Ezekiel 17 (IRVG)

1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 2 હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને ઉખાણું કહીને તેઓને આ દ્રષ્ટાંત આપ. 3 તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે,મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો,મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે દેવદાર વૃક્ષની ટોચની ડાળી તોડી. 4 વૃક્ષની ટોચે રહેલી ડાળીઓ તોડીને તેને તે કનાન દેશમાં લઈ ગયો;તેણે તે વેપારીઓના નગરમાં રોપી. 5 તેણે જમીન પરથી કેટલાંક બીજ પણ લીધાં, તેને વાવણી માટે તૈયાર જમીન પર વાવ્યા.તેણે તે દેશનું બી લઈને ફળદ્રુપ જમીનમાં મોટા જળાશય પાસે ઊગેલા વૃક્ષની માફક રોપ્યું. 6 તે બીજમાંથી વેલો ઊગીને વધવા લાગ્યો અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો.તેની ડાળીઓ તેની તરફ વળી અને તેનાં મૂળ તેની નીચે હતાં.તે દ્રાક્ષાવેલો બન્યો, તેને ડાળીઓ આવી અને કૂંપળો ફૂટી નીકળી. 7 પણ બીજો મોટી પાંખવાળો તથા ઘણાં પીંછાવાળો એક ગરુડ હતો.અને જુઓ, પેલા દ્રાક્ષવેલાએ પોતાના મૂળિયાં ગરુડ તરફ વાળ્યાં,તેને જે ક્યારામાં ઉગાવવામાં આવ્યો હતો ત્યાંથી તેની ડાળીઓ ગરુડ તરફ વળી, જેથી તે વધારે પાણી સિંચે. 8 તેને સારી જમીનમાં મોટા જળાશય પાસે રોપવામાં આવ્યો હતો,જેથી તેને પુષ્કળ ડાળીઓ ફૂટે અને ફળ લાગે, તે મજાનો દ્રાક્ષાવેલો બને!” 9 લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ એવું કહે છે: શું તે ફાલશે?ઘણું બળ કે ઘણાં લોકને કામે લગાડ્યા સિવાય તે તેને સમૂળગો ઉખેડી નહિ નાખે?તેનાં મૂળ ઉખેડી નાખીને અને તેનાં ફળો તોડીને તેના બધાં લીલાં પાંદડાં ચીમળાવી નહિ નાખે? 10 હા જુઓ, તેને રોપ્યો છે તો ખરો પણ શું તે ફાલશે ખરો?જ્યારે પૂર્વનો પવન વાશે ત્યારે એ સુકાઈ નહિ જાય?જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં તે ચીમળાઇ જશે.’” 11 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને મને કહ્યું, 12 “તું બંડખોર લોકોને કહે કે: આ વાતોનો અર્થ શો છે તે તમે જાણતા નથી? જુઓ, તું તેઓને સમજાવ કે બાબિલનો રાજા યરુશાલેમ આવીને તેના રાજાને તથા રાજકુમારોને પકડીને તેઓને પોતાની પાસે બાબિલ નગરમાં લઈ ગયો. 13 તેણે રાજવંશમાંથી એક માણસ સાથે કરાર કર્યો, તેની પાસે વચન પણ લીધું. અને તે દેશના બળવાન લોકોને દૂર લઈ ગયો, 14 તેથી રાજ્ય નિર્બળ થાય અને પોતે ઊભું થઈ શકે નહિ. પણ તેની સાથે કરેલો કરાર પાડીને નભી રહે. માટે તે દેશના આગેવાનોને તે તેની સાથે લઈ ગયો. 15 યરુશાલેમના રાજાએ ઘોડાઓ તથા મોટું સૈન્ય મેળવવા માટે રાજદૂતોને મિસર મોકલીને યરુશાલેમના રાજાએ તેની વિરુદ્ધ બળવો કર્યો. શું તે સફળ થશે ખરા? આવાં કામો કરીને શું તે બચી જશે? શું તે કરાર તોડીને બચી જશે? 16 પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે, ‘હું ખાતરી પૂર્વક કહું છું કે જે રાજાએ તેને રાજા બનાવ્યો છે, જેના સોગનને તેણે ધિક્કાર્યા છે, જેના કરારનો તેણે ભંગ કર્યો છે, તે રાજાના દેશમાં એટલે બાબિલમાં મૃત્યુ પામશે. 17 જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે, ત્યારે ફારુન તથા તેનું મોટું સૈન્ય તેની મદદ કરી શકશે નહિ. 18 કેમ કે રાજાએ કરાર તોડીને સોગનને તુચ્છ ગણ્યા છે. જુઓ, તેણે પોતાનો હાથ લંબાવીને કરાર કર્યો છે, પણ તેણે આ બધા કામો કર્યાં છે. તે બચવાનો નથી. 19 આથી પ્રભુ યહોવાહ કહે છે: ‘મારા જીવનના સમ ખાઈને કહું છું કે, મારા સોગન જે તેણે તોડ્યા છે અને મારો કરાર તેણે ભાગ્યો છે? તેથી હું તેના પર શિક્ષા લાવીશ. 20 હું તેના પર મારી જાળ નાખીશ, તે મારા ફાંદામાં સપડાશે. હું તેને બાબિલમાં લાવીને તેણે મારી સાથે જે વિશ્વાસઘાત કર્યો તેને લીધે તેની સાથે વિવાદ કરીશ. 21 તેના નાસી ગયેલા સર્વ લોકની ટુકડી તલવારથી પડશે, બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઈ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું; હું તે બોલ્યો છું.” 22 પ્રભુ યહોવાહ કહે છે: “વળી હું દેવદાર વૃક્ષની ટોચ પરની ડાળી લઈને તેને રોપીશ, હું તેની ઊંચી કૂપળોમાંથી કાપી લઈને ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ. 23 હું તેને ઇઝરાયલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ, તેને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, તે પ્રખ્યાત દેવદાર વૃક્ષ બનશે. તમામ પ્રકારનાં પક્ષીઓ તેની નીચે વાસો કરશે. તેઓ તેની ડાળીઓની છાયામાં માળા બાંધશે. 24 વનનાં સર્વ વૃક્ષો જાણશે કે હું યહોવાહ છું, હું ઊંચાં વૃક્ષોને નીચાં કરું છું અને નીચાં વૃક્ષોને ઊંચાં કરું છું; હું લીલાં વૃક્ષને સૂકવી નાખું છું અને હું સૂકા વૃક્ષને લીલાં બનાવું છું, હું યહોવાહ છું; મેં તે કહ્યું છે અને હું તે કરીશ!”

In Other Versions

Ezekiel 17 in the ANGEFD

Ezekiel 17 in the ANTPNG2D

Ezekiel 17 in the AS21

Ezekiel 17 in the BAGH

Ezekiel 17 in the BBPNG

Ezekiel 17 in the BBT1E

Ezekiel 17 in the BDS

Ezekiel 17 in the BEV

Ezekiel 17 in the BHAD

Ezekiel 17 in the BIB

Ezekiel 17 in the BLPT

Ezekiel 17 in the BNT

Ezekiel 17 in the BNTABOOT

Ezekiel 17 in the BNTLV

Ezekiel 17 in the BOATCB

Ezekiel 17 in the BOATCB2

Ezekiel 17 in the BOBCV

Ezekiel 17 in the BOCNT

Ezekiel 17 in the BOECS

Ezekiel 17 in the BOGWICC

Ezekiel 17 in the BOHCB

Ezekiel 17 in the BOHCV

Ezekiel 17 in the BOHLNT

Ezekiel 17 in the BOHNTLTAL

Ezekiel 17 in the BOICB

Ezekiel 17 in the BOILNTAP

Ezekiel 17 in the BOITCV

Ezekiel 17 in the BOKCV

Ezekiel 17 in the BOKCV2

Ezekiel 17 in the BOKHWOG

Ezekiel 17 in the BOKSSV

Ezekiel 17 in the BOLCB

Ezekiel 17 in the BOLCB2

Ezekiel 17 in the BOMCV

Ezekiel 17 in the BONAV

Ezekiel 17 in the BONCB

Ezekiel 17 in the BONLT

Ezekiel 17 in the BONUT2

Ezekiel 17 in the BOPLNT

Ezekiel 17 in the BOSCB

Ezekiel 17 in the BOSNC

Ezekiel 17 in the BOTLNT

Ezekiel 17 in the BOVCB

Ezekiel 17 in the BOYCB

Ezekiel 17 in the BPBB

Ezekiel 17 in the BPH

Ezekiel 17 in the BSB

Ezekiel 17 in the CCB

Ezekiel 17 in the CUV

Ezekiel 17 in the CUVS

Ezekiel 17 in the DBT

Ezekiel 17 in the DGDNT

Ezekiel 17 in the DHNT

Ezekiel 17 in the DNT

Ezekiel 17 in the ELBE

Ezekiel 17 in the EMTV

Ezekiel 17 in the ESV

Ezekiel 17 in the FBV

Ezekiel 17 in the FEB

Ezekiel 17 in the GGMNT

Ezekiel 17 in the GNT

Ezekiel 17 in the HARY

Ezekiel 17 in the HNT

Ezekiel 17 in the IRVA

Ezekiel 17 in the IRVB

Ezekiel 17 in the IRVH

Ezekiel 17 in the IRVK

Ezekiel 17 in the IRVM

Ezekiel 17 in the IRVM2

Ezekiel 17 in the IRVO

Ezekiel 17 in the IRVP

Ezekiel 17 in the IRVT

Ezekiel 17 in the IRVT2

Ezekiel 17 in the IRVU

Ezekiel 17 in the ISVN

Ezekiel 17 in the JSNT

Ezekiel 17 in the KAPI

Ezekiel 17 in the KBT1ETNIK

Ezekiel 17 in the KBV

Ezekiel 17 in the KJV

Ezekiel 17 in the KNFD

Ezekiel 17 in the LBA

Ezekiel 17 in the LBLA

Ezekiel 17 in the LNT

Ezekiel 17 in the LSV

Ezekiel 17 in the MAAL

Ezekiel 17 in the MBV

Ezekiel 17 in the MBV2

Ezekiel 17 in the MHNT

Ezekiel 17 in the MKNFD

Ezekiel 17 in the MNG

Ezekiel 17 in the MNT

Ezekiel 17 in the MNT2

Ezekiel 17 in the MRS1T

Ezekiel 17 in the NAA

Ezekiel 17 in the NASB

Ezekiel 17 in the NBLA

Ezekiel 17 in the NBS

Ezekiel 17 in the NBVTP

Ezekiel 17 in the NET2

Ezekiel 17 in the NIV11

Ezekiel 17 in the NNT

Ezekiel 17 in the NNT2

Ezekiel 17 in the NNT3

Ezekiel 17 in the PDDPT

Ezekiel 17 in the PFNT

Ezekiel 17 in the RMNT

Ezekiel 17 in the SBIAS

Ezekiel 17 in the SBIBS

Ezekiel 17 in the SBIBS2

Ezekiel 17 in the SBICS

Ezekiel 17 in the SBIDS

Ezekiel 17 in the SBIGS

Ezekiel 17 in the SBIHS

Ezekiel 17 in the SBIIS

Ezekiel 17 in the SBIIS2

Ezekiel 17 in the SBIIS3

Ezekiel 17 in the SBIKS

Ezekiel 17 in the SBIKS2

Ezekiel 17 in the SBIMS

Ezekiel 17 in the SBIOS

Ezekiel 17 in the SBIPS

Ezekiel 17 in the SBISS

Ezekiel 17 in the SBITS

Ezekiel 17 in the SBITS2

Ezekiel 17 in the SBITS3

Ezekiel 17 in the SBITS4

Ezekiel 17 in the SBIUS

Ezekiel 17 in the SBIVS

Ezekiel 17 in the SBT

Ezekiel 17 in the SBT1E

Ezekiel 17 in the SCHL

Ezekiel 17 in the SNT

Ezekiel 17 in the SUSU

Ezekiel 17 in the SUSU2

Ezekiel 17 in the SYNO

Ezekiel 17 in the TBIAOTANT

Ezekiel 17 in the TBT1E

Ezekiel 17 in the TBT1E2

Ezekiel 17 in the TFTIP

Ezekiel 17 in the TFTU

Ezekiel 17 in the TGNTATF3T

Ezekiel 17 in the THAI

Ezekiel 17 in the TNFD

Ezekiel 17 in the TNT

Ezekiel 17 in the TNTIK

Ezekiel 17 in the TNTIL

Ezekiel 17 in the TNTIN

Ezekiel 17 in the TNTIP

Ezekiel 17 in the TNTIZ

Ezekiel 17 in the TOMA

Ezekiel 17 in the TTENT

Ezekiel 17 in the UBG

Ezekiel 17 in the UGV

Ezekiel 17 in the UGV2

Ezekiel 17 in the UGV3

Ezekiel 17 in the VBL

Ezekiel 17 in the VDCC

Ezekiel 17 in the YALU

Ezekiel 17 in the YAPE

Ezekiel 17 in the YBVTP

Ezekiel 17 in the ZBP