Leviticus 19 (IRVG)

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 “ઇઝરાયલના સર્વ લોકોને કહે કે, ‘તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર પવિત્ર છું. 3 તમારામાંના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માતાપિતાને માન આપવું અને મારા વિશ્રામવારોનું પાલન કરવું. હું તમારો ઈશ્વર યહોવાહ છું. 4 મૂર્તિઓ તરફ ન ફરો અને તમારા માટે ધાતુની મૂર્તિઓ બનાવશો નહિ. હું યહોવાહ તમારો ઈશ્વર છું. 5 તમે જ્યારે યહોવાહની આગળ શાંત્યર્પણો ચઢાવો ત્યારે એવી રીતે ચઢાવો કે તમે તેમની આગળ માન્ય થાઓ. 6 જે દિવસે તમે તે અર્પણ કરો તે જ દિવસે તથા તેના બીજે દિવસે તે ખાવું. પરંતુ જો ત્રીજા દિવસ સુધી એમાંનું કંઈ બાકી રહ્યું હોય તો તેને અગ્નિમાં બાળી નાખવું. 7 જો તે ત્રીજે દિવસે સહેજ પણ ખાવામાં આવે તો તે અપવિત્ર છે. અને તે માન્ય થશે નહિ. 8 પણ જે કોઈ તે ખાય તેનો દોષ તેના માથે રહે. કેમ કે તેણે યહોવાહનું પવિત્ર અર્પણ અપવિત્ર કર્યુ છે. તેથી તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય. 9 જ્યારે તમે તમારા ખેતરમાંની ફસલની કાપણી કરો ત્યારે સમગ્ર ખેતર પૂરેપૂરું લણવું નહિ અને કાપણીનો પડી રહેલો ભાગ વીણી લેવો નહિ. 10 એ જ પ્રમાણે દ્રાક્ષવાડીના દ્રાક્ષોને પૂરેપૂરા વીણવા નહિ, તેમ જ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણવી નહિ. ગરીબો તેમ જ મુસાફરોને માટે તે રહેવા દેવી. હું યહોવાહ તમારો ઈશ્વર છું. 11 ચોરી કરવી નહિ.જુઠ્ઠું બોલવું નહિ.એકબીજાને છેતરવા નહિ. 12 મારે નામે જૂઠ્ઠા સોગન ખાવા નહિ અને તારા ઈશ્વરના નામનો અનાદર કરવો નહિ. હું યહોવાહ છું. 13 તારા પડોશી પર જુલમ કરવો નહિ અને તેને લૂંટવો નહિ, મજૂરીએ રાખેલા માણસનું મહેનતાણું આખી રાત એટલે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ. 14 બધિર માણસને શાપ ન આપ અને અંધજનના માર્ગમાં ઠોકર ન મૂક. પણ તેને બદલે મારું ભય રાખજો. હું યહોવાહ છું. 15 ન્યાયધીશોએ પોતાના ન્યાયમાં સદા પ્રામાણિક રહેવું, ગરીબો પ્રત્યે દયા દર્શાવીને એનો પક્ષ ન લેવો કે કોઈ માણસ મહત્વનો છે એવું વિચારીને એનો પક્ષ ન લેવો. પણ તેના બદલે હંમેશા ઉચિત ન્યાય કરવો. 16 તમારા લોકો મધ્યે તમારે કોઈએ કૂથલી કે ચાડી કરવી નહિ, પણ તમારા પડોશીના જીવનની સલામતી શોધવી. હું યહોવાહ છું. 17 તમારે તમારા હૃદયમાં તમારા ભાઈનો દ્વેષ ન કરવો. તમારા પડોશીને પ્રામાણિકપણે ઠપકો આપ અને તેને કારણે પાપને ચલાવી ન લો. 18 કોઈના પર વૈર વાળીને બદલો લેવાની ભાવના રાખવી નહિ, પરંતુ જેમ તમે પોતાના પર પ્રેમ રાખો છો તેમ પડોશીઓ પર પણ પ્રેમ રાખવો. હું યહોવાહ છું. 19 મારા નિયમો પાળજો.તમારા પશુઓને જુદી જાતના પશુ સાથે ગર્ભાધાન કરાવશો નહિ.તમારા ખેતરમાં એક સાથે બે જાતના બી વાવશો નહિ.તેમ જ જુદી જુદી બે જાતના તારનુ વણેલુ કાપડ પણ પહેરશો નહિ. 20 અને કોઈ સ્ત્રી દાસી હોય અને કોઈ પુરુષની સાથે તેનું લગ્ન થયું હોય અને કોઈએ તેને સ્વતંત્ર કરી જ ના હોય અથવા તો સ્વતંત્ર થઈ જ ના હોય તેની સાથે જે કોઈ શારીરિક સંબંધ રાખે તેઓને સજા કરવી, જો કે તેઓને મૃત્યુદંડ કરવો નહિ કેમ કે તે સ્ત્રી સ્વતંત્ર ન હતી. 21 તે વ્યક્તિએ દોષાર્થાર્પણ માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાહ સમક્ષ ઘેટો લઈને આવવું. 22 પછી તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજકે તે વ્યક્તિના દોષાર્થાર્પણ માટે તે ઘેટા વડે યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરવું, એટલે તેને માફ કરવામાં આવશે. 23 કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેઓનાં ફળને ત્રણ વર્ષ સુધી તમારે અનુચિત ગણવા. તેમને ખાવા નહિ. 24 પરંતુ ચોથે વર્ષે તેના બધા જ ફળ પવિત્ર ગણાશે અને તેને યહોવાહનું સ્તવન કરવા માટે અર્પણ કરી દેવા. 25 પાંચમે વર્ષે તમે તેનાં ફળ ખાઈ શકો છો. એમ કરવાથી તે તમને વધારે ફળ આપશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું. 26 તમારે રક્તવાળું માંસ ખાવું નહિ.ભવિષ્ય જોવા માટે તાંત્રિક પાસે જવું નહિ તેમ જ દૈવી શક્તિઓનો ઉપયોગ કરવો નહિ. 27 તમારા માથાની બાજુના વાળ મૂર્તિપૂજકોની જેમ કાપો નહિ કે તમારી દાઢીના ખૂણા કાપવા નહિ. 28 મૃત્યુ પામેલાઓના લીધે તમારા શરીર પર ઘા કરવા નહિ તથા તમારા શરીર પર છાપ મરાવવી નહિ, હું યહોવાહ છું. 29 તારી પુત્રીને ગણિકા બનાવીને ભ્રષ્ટ કરવી નહિ; રખેને દેશ વેશ્યાવૃતિમાં પડે અને આખો દેશ દુષ્ટતાથી ભરપૂર થાય. 30 તમે મારા વિશ્રામવારો પાળજો અને મારા મુલાકાતમંડપના પવિત્રસ્થાનનું માન જાળવજો. હું યહોવાહ છું. 31 ભૂવા કે જાદુગરો પાસે જઈને તેમને પ્રશ્નો પૂછીને તેમની સલાહ લઈને તમારી જાતને અશુદ્ધ કરશો નહિ, કારણ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. 32 તું પળિયાવાળા માણસની સમક્ષ ઊભો રહે, વડીલોનું સન્માન કર અને ઈશ્વરનું ભય રાખ. હું તમારો ઈશ્વર યહોવાહ છું. 33 જો કોઈ પરદેશી તમારા દેશમાં તમારી મધ્યે આવે, ત્યારે તમારે તેનું ખોટું કરવું નહિ. 34 તમારી સાથે રહેતા પરદેશીને ઇઝરાયલમાં જન્મેલા વતની જેવો જ ગણવો. અને તમારા જેવો જ પ્રેમ તેને કરવો કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા. હું યહોવાહ તમારો ઈશ્વર છું. 35 તમે ન્યાય કરો ત્યારે લંબાઈના માપમાં અને વજનના માપમાં ખોટા માપનો ઉપયોગ કરવો નહિ. 36 તમારે અદલ ત્રાજવાં, અદલ માપ, અદલ એફાહ અને અદલ હિનનો ઉપયોગ કરવો. હું તમને મિસર દેશમાંથી બહાર લઈ આવનાર તમારો ઈશ્વર યહોવાહ છું. 37 તમારે મારા બધા જ નિયમો, આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરવું. તેને અમલમાં લાવવા. હું યહોવાહ છું.’”

In Other Versions

Leviticus 19 in the ANGEFD

Leviticus 19 in the ANTPNG2D

Leviticus 19 in the AS21

Leviticus 19 in the BAGH

Leviticus 19 in the BBPNG

Leviticus 19 in the BBT1E

Leviticus 19 in the BDS

Leviticus 19 in the BEV

Leviticus 19 in the BHAD

Leviticus 19 in the BIB

Leviticus 19 in the BLPT

Leviticus 19 in the BNT

Leviticus 19 in the BNTABOOT

Leviticus 19 in the BNTLV

Leviticus 19 in the BOATCB

Leviticus 19 in the BOATCB2

Leviticus 19 in the BOBCV

Leviticus 19 in the BOCNT

Leviticus 19 in the BOECS

Leviticus 19 in the BOGWICC

Leviticus 19 in the BOHCB

Leviticus 19 in the BOHCV

Leviticus 19 in the BOHLNT

Leviticus 19 in the BOHNTLTAL

Leviticus 19 in the BOICB

Leviticus 19 in the BOILNTAP

Leviticus 19 in the BOITCV

Leviticus 19 in the BOKCV

Leviticus 19 in the BOKCV2

Leviticus 19 in the BOKHWOG

Leviticus 19 in the BOKSSV

Leviticus 19 in the BOLCB

Leviticus 19 in the BOLCB2

Leviticus 19 in the BOMCV

Leviticus 19 in the BONAV

Leviticus 19 in the BONCB

Leviticus 19 in the BONLT

Leviticus 19 in the BONUT2

Leviticus 19 in the BOPLNT

Leviticus 19 in the BOSCB

Leviticus 19 in the BOSNC

Leviticus 19 in the BOTLNT

Leviticus 19 in the BOVCB

Leviticus 19 in the BOYCB

Leviticus 19 in the BPBB

Leviticus 19 in the BPH

Leviticus 19 in the BSB

Leviticus 19 in the CCB

Leviticus 19 in the CUV

Leviticus 19 in the CUVS

Leviticus 19 in the DBT

Leviticus 19 in the DGDNT

Leviticus 19 in the DHNT

Leviticus 19 in the DNT

Leviticus 19 in the ELBE

Leviticus 19 in the EMTV

Leviticus 19 in the ESV

Leviticus 19 in the FBV

Leviticus 19 in the FEB

Leviticus 19 in the GGMNT

Leviticus 19 in the GNT

Leviticus 19 in the HARY

Leviticus 19 in the HNT

Leviticus 19 in the IRVA

Leviticus 19 in the IRVB

Leviticus 19 in the IRVH

Leviticus 19 in the IRVK

Leviticus 19 in the IRVM

Leviticus 19 in the IRVM2

Leviticus 19 in the IRVO

Leviticus 19 in the IRVP

Leviticus 19 in the IRVT

Leviticus 19 in the IRVT2

Leviticus 19 in the IRVU

Leviticus 19 in the ISVN

Leviticus 19 in the JSNT

Leviticus 19 in the KAPI

Leviticus 19 in the KBT1ETNIK

Leviticus 19 in the KBV

Leviticus 19 in the KJV

Leviticus 19 in the KNFD

Leviticus 19 in the LBA

Leviticus 19 in the LBLA

Leviticus 19 in the LNT

Leviticus 19 in the LSV

Leviticus 19 in the MAAL

Leviticus 19 in the MBV

Leviticus 19 in the MBV2

Leviticus 19 in the MHNT

Leviticus 19 in the MKNFD

Leviticus 19 in the MNG

Leviticus 19 in the MNT

Leviticus 19 in the MNT2

Leviticus 19 in the MRS1T

Leviticus 19 in the NAA

Leviticus 19 in the NASB

Leviticus 19 in the NBLA

Leviticus 19 in the NBS

Leviticus 19 in the NBVTP

Leviticus 19 in the NET2

Leviticus 19 in the NIV11

Leviticus 19 in the NNT

Leviticus 19 in the NNT2

Leviticus 19 in the NNT3

Leviticus 19 in the PDDPT

Leviticus 19 in the PFNT

Leviticus 19 in the RMNT

Leviticus 19 in the SBIAS

Leviticus 19 in the SBIBS

Leviticus 19 in the SBIBS2

Leviticus 19 in the SBICS

Leviticus 19 in the SBIDS

Leviticus 19 in the SBIGS

Leviticus 19 in the SBIHS

Leviticus 19 in the SBIIS

Leviticus 19 in the SBIIS2

Leviticus 19 in the SBIIS3

Leviticus 19 in the SBIKS

Leviticus 19 in the SBIKS2

Leviticus 19 in the SBIMS

Leviticus 19 in the SBIOS

Leviticus 19 in the SBIPS

Leviticus 19 in the SBISS

Leviticus 19 in the SBITS

Leviticus 19 in the SBITS2

Leviticus 19 in the SBITS3

Leviticus 19 in the SBITS4

Leviticus 19 in the SBIUS

Leviticus 19 in the SBIVS

Leviticus 19 in the SBT

Leviticus 19 in the SBT1E

Leviticus 19 in the SCHL

Leviticus 19 in the SNT

Leviticus 19 in the SUSU

Leviticus 19 in the SUSU2

Leviticus 19 in the SYNO

Leviticus 19 in the TBIAOTANT

Leviticus 19 in the TBT1E

Leviticus 19 in the TBT1E2

Leviticus 19 in the TFTIP

Leviticus 19 in the TFTU

Leviticus 19 in the TGNTATF3T

Leviticus 19 in the THAI

Leviticus 19 in the TNFD

Leviticus 19 in the TNT

Leviticus 19 in the TNTIK

Leviticus 19 in the TNTIL

Leviticus 19 in the TNTIN

Leviticus 19 in the TNTIP

Leviticus 19 in the TNTIZ

Leviticus 19 in the TOMA

Leviticus 19 in the TTENT

Leviticus 19 in the UBG

Leviticus 19 in the UGV

Leviticus 19 in the UGV2

Leviticus 19 in the UGV3

Leviticus 19 in the VBL

Leviticus 19 in the VDCC

Leviticus 19 in the YALU

Leviticus 19 in the YAPE

Leviticus 19 in the YBVTP

Leviticus 19 in the ZBP