Psalms 61 (IRVG)
undefined મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવા માટે. દાઉદનું (ગીત). 1 હે ઈશ્વર, મારો પોકાર સાંભળો;મારી પ્રાર્થના પર ધ્યાન આપો. 2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ;જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો. 3 કેમ કે તમે મારા આશ્રય છો,મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો. 4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ;તમારી પાંખોના આશ્રયે હું રહીશ. સેલાહ 5 કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે;જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે. 6 તમે રાજાનું આયુષ્ય વધારશો;તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે. 7 તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે;તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો. 8 હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશકે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.