 32 in the DGDNT

Genesis 32 in the DHNT

Genesis 32 in the DNT

Genesis 32 in the ELBE

Genesis 32 in the EMTV

Genesis 32 in the ESV

Genesis 32 in the FBV

Genesis 32 in the FEB

Genesis 32 in the GGMNT

Genesis 32 in the GNT

Genesis 32 in the HARY

Genesis 32 in the HNT

Genesis 32 in the IRVA

Genesis 32 in the IRVB

Genesis 32 in the IRVH

Genesis 32 in the IRVK

Genesis 32 in the IRVM

Genesis 32 in the IRVM2

Genesis 32 in the IRVO

Genesis 32 in the IRVP

Genesis 32 in the IRVT

Genesis 32 in the IRVT2

Genesis 32 in the IRVU

Genesis 32 in the ISVN

Genesis 32 in the JSNT

Genesis 32 in the KAPI

Genesis 32 in the KBT1ETNIK

Genesis 32 in the KBV

Genesis 32 in the KJV

Genesis 32 in the KNFD

Genesis 32 in the LBA

Genesis 32 in the LBLA

Genesis 32 in the LNT

Genesis 32 in the LSV

Genesis 32 in the MAAL

Genesis 32 in the MBV

Genesis 32 in the MBV2

Genesis 32 in the MHNT

Genesis 32 in the MKNFD

Genesis 32 in the MNG

Genesis 32 in the MNT

Genesis 32 in the MNT2

Genesis 32 in the MRS1T

Genesis 32 in the NAA

Genesis 32 in the NASB

Genesis 32 in the NBLA

Genesis 32 in the NBS

Genesis 32 in the NBVTP

Genesis 32 in the NET2

Genesis 32 in the NIV11

Genesis 32 in the NNT

Genesis 32 in the NNT2

Genesis 32 in the NNT3

Genesis 32 in the PDDPT

Genesis 32 in the PFNT

Genesis 32 in the RMNT

Genesis 32 in the SBIAS

Genesis 32 in the SBIBS

Genesis 32 in the SBIBS2

Genesis 32 in the SBICS

Genesis 32 in the SBIDS

Genesis 32 in the SBIGS

Genesis 32 in the SBIHS

Genesis 32 in the SBIIS

Genesis 32 in the SBIIS2

Genesis 32 in the SBIIS3

Genesis 32 in the SBIKS

Genesis 32 in the SBIKS2

Genesis 32 in the SBIMS

Genesis 32 in the SBIOS

Genesis 32 in the SBIPS

Genesis 32 in the SBISS

Genesis 32 in the SBITS

Genesis 32 in the SBITS2

Genesis 32 in the SBITS3

Genesis 32 in the SBITS4

Genesis 32 in the SBIUS

Genesis 32 in the SBIVS

Genesis 32 in the SBT

Genesis 32 in the SBT1E

Genesis 32 in the SCHL

Genesis 32 in the SNT

Genesis 32 in the SUSU

Genesis 32 in the SUSU2

Genesis 32 in the SYNO

Genesis 32 in the TBIAOTANT

Genesis 32 in the TBT1E

Genesis 32 in the TBT1E2

Genesis 32 in the TFTIP

Genesis 32 in the TFTU

Genesis 32 in the TGNTATF3T

Genesis 32 in the THAI

Genesis 32 in the TNFD

Genesis 32 in the TNT

Genesis 32 in the TNTIK

Genesis 32 in the TNTIL

Genesis 32 in the TNTIN

Genesis 32 in the TNTIP

Genesis 32 in the TNTIZ

Genesis 32 in the TOMA

Genesis 32 in the TTENT

Genesis 32 in the UBG

Genesis 32 in the UGV

Genesis 32 in the UGV2

Genesis 32 in the UGV3

Genesis 32 in the VBL

Genesis 32 in the VDCC

Genesis 32 in the YALU

Genesis 32 in the YAPE

Genesis 32 in the YBVTP

Genesis 32 in the ZBP