Genesis 22 (IRVG)

1 ત્યાર બાદ ઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટી કરી. તેમણે તેને કહ્યું, “ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે કહ્યું, “હું આ રહ્યો.” 2 પછી ઈશ્વરે કહ્યું, “તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર.” 3 તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા. 4 ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી. 5 ઇબ્રાહિમે તેના જુવાનોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું તથા ઇસહાક ત્યાં ઉપર જઈશું. અમે અર્પણ કરીને તમારી પાસે પાછા આવીશું.” 6 પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકી લેવા માટે પોતાના દીકરા ઇસહાકને આપ્યાં. તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં અને તેઓ બન્ને સાથે પર્વત પર ગયા. 7 ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમને કહ્યું, “મારા પિતા” અને તેણે કહ્યું, “બોલ, મારા દીકરા, હું આ રહ્યો.” તેણે કહ્યું, “જુઓ, અહીં અગ્નિ તથા લાકડાં તો છે, પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે? 8 ઇબ્રાહિમે કહ્યું, “મારા દીકરા, દહનીયાર્પણને સારુ ઈશ્વર પોતે ઘેટું પૂરું પાડશે.” અને તેઓ આગળ ચાલ્યા. 9 જે જગ્યા વિશે ઈશ્વરે તેમને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાં વેદી બનાવી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેના દીકરા ઇસહાકને બાંધીને તેને વેદી પરનાં લાકડાં પર મૂક્યો. 10 ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો. 11 પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અને તેણે કહ્યું, “બોલો, હું અહીં છું.” 12 દૂતે તેને કહ્યું, “તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે.” 13 ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું. 14 પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ “યહોવાહ-યિરેહ “પાડ્યું.” તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, “ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે.” 15 ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી, 16 અને કહ્યું કે, “આ ઈશ્વરની વાણી છે, “મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી, 17 તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે. 18 તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.” 19 પછી ઇબ્રાહિમ તથા ઇસહાક પોતાના જુવાન ચાકરો પાસે પાછા આવ્યા, ત્યાંથી તેઓ બેરશેબા આવ્યા અને ત્યાં રહ્યા. 20 પછી ઇબ્રાહિમને જણાવવામાં આવ્યું કે, “તારા ભાઈ નાહોરની પત્ની મિલ્કાએ દીકરાઓને જન્મ આપ્યો છે.” 21 તેઓનાં નામ આ પ્રમાણે છે: તેનો મોટો દીકરો ઉસ, તેનો ભાઈ બૂઝ, પછી કમુએલ અરામનો પિતા, 22 કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ. 23 રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો. 24 બથુએલની ઉપપત્ની, રઉમાએ પણ ચાર બાળકો ટેબા, ગાહામ, તાહાશ તથા માકાને જન્મ આપ્યો.

In Other Versions

Genesis 22 in the ANGEFD

Genesis 22 in the ANTPNG2D

Genesis 22 in the AS21

Genesis 22 in the BAGH

Genesis 22 in the BBPNG

Genesis 22 in the BBT1E

Genesis 22 in the BDS

Genesis 22 in the BEV

Genesis 22 in the BHAD

Genesis 22 in the BIB

Genesis 22 in the BLPT

Genesis 22 in the BNT

Genesis 22 in the BNTABOOT

Genesis 22 in the BNTLV

Genesis 22 in the BOATCB

Genesis 22 in the BOATCB2

Genesis 22 in the BOBCV

Genesis 22 in the BOCNT

Genesis 22 in the BOECS

Genesis 22 in the BOGWICC

Genesis 22 in the BOHCB

Genesis 22 in the BOHCV

Genesis 22 in the BOHLNT

Genesis 22 in the BOHNTLTAL

Genesis 22 in the BOICB

Genesis 22 in the BOILNTAP

Genesis 22 in the BOITCV

Genesis 22 in the BOKCV

Genesis 22 in the BOKCV2

Genesis 22 in the BOKHWOG

Genesis 22 in the BOKSSV

Genesis 22 in the BOLCB

Genesis 22 in the BOLCB2

Genesis 22 in the BOMCV

Genesis 22 in the BONAV

Genesis 22 in the BONCB

Genesis 22 in the BONLT

Genesis 22 in the BONUT2

Genesis 22 in the BOPLNT

Genesis 22 in the BOSCB

Genesis 22 in the BOSNC

Genesis 22 in the BOTLNT

Genesis 22 in the BOVCB

Genesis 22 in the BOYCB

Genesis 22 in the BPBB

Genesis 22 in the BPH

Genesis 22 in the BSB

Genesis 22 in the CCB

Genesis 22 in the CUV

Genesis 22 in the CUVS

Genesis 22 in the DBT

Genesis 22 in the DGDNT

Genesis 22 in the DHNT

Genesis 22 in the DNT

Genesis 22 in the ELBE

Genesis 22 in the EMTV

Genesis 22 in the ESV

Genesis 22 in the FBV

Genesis 22 in the FEB

Genesis 22 in the GGMNT

Genesis 22 in the GNT

Genesis 22 in the HARY

Genesis 22 in the HNT

Genesis 22 in the IRVA

Genesis 22 in the IRVB

Genesis 22 in the IRVH

Genesis 22 in the IRVK

Genesis 22 in the IRVM

Genesis 22 in the IRVM2

Genesis 22 in the IRVO

Genesis 22 in the IRVP

Genesis 22 in the IRVT

Genesis 22 in the IRVT2

Genesis 22 in the IRVU

Genesis 22 in the ISVN

Genesis 22 in the JSNT

Genesis 22 in the KAPI

Genesis 22 in the KBT1ETNIK

Genesis 22 in the KBV

Genesis 22 in the KJV

Genesis 22 in the KNFD

Genesis 22 in the LBA

Genesis 22 in the LBLA

Genesis 22 in the LNT

Genesis 22 in the LSV

Genesis 22 in the MAAL

Genesis 22 in the MBV

Genesis 22 in the MBV2

Genesis 22 in the MHNT

Genesis 22 in the MKNFD

Genesis 22 in the MNG

Genesis 22 in the MNT

Genesis 22 in the MNT2

Genesis 22 in the MRS1T

Genesis 22 in the NAA

Genesis 22 in the NASB

Genesis 22 in the NBLA

Genesis 22 in the NBS

Genesis 22 in the NBVTP

Genesis 22 in the NET2

Genesis 22 in the NIV11

Genesis 22 in the NNT

Genesis 22 in the NNT2

Genesis 22 in the NNT3

Genesis 22 in the PDDPT

Genesis 22 in the PFNT

Genesis 22 in the RMNT

Genesis 22 in the SBIAS

Genesis 22 in the SBIBS

Genesis 22 in the SBIBS2

Genesis 22 in the SBICS

Genesis 22 in the SBIDS

Genesis 22 in the SBIGS

Genesis 22 in the SBIHS

Genesis 22 in the SBIIS

Genesis 22 in the SBIIS2

Genesis 22 in the SBIIS3

Genesis 22 in the SBIKS

Genesis 22 in the SBIKS2

Genesis 22 in the SBIMS

Genesis 22 in the SBIOS

Genesis 22 in the SBIPS

Genesis 22 in the SBISS

Genesis 22 in the SBITS

Genesis 22 in the SBITS2

Genesis 22 in the SBITS3

Genesis 22 in the SBITS4

Genesis 22 in the SBIUS

Genesis 22 in the SBIVS

Genesis 22 in the SBT

Genesis 22 in the SBT1E

Genesis 22 in the SCHL

Genesis 22 in the SNT

Genesis 22 in the SUSU

Genesis 22 in the SUSU2

Genesis 22 in the SYNO

Genesis 22 in the TBIAOTANT

Genesis 22 in the TBT1E

Genesis 22 in the TBT1E2

Genesis 22 in the TFTIP

Genesis 22 in the TFTU

Genesis 22 in the TGNTATF3T

Genesis 22 in the THAI

Genesis 22 in the TNFD

Genesis 22 in the TNT

Genesis 22 in the TNTIK

Genesis 22 in the TNTIL

Genesis 22 in the TNTIN

Genesis 22 in the TNTIP

Genesis 22 in the TNTIZ

Genesis 22 in the TOMA

Genesis 22 in the TTENT

Genesis 22 in the UBG

Genesis 22 in the UGV

Genesis 22 in the UGV2

Genesis 22 in the UGV3

Genesis 22 in the VBL

Genesis 22 in the VDCC

Genesis 22 in the YALU

Genesis 22 in the YAPE

Genesis 22 in the YBVTP

Genesis 22 in the ZBP