Ezekiel 24 (IRVG)
1 નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 2 “હે મનુષ્યપુત્ર, તું દિવસનું એટલે આજના દિવસનું નામ લખ, કેમ કે, આજના દિવસે બાબિલના રાજાએ યરુશાલેમનો ઘેરો ઘાલ્યો છે. 3 આ બંડખોર પ્રજાને દ્રષ્ટાંત આપીને સંભળાવ. તેને કહે કે, “પ્રભુ યહોવાહ આમ કહે છે:કઢાઈ ચઢાવો, તેને ચઢાવીને તેમાં પાણી રેડો, 4 તેમાં માંસના ટુકડા, જાંઘ તથા ખભાના દરેક સારા ટુકડા નાખો.સારાં હાડકાંથી તેને ભરો! 5 ટોળાંમાંથી એક ઉત્તમ ઘેટું લો, પેલાં હાડકાં તેની નીચે નાખો,તેને ખૂબ ઉકાળો, હાડકાંને બફાવા દો. 6 માટે પ્રભુ યહોવાહ કહે છે: કઢાઈની માફક જેની અંદર મેલ છે,જેમાંથી મેલ કદી નીકળ્યો નથી એવી ખૂની નગરીને અફસોસ.તેમાંથી ટુકડે ટુકડે લો, પણ તેના પર ચિઠ્ઠી નાખવાની નથી. 7 કેમ કે તેનું લોહી તેની અંદર છે. તેણે તેને ખુલ્લા ખડક પર પાડ્યું છે, તેણે તેને જમીન પર રેડ્યું નથી જેથી તે ધૂળથી ઢંકાય જાય, 8 તે ઢંકાય નહિ માટે મેં તેને ખુલ્લા ખડક પર રાખ્યું છે. જેથી મારો કોપ સળગે અને હું વૈર વાળું. 9 તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: ખૂની નગરીને અફસોસ, હું લાકડાંનો મોટો ઢગલો પણ કરીશ. 10 લાકડાંને વધારો, અગ્નિ સળગાવો, માંસને બરાબર ઉકાળો. રસો જાડો કરો! હાડકાંને બળી જવા દો! 11 પછી ખાલી કઢાઈને અંગારા પર મૂકો, જેથી તે ગરમ થાય અને તેનું પિત્તળ તપી જાય, તેની અંદરનો તેનો મેલ પીગળીને તેનો કાટ પીગળી જાય. 12 તે સખત પરિશ્રમથી કંટાળી ગઈ છે, પણ તેનો કાટ એટલો બધો છે કે તે અગ્નિથી પણ જતો નથી. 13 તારી અશુદ્ધતામાં લંપટતા સમાયેલી છે, કેમ કે મેં શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ. હું તારા પર મારો પૂરો રોષ ઉતારીશ નહિ ત્યાં સુધી તું ફરી શુદ્ધ થશે નહિ. 14 મેં, યહોવાહે તે કહ્યું છે અને તે પ્રમાણે થશે અને હું તે પૂરું કરીશ, હું પીછેહઠ કરીશ નહિ. દયા રાખીશ નહિ. તારાં આચરણ પ્રમાણે અને તારાં કૃત્યો પ્રમાણે તેઓ ન્યાય કરશે.” એવું પ્રભુ યહોવાહ કહે છે. 15 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 16 “હે મનુષ્યપુત્ર, જે તારી આંખોને પ્રિય છે તેને હું એક મરકી મોકલીને તારી પાસેથી લઈ લઈશ. પણ તારે રડવું કે શોક કરવો નહિ, આંસુ પાડવાં નહિ. 17 તું ચૂપચાપ નિસાસા નાખજે. મૃત્યુ પામેલા માટે અંતિમ યાત્રાની વ્યવસ્થા કરતો નહિ. તારા માથે પાઘડી બાંધ અને તારા પગમાં ચંપલ પહેર. તું તારા હોઠને ઢાંકતો નહિ કે જે માણસ પોતાની પત્ની ગુમાવ્યાને કારણે શોક કરે છે તેની રોટલી ખાતો નહિ.” 18 સવારમાં મેં મારા લોકોને કહ્યું, સાંજે મારી પત્ની મૃત્યુ પામી. મને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં સવારે કર્યું. 19 લોકોએ મને પૂછ્યું, “તું જે બાબતો કરે છે, તે બધાનો શો અર્થ છે તે અમને નહિ કહે?” 20 ત્યારે મેં તેઓને કહ્યું, “યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 21 ‘ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ કહે છે કે, જુઓ, મારું પવિત્રસ્થાન, જે તમારા સામર્થ્યનું ગર્વ છે, જે તમારી આંખોની ઇચ્છા છે, જે તમારા આત્માની અભિલાષા છે તેને હું ભ્રષ્ટ કરીશ. તમારા જે દીકરા તથા દીકરીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તલવારથી મરશે. 22 ત્યારે જેમ મેં કર્યું છે તેમ તમે કરશો:. તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ. 23 તમારી પાઘડી તમારા માથા પર, તમારાં ચંપલ તમારા પગમાં હશે. શોક કરશો કે રડશો નહિ, તમે તમારા અન્યાયમાં પીગળી જશો, દરેક માણસ પોતાના ભાઈને માટે નિસાસા નાખશે. 24 હઝકિયેલ તમારે માટે ચિહ્નરૂપ થશે. જ્યારે તે આવશે ત્યારે જે સર્વ તેણે કર્યું તે પ્રમાણે તમે કરશો. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું!” 25 “પણ હે મનુષ્યપુત્ર, જે દિવસે હું તેઓનું સામર્થ્ય, જે તેઓનો આનંદ છે, તેઓનો ગર્વ, જે તેઓ જુએ છે અને તેઓની ઇચ્છા છે તેને કબજામાં લઈ લઈશ અને તેઓના દીકરા તથા દીકરીઓને લઈ લઈશ. 26 તે દિવસે એમ નહિ થશે કે, બચી ગયેલો તારી પાસે આવીને તને તે સમાચાર કહી સંભળાવે. 27 તે જ દિવસે તારું મુખ ખૂલશે અને તું બચી ગયેલાઓ સાથે વાત કરશે. ત્યાર પછી તું શાંત રહેશે નહિ. તું તેઓ માટે ચિહ્નરૂપ થશે ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”
In Other Versions
Ezekiel 24 in the ANGEFD
Ezekiel 24 in the ANTPNG2D
Ezekiel 24 in the AS21
Ezekiel 24 in the BAGH
Ezekiel 24 in the BBPNG
Ezekiel 24 in the BBT1E
Ezekiel 24 in the BDS
Ezekiel 24 in the BEV
Ezekiel 24 in the BHAD
Ezekiel 24 in the BIB
Ezekiel 24 in the BLPT
Ezekiel 24 in the BNT
Ezekiel 24 in the BNTABOOT
Ezekiel 24 in the BNTLV
Ezekiel 24 in the BOATCB
Ezekiel 24 in the BOATCB2
Ezekiel 24 in the BOBCV
Ezekiel 24 in the BOCNT
Ezekiel 24 in the BOECS
Ezekiel 24 in the BOGWICC
Ezekiel 24 in the BOHCB
Ezekiel 24 in the BOHCV
Ezekiel 24 in the BOHLNT
Ezekiel 24 in the BOHNTLTAL
Ezekiel 24 in the BOICB
Ezekiel 24 in the BOILNTAP
Ezekiel 24 in the BOITCV
Ezekiel 24 in the BOKCV
Ezekiel 24 in the BOKCV2
Ezekiel 24 in the BOKHWOG
Ezekiel 24 in the BOKSSV
Ezekiel 24 in the BOLCB
Ezekiel 24 in the BOLCB2
Ezekiel 24 in the BOMCV
Ezekiel 24 in the BONAV
Ezekiel 24 in the BONCB
Ezekiel 24 in the BONLT
Ezekiel 24 in the BONUT2
Ezekiel 24 in the BOPLNT
Ezekiel 24 in the BOSCB
Ezekiel 24 in the BOSNC
Ezekiel 24 in the BOTLNT
Ezekiel 24 in the BOVCB
Ezekiel 24 in the BOYCB
Ezekiel 24 in the BPBB
Ezekiel 24 in the BPH
Ezekiel 24 in the BSB
Ezekiel 24 in the CCB
Ezekiel 24 in the CUV
Ezekiel 24 in the CUVS
Ezekiel 24 in the DBT
Ezekiel 24 in the DGDNT
Ezekiel 24 in the DHNT
Ezekiel 24 in the DNT
Ezekiel 24 in the ELBE
Ezekiel 24 in the EMTV
Ezekiel 24 in the ESV
Ezekiel 24 in the FBV
Ezekiel 24 in the FEB
Ezekiel 24 in the GGMNT
Ezekiel 24 in the GNT
Ezekiel 24 in the HARY
Ezekiel 24 in the HNT
Ezekiel 24 in the IRVA
Ezekiel 24 in the IRVB
Ezekiel 24 in the IRVH
Ezekiel 24 in the IRVK
Ezekiel 24 in the IRVM
Ezekiel 24 in the IRVM2
Ezekiel 24 in the IRVO
Ezekiel 24 in the IRVP
Ezekiel 24 in the IRVT
Ezekiel 24 in the IRVT2
Ezekiel 24 in the IRVU
Ezekiel 24 in the ISVN
Ezekiel 24 in the JSNT
Ezekiel 24 in the KAPI
Ezekiel 24 in the KBT1ETNIK
Ezekiel 24 in the KBV
Ezekiel 24 in the KJV
Ezekiel 24 in the KNFD
Ezekiel 24 in the LBA
Ezekiel 24 in the LBLA
Ezekiel 24 in the LNT
Ezekiel 24 in the LSV
Ezekiel 24 in the MAAL
Ezekiel 24 in the MBV
Ezekiel 24 in the MBV2
Ezekiel 24 in the MHNT
Ezekiel 24 in the MKNFD
Ezekiel 24 in the MNG
Ezekiel 24 in the MNT
Ezekiel 24 in the MNT2
Ezekiel 24 in the MRS1T
Ezekiel 24 in the NAA
Ezekiel 24 in the NASB
Ezekiel 24 in the NBLA
Ezekiel 24 in the NBS
Ezekiel 24 in the NBVTP
Ezekiel 24 in the NET2
Ezekiel 24 in the NIV11
Ezekiel 24 in the NNT
Ezekiel 24 in the NNT2
Ezekiel 24 in the NNT3
Ezekiel 24 in the PDDPT
Ezekiel 24 in the PFNT
Ezekiel 24 in the RMNT
Ezekiel 24 in the SBIAS
Ezekiel 24 in the SBIBS
Ezekiel 24 in the SBIBS2
Ezekiel 24 in the SBICS
Ezekiel 24 in the SBIDS
Ezekiel 24 in the SBIGS
Ezekiel 24 in the SBIHS
Ezekiel 24 in the SBIIS
Ezekiel 24 in the SBIIS2
Ezekiel 24 in the SBIIS3
Ezekiel 24 in the SBIKS
Ezekiel 24 in the SBIKS2
Ezekiel 24 in the SBIMS
Ezekiel 24 in the SBIOS
Ezekiel 24 in the SBIPS
Ezekiel 24 in the SBISS
Ezekiel 24 in the SBITS
Ezekiel 24 in the SBITS2
Ezekiel 24 in the SBITS3
Ezekiel 24 in the SBITS4
Ezekiel 24 in the SBIUS
Ezekiel 24 in the SBIVS
Ezekiel 24 in the SBT
Ezekiel 24 in the SBT1E
Ezekiel 24 in the SCHL
Ezekiel 24 in the SNT
Ezekiel 24 in the SUSU
Ezekiel 24 in the SUSU2
Ezekiel 24 in the SYNO
Ezekiel 24 in the TBIAOTANT
Ezekiel 24 in the TBT1E
Ezekiel 24 in the TBT1E2
Ezekiel 24 in the TFTIP
Ezekiel 24 in the TFTU
Ezekiel 24 in the TGNTATF3T
Ezekiel 24 in the THAI
Ezekiel 24 in the TNFD
Ezekiel 24 in the TNT
Ezekiel 24 in the TNTIK
Ezekiel 24 in the TNTIL
Ezekiel 24 in the TNTIN
Ezekiel 24 in the TNTIP
Ezekiel 24 in the TNTIZ
Ezekiel 24 in the TOMA
Ezekiel 24 in the TTENT
Ezekiel 24 in the UBG
Ezekiel 24 in the UGV
Ezekiel 24 in the UGV2
Ezekiel 24 in the UGV3
Ezekiel 24 in the VBL
Ezekiel 24 in the VDCC
Ezekiel 24 in the YALU
Ezekiel 24 in the YAPE
Ezekiel 24 in the YBVTP
Ezekiel 24 in the ZBP