Exodus 13 (IRVG)

1 પછી યહોવાહે મૂસાને કહ્યું, 2 “તમામ ઇઝરાયલીઓએ પોતાના બધા જ પ્રથમજનિતને પવિત્ર કરવા. પરિવારમાં પ્રથમ જન્મેલા પુરુષને તથા પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે.” 3 મૂસાએ લોકોને કહ્યું, “જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના ઘરમાંથી બહાર આવ્યા તે દિવસને તમે યાદ રાખજો, યહોવાહ પોતાના પરાક્રમ વડે તમને બહાર લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ. 4 આબીબ માસના આ દિવસે તમે બહાર આવ્યા છો. 5 અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે યહોવાહ તમને દૂધ તથા મધથી રેલછેલવાળો એવા કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જાય ત્યારે તમારે આ પ્રમાણે ભજન કરવું.” 6 “સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી. સાતમે દિવસે ઈશ્વરનું આ પર્વ પાળવું.” 7 એ સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી. તમારા આખા પ્રદેશમાં ક્યાંય પણ ખમીરવાળી રોટલી હોવી જોઈએ નહિ. 8 તે દિવસે તમારે તમારાં બાળકોને કહેવું કે, ‘ઈશ્વર અમને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાહે અમારા માટે જે કર્યુ હતું, તે માટે આ પર્વ પાળવામાં આવે છે.’ 9 “આ પર્વનું પાલન તમારા હાથ પર અને તમારી આંખો વચ્ચે કપાળ પર યાદગીરીના સૂચક ચિહ્ન જેવું રહેશે. તે તમને યાદ રખાવશે તમારા મુખમાં યહોવાહનાં વચનો રહે. કેમ કે યહોવાહ તમને સામર્થ્યવાન હાથથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છે. 10 એટલા માટે તમારે આ પર્વ દર વર્ષે નિયત સમયે પાળવું અને ઊજવવું.” 11 “યહોવાહ તમને અને તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમને કનાનીઓના દેશમાં લઈ જાય અને તે દેશ તમને આપે, 12 ત્યારે તમારા સર્વ પ્રથમજનિતોને તથા સર્વ પશુઓનાં પ્રથમજનિતોને તમારે યહોવાહ ને માટે સમર્પિત કરવા જેથી તમામ નર પ્રથમજનિતો યહોવાહના થાય. 13 પ્રત્યેક ગધેડાના પ્રથમ બચ્ચાંને તેને બદલે એક હલવાન અર્પણ કરીને, યહોવાહ પાસેથી તે પાછું મેળવવું. અને જો તેને મેળવવાની કે છોડાવવાની તમારી મરજી ના હોય તો તેની ગરદન તમારે ભાંગી નાખવી. વળી તમારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને પણ તારે મૂલ્ય આપીને છોડાવવા.” 14 “ભવિષ્યમાં તમારાં બાળકો તમને પૂછે કે, ‘આનો અર્થ શો છે?’ ત્યારે તમે કહેજો કે, ‘યહોવાહ પોતાના હાથનાં સામર્થ્ય વડે અમને મિસરમાંથી, ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા હતા. 15 ફારુન હઠે ચડયો હતો, તેથી તે અમને બહાર જવા દેતો ન હતો. ત્યારે યહોવાહે મિસર દેશના બધા પ્રથમજનિતને એટલે પ્રથમજનિત પુરુષોનો તથા પ્રથમજનિત નર જાનવરોનો સંહાર કર્યો હતો. તેથી પ્રથમજનિત સર્વ નર પશુઓને અમે યહોવાહને અર્પણ કરીએ છીએ, પણ અમારા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે મૂલ્ય ચૂકવીને છોડાવીએ છીએ.’ 16 અને એ વિધિ તમારા હાથ પર ચિહ્નરૂપ તથા તમારી આંખોની વચ્ચે કપાળ પર ચાંદરૂપ બની રહેશે; કારણ કે યહોવાહ આપણને પોતાના પરાક્રમી હાથથી મિસરની બહાર લઈ આવ્યા હતા. એની આ સ્મૃતિ બની છે.” 17 જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં પણ તે રસ્તે તેઓને લઈ ગયા નહિ. કેમ કે યહોવાહે વિચાર્યું કે, “રખેને યુદ્ધ થાય અને લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.” 18 એટલે યહોવાહ તેઓને બીજે રસ્તે થઈને એટલે રાતા સમુદ્ર પાસેના અરણ્યના રસ્તે તેઓને લઈ ગયા. ઇઝરાયલપુત્રો શસ્ત્રસજજ થઈને મિસરમાંથી બહાર આવ્યા હતા. 19 મૂસાએ યૂસફનાં અસ્થિ સાથે લઈ લીધાં હતાં. કેમ કે યૂસફે ઇઝરાયલપુત્રોને સોગન દઈને કહ્યું હતું કે, “યહોવાહ જરૂર તમારી મદદે આવશે, તમને અહીંથી છોડાવશે. ત્યારે તમે વિદાય થાઓ તે વખતે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો.” 20 પછી ઇઝરાયલીઓએ સુક્કોથથી પ્રયાણ કરીને અને એથામમાં અરણ્યની સરહદ પર મુકામ કર્યો. 21 દિવસે તેઓને રસ્તો બતાવવા માટે યહોવાહ મેઘસ્તંભમાં તેમ જ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા. 22 દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓની આગળથી જરા પણ ખસતા ન હતા, યહોવાહ સતત તેઓની સાથે રહેતા હતા.

In Other Versions

Exodus 13 in the ANGEFD

Exodus 13 in the ANTPNG2D

Exodus 13 in the AS21

Exodus 13 in the BAGH

Exodus 13 in the BBPNG

Exodus 13 in the BBT1E

Exodus 13 in the BDS

Exodus 13 in the BEV

Exodus 13 in the BHAD

Exodus 13 in the BIB

Exodus 13 in the BLPT

Exodus 13 in the BNT

Exodus 13 in the BNTABOOT

Exodus 13 in the BNTLV

Exodus 13 in the BOATCB

Exodus 13 in the BOATCB2

Exodus 13 in the BOBCV

Exodus 13 in the BOCNT

Exodus 13 in the BOECS

Exodus 13 in the BOGWICC

Exodus 13 in the BOHCB

Exodus 13 in the BOHCV

Exodus 13 in the BOHLNT

Exodus 13 in the BOHNTLTAL

Exodus 13 in the BOICB

Exodus 13 in the BOILNTAP

Exodus 13 in the BOITCV

Exodus 13 in the BOKCV

Exodus 13 in the BOKCV2

Exodus 13 in the BOKHWOG

Exodus 13 in the BOKSSV

Exodus 13 in the BOLCB

Exodus 13 in the BOLCB2

Exodus 13 in the BOMCV

Exodus 13 in the BONAV

Exodus 13 in the BONCB

Exodus 13 in the BONLT

Exodus 13 in the BONUT2

Exodus 13 in the BOPLNT

Exodus 13 in the BOSCB

Exodus 13 in the BOSNC

Exodus 13 in the BOTLNT

Exodus 13 in the BOVCB

Exodus 13 in the BOYCB

Exodus 13 in the BPBB

Exodus 13 in the BPH

Exodus 13 in the BSB

Exodus 13 in the CCB

Exodus 13 in the CUV

Exodus 13 in the CUVS

Exodus 13 in the DBT

Exodus 13 in the DGDNT

Exodus 13 in the DHNT

Exodus 13 in the DNT

Exodus 13 in the ELBE

Exodus 13 in the EMTV

Exodus 13 in the ESV

Exodus 13 in the FBV

Exodus 13 in the FEB

Exodus 13 in the GGMNT

Exodus 13 in the GNT

Exodus 13 in the HARY

Exodus 13 in the HNT

Exodus 13 in the IRVA

Exodus 13 in the IRVB

Exodus 13 in the IRVH

Exodus 13 in the IRVK

Exodus 13 in the IRVM

Exodus 13 in the IRVM2

Exodus 13 in the IRVO

Exodus 13 in the IRVP

Exodus 13 in the IRVT

Exodus 13 in the IRVT2

Exodus 13 in the IRVU

Exodus 13 in the ISVN

Exodus 13 in the JSNT

Exodus 13 in the KAPI

Exodus 13 in the KBT1ETNIK

Exodus 13 in the KBV

Exodus 13 in the KJV

Exodus 13 in the KNFD

Exodus 13 in the LBA

Exodus 13 in the LBLA

Exodus 13 in the LNT

Exodus 13 in the LSV

Exodus 13 in the MAAL

Exodus 13 in the MBV

Exodus 13 in the MBV2

Exodus 13 in the MHNT

Exodus 13 in the MKNFD

Exodus 13 in the MNG

Exodus 13 in the MNT

Exodus 13 in the MNT2

Exodus 13 in the MRS1T

Exodus 13 in the NAA

Exodus 13 in the NASB

Exodus 13 in the NBLA

Exodus 13 in the NBS

Exodus 13 in the NBVTP

Exodus 13 in the NET2

Exodus 13 in the NIV11

Exodus 13 in the NNT

Exodus 13 in the NNT2

Exodus 13 in the NNT3

Exodus 13 in the PDDPT

Exodus 13 in the PFNT

Exodus 13 in the RMNT

Exodus 13 in the SBIAS

Exodus 13 in the SBIBS

Exodus 13 in the SBIBS2

Exodus 13 in the SBICS

Exodus 13 in the SBIDS

Exodus 13 in the SBIGS

Exodus 13 in the SBIHS

Exodus 13 in the SBIIS

Exodus 13 in the SBIIS2

Exodus 13 in the SBIIS3

Exodus 13 in the SBIKS

Exodus 13 in the SBIKS2

Exodus 13 in the SBIMS

Exodus 13 in the SBIOS

Exodus 13 in the SBIPS

Exodus 13 in the SBISS

Exodus 13 in the SBITS

Exodus 13 in the SBITS2

Exodus 13 in the SBITS3

Exodus 13 in the SBITS4

Exodus 13 in the SBIUS

Exodus 13 in the SBIVS

Exodus 13 in the SBT

Exodus 13 in the SBT1E

Exodus 13 in the SCHL

Exodus 13 in the SNT

Exodus 13 in the SUSU

Exodus 13 in the SUSU2

Exodus 13 in the SYNO

Exodus 13 in the TBIAOTANT

Exodus 13 in the TBT1E

Exodus 13 in the TBT1E2

Exodus 13 in the TFTIP

Exodus 13 in the TFTU

Exodus 13 in the TGNTATF3T

Exodus 13 in the THAI

Exodus 13 in the TNFD

Exodus 13 in the TNT

Exodus 13 in the TNTIK

Exodus 13 in the TNTIL

Exodus 13 in the TNTIN

Exodus 13 in the TNTIP

Exodus 13 in the TNTIZ

Exodus 13 in the TOMA

Exodus 13 in the TTENT

Exodus 13 in the UBG

Exodus 13 in the UGV

Exodus 13 in the UGV2

Exodus 13 in the UGV3

Exodus 13 in the VBL

Exodus 13 in the VDCC

Exodus 13 in the YALU

Exodus 13 in the YAPE

Exodus 13 in the YBVTP

Exodus 13 in the ZBP