1 Samuel 10 (IRVG)
1 પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંનું તેલ, શાઉલના માથા ઉપર રેડયું અને તેને ચુંબન કર્યું. પછી કહ્યું, “શું ઈશ્વરે પોતાના વારસા પર અધિકારી થવા સારુ તને અભિષિક્ત કર્યો નથી? 2 આજે મારી પાસેથી ગયા પછી, બિન્યામીનની સીમમાં સેલસા પાસે, રાહેલની કબર નજીક તને બે માણસ મળશે. તેઓ તને કહેશે, “જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે, તારા પિતા ગધેડાંની કાળજી રાખવાનું છોડીને, તારા વિષે ચિંતા કરતાં, કહે છે, “મારા દીકરા સંબંધી હું શું કરું?” 3 પછી ત્યાંથી આગળ ચાલતા, તું તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. તેમાંના એકે બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકેલા હશે, બીજા પાસે ત્રણ રોટલી હશે. અને ત્રીજાએ દ્રાક્ષાસવની કુંડી ઊંચકેલી હશે. 4 તેઓ પ્રણામ કરીને તને ત્રણ રોટલી આપશે, જે તું તેઓના હાથમાંથી લેશે. 5 ત્યાર પછી, તું જ્યાં પલિસ્તીઓની છાવણી છે, ત્યાં ઈશ્વરના પર્વત પાસે આવશે. જયારે તું ત્યાં નગર પાસે પહોંચશે, ત્યારે પ્રબોધકોની એક ટોળી, તેની આગળ સિતાર, ખંજરી, વાંસળી, વીણા વગાડનારા સહિત ઉચ્ચસ્થાનથી ઊતરતી તને મળશે; તેઓ પ્રબોધ કરતા હશે. 6 ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તારા ઉપર આવશે, તું તેઓની સાથે પ્રબોધ કરશે અને તું બદલાઈને જુદો માણસ થઈ જશે. 7 હવે, જયારે તને આ ચિહ્ન મળે, ત્યારે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે ઈશ્વર તારી સાથે છે. 8 તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે. પછી હું દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને તારી પાસે આવીશ. હું આવીને તારે શું કરવું એ બતાવું ત્યાં સુધી એટલે સાત દિવસ સુધી રાહ જોજે.” 9 જયારે શમુએલ પાસેથી જવાને શાઉલે પીઠ ફેરવી કે, ઈશ્વરે તેને બીજું હૃદય આપ્યું. તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરાં થયાં. 10 જયારે તેઓ પર્વત પાસે આવ્યા, ત્યારે પ્રબોધકોની ટોળી તેને મળી. ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તેના ઉપર આવ્યો અને તેણે તેઓની વચ્ચે પ્રબોધ કર્યો. 11 જે સર્વ તેને પૂર્વે ઓળખતા હતા તેઓએ જયારે જોયું કે, પ્રબોધકોની સાથે તે પ્રબોધ કરે છે, ત્યારે લોકોએ એકબીજાને કહ્યું, “કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ એક પ્રબોધક છે?” 12 તે જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું, “તેઓનો પિતા કોણ છે?” આ કારણથી, એવી કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકમાંનો એક છે?” 13 પ્રબોધ કરી રહ્યો, પછી તે ઉચ્ચસ્થાને આવ્યો. 14 ત્યારે શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને કહ્યું, “તમે ક્યાં ગયા હતા?” તેણે કહ્યું, “ગધેડાંની શોધ કરવાને; જયારે અમે જોયું કે અમે તેને શોધી શક્યા નથી ત્યારે અમે શમુએલ પાસે ગયા હતા.” 15 શાઉલના કાકાએ કહ્યું, “મને કૃપા કરીને કહે કે શમુએલે તમને શું કહ્યું?” 16 શાઉલે પોતાના કાકાને જવાબ આપ્યો, “તેણે ઘણી સ્પષ્ટતાથી કહ્યું કે ગધેડાં મળ્યાં છે.” પણ રાજ્યની વાત જે વિષે શમુએલે તેને કહ્યું હતું તે સંબંધી તેણે તેને કશું કહ્યું નહિ. 17 હવે શમુએલે લોકોને મિસ્પામાં બોલાવીને ઈશ્વરની આગળ ભેગા કર્યા. 18 તેણે ઇઝરાયલ લોકોને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર આમ કહે છે: ‘હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યાં.’” 19 પણ તેં તમારા ઈશ્વરનો આજે તમે નકાર કર્યો છે, જેમણે તમને તમારી સર્વ વિપત્તિઓથી તથા તમારા સંકટોથી તમને છોડાવ્યાં છે; અને તમે તેમને કહ્યું, ‘અમારા ઉપર તમે રાજા નીમી આપો.’ હવે ઈશ્વરની આગળ તમે તમારાં કુળો પ્રમાણે તથા તમારા કુટુંબો પ્રમાણે હાજર થાઓ.” 20 તેથી શમુએલ ઇઝરાયલનાં સર્વ કુળોને પાસે લાવ્યો તેમાંથી બિન્યામીનનું કુળ માન્ય થયું. 21 પછી તે બિન્યામીનના કુળને તેઓનાં કુટુંબો પાસે લાવ્યો; તેમાંથી માટ્રીઓનું કુટુંબ માન્ય થયું; પછી કીશનો દીકરો શાઉલ માન્ય કરાયો. પણ જયારે તેઓ તેને શોધવા ગયા, ત્યારે તે મળ્યો નહિ. 22 તે માટે લોકોએ ઈશ્વરને વધારે પ્રશ્નો પૂછ્યા કર્યા, “તે માણસ હજી અહીં આવ્યો છે કે નહિ?” ઈશ્વરે જવાબ આપ્યો, “તેણે પોતાને સામાનમાં સંતાડ્યો છે.” 23 પછી તેઓ દોડીને ગયા અને શાઉલને ત્યાંથી લઈ આવ્યા. તે લોકોમાં ઊભો રહ્યો, તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોની ઊંચાઈ કરતાં વધારે ઊંચો હતો. 24 પછી શમુએલે લોકોને કહ્યું, “શું ઈશ્વરના પસંદ કરેલા માણસને તમે જુઓ છો? બધા લોકોમાં તેના જેવો કોઈ નથી!” સર્વ લોકોએ પોકાર કર્યો, “રાજા ઘણું જીવો!” 25 પછી શમુએલે લોકોને રિવાજો તથા રાજનીતિ વિષે કહ્યું, તેને પુસ્તકમાં લખીને ઈશ્વરની આગળ તે રાખી મૂક્યું. પછી શમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘરે વિદાય કર્યા. 26 શાઉલ પણ પોતાને ઘરે ગિબયામાં ગયો. અને જે શૂરવીરોના હૃદયને ઈશ્વરે સ્પર્શ કર્યો હતો તેઓ પણ તેની સાથે ગયા. 27 પણ કેટલાક નકામાં માણસોએ કહ્યું, “આ માણસ તે વળી કેવી રીતે અમારો બચાવ કરશે?” તેઓએ શાઉલને હલકો સમજીને તેના માટે કશી ભેટ લાવ્યા નહિ. પણ શાઉલ શાંત રહ્યો.
In Other Versions
1 Samuel 10 in the ANGEFD
1 Samuel 10 in the ANTPNG2D
1 Samuel 10 in the AS21
1 Samuel 10 in the BAGH
1 Samuel 10 in the BBPNG
1 Samuel 10 in the BBT1E
1 Samuel 10 in the BDS
1 Samuel 10 in the BEV
1 Samuel 10 in the BHAD
1 Samuel 10 in the BIB
1 Samuel 10 in the BLPT
1 Samuel 10 in the BNT
1 Samuel 10 in the BNTABOOT
1 Samuel 10 in the BNTLV
1 Samuel 10 in the BOATCB
1 Samuel 10 in the BOATCB2
1 Samuel 10 in the BOBCV
1 Samuel 10 in the BOCNT
1 Samuel 10 in the BOECS
1 Samuel 10 in the BOGWICC
1 Samuel 10 in the BOHCB
1 Samuel 10 in the BOHCV
1 Samuel 10 in the BOHLNT
1 Samuel 10 in the BOHNTLTAL
1 Samuel 10 in the BOICB
1 Samuel 10 in the BOILNTAP
1 Samuel 10 in the BOITCV
1 Samuel 10 in the BOKCV
1 Samuel 10 in the BOKCV2
1 Samuel 10 in the BOKHWOG
1 Samuel 10 in the BOKSSV
1 Samuel 10 in the BOLCB
1 Samuel 10 in the BOLCB2
1 Samuel 10 in the BOMCV
1 Samuel 10 in the BONAV
1 Samuel 10 in the BONCB
1 Samuel 10 in the BONLT
1 Samuel 10 in the BONUT2
1 Samuel 10 in the BOPLNT
1 Samuel 10 in the BOSCB
1 Samuel 10 in the BOSNC
1 Samuel 10 in the BOTLNT
1 Samuel 10 in the BOVCB
1 Samuel 10 in the BOYCB
1 Samuel 10 in the BPBB
1 Samuel 10 in the BPH
1 Samuel 10 in the BSB
1 Samuel 10 in the CCB
1 Samuel 10 in the CUV
1 Samuel 10 in the CUVS
1 Samuel 10 in the DBT
1 Samuel 10 in the DGDNT
1 Samuel 10 in the DHNT
1 Samuel 10 in the DNT
1 Samuel 10 in the ELBE
1 Samuel 10 in the EMTV
1 Samuel 10 in the ESV
1 Samuel 10 in the FBV
1 Samuel 10 in the FEB
1 Samuel 10 in the GGMNT
1 Samuel 10 in the GNT
1 Samuel 10 in the HARY
1 Samuel 10 in the HNT
1 Samuel 10 in the IRVA
1 Samuel 10 in the IRVB
1 Samuel 10 in the IRVH
1 Samuel 10 in the IRVK
1 Samuel 10 in the IRVM
1 Samuel 10 in the IRVM2
1 Samuel 10 in the IRVO
1 Samuel 10 in the IRVP
1 Samuel 10 in the IRVT
1 Samuel 10 in the IRVT2
1 Samuel 10 in the IRVU
1 Samuel 10 in the ISVN
1 Samuel 10 in the JSNT
1 Samuel 10 in the KAPI
1 Samuel 10 in the KBT1ETNIK
1 Samuel 10 in the KBV
1 Samuel 10 in the KJV
1 Samuel 10 in the KNFD
1 Samuel 10 in the LBA
1 Samuel 10 in the LBLA
1 Samuel 10 in the LNT
1 Samuel 10 in the LSV
1 Samuel 10 in the MAAL
1 Samuel 10 in the MBV
1 Samuel 10 in the MBV2
1 Samuel 10 in the MHNT
1 Samuel 10 in the MKNFD
1 Samuel 10 in the MNG
1 Samuel 10 in the MNT
1 Samuel 10 in the MNT2
1 Samuel 10 in the MRS1T
1 Samuel 10 in the NAA
1 Samuel 10 in the NASB
1 Samuel 10 in the NBLA
1 Samuel 10 in the NBS
1 Samuel 10 in the NBVTP
1 Samuel 10 in the NET2
1 Samuel 10 in the NIV11
1 Samuel 10 in the NNT
1 Samuel 10 in the NNT2
1 Samuel 10 in the NNT3
1 Samuel 10 in the PDDPT
1 Samuel 10 in the PFNT
1 Samuel 10 in the RMNT
1 Samuel 10 in the SBIAS
1 Samuel 10 in the SBIBS
1 Samuel 10 in the SBIBS2
1 Samuel 10 in the SBICS
1 Samuel 10 in the SBIDS
1 Samuel 10 in the SBIGS
1 Samuel 10 in the SBIHS
1 Samuel 10 in the SBIIS
1 Samuel 10 in the SBIIS2
1 Samuel 10 in the SBIIS3
1 Samuel 10 in the SBIKS
1 Samuel 10 in the SBIKS2
1 Samuel 10 in the SBIMS
1 Samuel 10 in the SBIOS
1 Samuel 10 in the SBIPS
1 Samuel 10 in the SBISS
1 Samuel 10 in the SBITS
1 Samuel 10 in the SBITS2
1 Samuel 10 in the SBITS3
1 Samuel 10 in the SBITS4
1 Samuel 10 in the SBIUS
1 Samuel 10 in the SBIVS
1 Samuel 10 in the SBT
1 Samuel 10 in the SBT1E
1 Samuel 10 in the SCHL
1 Samuel 10 in the SNT
1 Samuel 10 in the SUSU
1 Samuel 10 in the SUSU2
1 Samuel 10 in the SYNO
1 Samuel 10 in the TBIAOTANT
1 Samuel 10 in the TBT1E
1 Samuel 10 in the TBT1E2
1 Samuel 10 in the TFTIP
1 Samuel 10 in the TFTU
1 Samuel 10 in the TGNTATF3T
1 Samuel 10 in the THAI
1 Samuel 10 in the TNFD
1 Samuel 10 in the TNT
1 Samuel 10 in the TNTIK
1 Samuel 10 in the TNTIL
1 Samuel 10 in the TNTIN
1 Samuel 10 in the TNTIP
1 Samuel 10 in the TNTIZ
1 Samuel 10 in the TOMA
1 Samuel 10 in the TTENT
1 Samuel 10 in the UBG
1 Samuel 10 in the UGV
1 Samuel 10 in the UGV2
1 Samuel 10 in the UGV3
1 Samuel 10 in the VBL
1 Samuel 10 in the VDCC
1 Samuel 10 in the YALU
1 Samuel 10 in the YAPE
1 Samuel 10 in the YBVTP
1 Samuel 10 in the ZBP