Psalms 138 (IRVG)
undefined દાઉદનું (ગીત.) 1 હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ;હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ. 2 હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશતમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ. 3 મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે. 4 હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે,તેથી તેઓ તમારી સ્તુતિ કરશે. 5 તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે,કારણ કે યહોવાહનો મહિમા મહાન છે. 6 જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે,પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે. 7 જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો;મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશોઅને તમારો જમણો હાથ મારો બચાવ કરશે. 8 યહોવાહ અંત સુધી મારી સાથે છે;હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે;તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.