1 Kings 19 (IRVG)
1 એલિયાએ જે કંઈ કર્યું હતું તે અને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝબેલને કહ્યું. 2 પછી ઇઝબેલે સંદેશવાહક મોકલીને એલિયાને કહેવડાવ્યું કે, “જેમ તેં તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું પણ તારા પ્રાણ આવતી કાલે રાત્રે આવી જ રીતે આ સમયે લઈશ. જો હું તેમ ના કરું તો દેવ એવું જ અને તેનાથી પણ વધારે કરો.” 3 જયારે એલિયાએ તે સાંભળ્યું ત્યારે તે પોતાનો જીવ બચાવવા યહૂદિયામાં આવેલા બેરશેબા નગરમાં નાસી ગયો અને તેણે પોતાના ચાકરને ત્યાં રાખ્યો. 4 પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.” 5 પછી તે રોતેમ વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે.” 6 એલિયાએ જોયું, તો નજીક અંગારા પર શેકેલી રોટલી અને પાણીનો કૂંજો તેના માથા પાસે હતો. તે ખાઈ પીને પાછો સૂઈ ગયો. 7 યહોવાહના દૂતે બીજી વાર આવીને તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે, તારે લાંબી મુસાફરી કરવાની છે.” 8 તેથી તેણે ઊઠીને ખાધું. પાણી પીધું અને તે ખોરાકથી મળેલી શક્તિથી તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત મુસાફરી કરીને યહોવાહના પર્વત હોરેબ સુધી પહોંચ્યો. 9 તેણે એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો. પછી યહોવાહનું એવું વચન તેની પાસે આવ્યું કે, “એલિયા, તું અહીં શું કરી રહ્યો છે?” 10 એલિયાએ જવાબ આપ્યો, “સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ હું ઘણો ઝનૂની છું, કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધે છે.” 11 યહોવાહે જવાબ આપ્યો, “બહાર જા અને પર્વત પર યહોવાહની ઉપસ્થિતિમાં ઊભો રહે.” પછી યહોવાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાહની સંમુખ ખડકોના ટુકડેટુકડાં કરતો હતો. પરંતુ યહોવાહ તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવાહ એ ભૂકંપમાં પણ નહોતા. 12 ભૂકંપ પછી અગ્નિ પ્રગટ્યો. પણ યહોવાહ એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં એક ઝીણો અવાજ સંભળાવ્યો. 13 જ્યારે એલિયાએ આ અવાજ સાંભળ્યો ત્યારે પોતાના ઝભ્ભાથી તેણે પોતાનું મુખ ઢાંકી દીધું અને બહાર નીકળીને તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. પછી ત્યાં તેને ફરીથી અવાજ સંભળાયો, “એલિયા, તું અહીં શું કરે છે?” 14 તેણે ફરીથી જવાબ આપ્યો, “સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ હું ઘણો ઝનૂની છું. કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધી રહ્યો છે.” 15 પછી યહોવાહે તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા અને જયારે તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે. 16 નિમ્શીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે. અને આબેલ-મહોલાવાસી શાફાટના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવજે. 17 અને એમ થશે કે હઝાએલની તલવારથી જે કોઈ બચી જશે તેને યેહૂ મારી નાખશે અને યેહૂની તલવારથી જે કોઈ બચી જશે તેને એલિશા મારી નાખશે. 18 પણ હું મારે માટે ઇઝરાયલમાં એવા સાત હજારને બચાવીશ કે જે સર્વનાં ઘૂંટણ બઆલની આગળ નમ્યાં નથી અને જેઓમાંના કોઈનાં મુખે તેને ચુંબન કર્યું નથી.” 19 તેથી એલિયા ત્યાંથી રવાના થયો અને તેને શાફાટનો દીકરો એલિશા મળ્યો. ત્યારે તે તેને ખેતર ખેડતો હતો. એની આગળ બાર જોડ બળદ હતા અને તે પોતે બારમી જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો. 20 પછી એલિશા બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, “કૃપા કરીને મને મારા માતા પિતાને વિદાયનું ચુંબન કરવા જવા દે, પછી હું તારી પાછળ આવીશ.” પછી એલિયાએ તેને કહ્યું, “સારું, પાછો જા, પણ મેં તારા માટે જે કર્યું છે તેનો વિચાર કરજે.” 21 તેથી એલિશા એલિયાની પાછળ ન જતાં પાછો વળ્યો. તેણે બળદની એક જોડ લઈને તે બે બળદને કાપીને ઝૂંસરીના લાકડાંથી તેઓનું માંસ બાફ્યું. તેનું ભોજન બનાવીને લોકોને પીરસ્યું. અને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો અને તેની સેવા કરી.
In Other Versions
1 Kings 19 in the ANGEFD
1 Kings 19 in the ANTPNG2D
1 Kings 19 in the AS21
1 Kings 19 in the BAGH
1 Kings 19 in the BBPNG
1 Kings 19 in the BBT1E
1 Kings 19 in the BDS
1 Kings 19 in the BEV
1 Kings 19 in the BHAD
1 Kings 19 in the BIB
1 Kings 19 in the BLPT
1 Kings 19 in the BNT
1 Kings 19 in the BNTABOOT
1 Kings 19 in the BNTLV
1 Kings 19 in the BOATCB
1 Kings 19 in the BOATCB2
1 Kings 19 in the BOBCV
1 Kings 19 in the BOCNT
1 Kings 19 in the BOECS
1 Kings 19 in the BOGWICC
1 Kings 19 in the BOHCB
1 Kings 19 in the BOHCV
1 Kings 19 in the BOHLNT
1 Kings 19 in the BOHNTLTAL
1 Kings 19 in the BOICB
1 Kings 19 in the BOILNTAP
1 Kings 19 in the BOITCV
1 Kings 19 in the BOKCV
1 Kings 19 in the BOKCV2
1 Kings 19 in the BOKHWOG
1 Kings 19 in the BOKSSV
1 Kings 19 in the BOLCB
1 Kings 19 in the BOLCB2
1 Kings 19 in the BOMCV
1 Kings 19 in the BONAV
1 Kings 19 in the BONCB
1 Kings 19 in the BONLT
1 Kings 19 in the BONUT2
1 Kings 19 in the BOPLNT
1 Kings 19 in the BOSCB
1 Kings 19 in the BOSNC
1 Kings 19 in the BOTLNT
1 Kings 19 in the BOVCB
1 Kings 19 in the BOYCB
1 Kings 19 in the BPBB
1 Kings 19 in the BPH
1 Kings 19 in the BSB
1 Kings 19 in the CCB
1 Kings 19 in the CUV
1 Kings 19 in the CUVS
1 Kings 19 in the DBT
1 Kings 19 in the DGDNT
1 Kings 19 in the DHNT
1 Kings 19 in the DNT
1 Kings 19 in the ELBE
1 Kings 19 in the EMTV
1 Kings 19 in the ESV
1 Kings 19 in the FBV
1 Kings 19 in the FEB
1 Kings 19 in the GGMNT
1 Kings 19 in the GNT
1 Kings 19 in the HARY
1 Kings 19 in the HNT
1 Kings 19 in the IRVA
1 Kings 19 in the IRVB
1 Kings 19 in the IRVH
1 Kings 19 in the IRVK
1 Kings 19 in the IRVM
1 Kings 19 in the IRVM2
1 Kings 19 in the IRVO
1 Kings 19 in the IRVP
1 Kings 19 in the IRVT
1 Kings 19 in the IRVT2
1 Kings 19 in the IRVU
1 Kings 19 in the ISVN
1 Kings 19 in the JSNT
1 Kings 19 in the KAPI
1 Kings 19 in the KBT1ETNIK
1 Kings 19 in the KBV
1 Kings 19 in the KJV
1 Kings 19 in the KNFD
1 Kings 19 in the LBA
1 Kings 19 in the LBLA
1 Kings 19 in the LNT
1 Kings 19 in the LSV
1 Kings 19 in the MAAL
1 Kings 19 in the MBV
1 Kings 19 in the MBV2
1 Kings 19 in the MHNT
1 Kings 19 in the MKNFD
1 Kings 19 in the MNG
1 Kings 19 in the MNT
1 Kings 19 in the MNT2
1 Kings 19 in the MRS1T
1 Kings 19 in the NAA
1 Kings 19 in the NASB
1 Kings 19 in the NBLA
1 Kings 19 in the NBS
1 Kings 19 in the NBVTP
1 Kings 19 in the NET2
1 Kings 19 in the NIV11
1 Kings 19 in the NNT
1 Kings 19 in the NNT2
1 Kings 19 in the NNT3
1 Kings 19 in the PDDPT
1 Kings 19 in the PFNT
1 Kings 19 in the RMNT
1 Kings 19 in the SBIAS
1 Kings 19 in the SBIBS
1 Kings 19 in the SBIBS2
1 Kings 19 in the SBICS
1 Kings 19 in the SBIDS
1 Kings 19 in the SBIGS
1 Kings 19 in the SBIHS
1 Kings 19 in the SBIIS
1 Kings 19 in the SBIIS2
1 Kings 19 in the SBIIS3
1 Kings 19 in the SBIKS
1 Kings 19 in the SBIKS2
1 Kings 19 in the SBIMS
1 Kings 19 in the SBIOS
1 Kings 19 in the SBIPS
1 Kings 19 in the SBISS
1 Kings 19 in the SBITS
1 Kings 19 in the SBITS2
1 Kings 19 in the SBITS3
1 Kings 19 in the SBITS4
1 Kings 19 in the SBIUS
1 Kings 19 in the SBIVS
1 Kings 19 in the SBT
1 Kings 19 in the SBT1E
1 Kings 19 in the SCHL
1 Kings 19 in the SNT
1 Kings 19 in the SUSU
1 Kings 19 in the SUSU2
1 Kings 19 in the SYNO
1 Kings 19 in the TBIAOTANT
1 Kings 19 in the TBT1E
1 Kings 19 in the TBT1E2
1 Kings 19 in the TFTIP
1 Kings 19 in the TFTU
1 Kings 19 in the TGNTATF3T
1 Kings 19 in the THAI
1 Kings 19 in the TNFD
1 Kings 19 in the TNT
1 Kings 19 in the TNTIK
1 Kings 19 in the TNTIL
1 Kings 19 in the TNTIN
1 Kings 19 in the TNTIP
1 Kings 19 in the TNTIZ
1 Kings 19 in the TOMA
1 Kings 19 in the TTENT
1 Kings 19 in the UBG
1 Kings 19 in the UGV
1 Kings 19 in the UGV2
1 Kings 19 in the UGV3
1 Kings 19 in the VBL
1 Kings 19 in the VDCC
1 Kings 19 in the YALU
1 Kings 19 in the YAPE
1 Kings 19 in the YBVTP
1 Kings 19 in the ZBP