Ezekiel 31 (IRVG)
1 અગિયારમા વર્ષના, ત્રીજા મહિનાના, પહેલા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 2 “હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના ચાકરોને કહે,‘તમારા જેવો બીજો મોટો કોણ છે? 3 જો, આશ્શૂરી લબાનોનના દેવદાર વૃક્ષ જેવો હતો, તેની ડાળીઓ સુંદર, તેની છાયા ઘટાદાર, તેનું ઊંચાઈ ઘણી હતી!અને તે વૃક્ષની ટોચ ડાળીઓ કરતાં ઉપર હતી. 4 ઘણાં પાણીઓએ તેને ઊંચું કર્યું; જળાશયોએ તેને વધાર્યું.નદીઓ તેના રોપાઓની આસપાસ વહેતી હતી,તેના વહેળાથી ખેતરનાં સર્વ વૃક્ષોને પાણી મળતું હતું. 5 તેની ઊંચાઈ ખેતરના બીજા વૃક્ષો કરતાં ઘણી ઊંચી હતી,તેને પુષ્કળ ડાળીઓ થઈ;તેની ડાળીઓ ફૂટી ત્યારે પુષ્કળ પાણી મળ્યાથી તે લાંબી વધી. 6 આકાશના પક્ષીઓ તેની ડાળીઓ પર માળા બાંધતાં હતાં,તેનાં પાંદડાં નીચે દરેક ખેતરનાં સર્વ પશુઓ પોતાનાં બચ્ચાંને જન્મ આપતાં હતા.તેની છાયામાં ઘણી પ્રજાઓ રહેતી હતી. 7 તે પોતાના મહત્વમાં તથા પોતાની ડાળીઓની લંબાઈમાં સુંદર હતું, તેનાં મૂળો મહા જળ પાસે હતાં. 8 ઈશ્વરના બગીચામાંના એરેજવૃક્ષો તેને ઢાંકી શકતા ન હતા.દેવદાર વૃક્ષો તેની ડાળીઓ સમાન પણ ન હતાં, પ્લેનવૃક્ષો પણ તેની ડાળીઓ સમાન ન હતાં.સુંદરતામાં પણ ઈશ્વરના બગીચામાંનું એક પણ વૃક્ષ તેની સમાન ન હતું! 9 મેં તેને ઘણી ડાળીઓથી એવું સુંદર બનાવ્યું હતું કે;ઈશ્વરના બગીચામાંના એટલે એદનનાં સર્વ વૃક્ષો તેની અદેખાઈ કરતાં હતાં.’” 10 માટે પ્રભુ યહોવાહ આમ કહે છે: “કારણ કે તે ઊંચું હતું, તેણે પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે અને તેનું હૃદય કદમાં ઊંચું થયું છે. 11 તેથી હું તેને પ્રજાઓમાં જે પરાક્રમી છે તેના હાથમાં સોપી દઈશ. અધિકારી તેની વિરુદ્ધ પગલું ભરશે મેં તેને તેની દુષ્ટતાને લીધે હાંકી કાઢ્યું છે. 12 પરદેશીઓ જે બધી પ્રજાઓ માટે ત્રાસરૂપ છે, એવા પરદેશીઓએ તેનો સંહાર કર્યો છે, તેને તજી દીધું છે. તેની ડાળીઓ પર્વતો પર તથા ખીણોમાં પડેલી છે, તેની ડાળીઓ ઝરણાંઓ પાસે ભાંગી પડેલી છે. પછી પૃથ્વીની સર્વ પ્રજાઓએ તેની છાયામાંથી જતા રહીને તેને છોડી દીધું છે. 13 આકાશના સર્વ પક્ષીઓ તેનાં ભાંગી તૂટેલા અંગો પર આરામ કરે છે,ખેતરનાં સર્વ પશુઓ તેની ડાળીઓ પર રહેશે. 14 એવું બને કે પાણી પાસેનાં વૃક્ષો તથા પાણી પીનારાં સર્વ વૃક્ષોમાંના કોઈ પણ કદમાં ઊંચા ન થઈ જાય, પોતાની ટોચ વાદળ સુધી ના પહોંચાડે, કેમ કે પાણી પીનારા વૃક્ષ બીજા વૃક્ષ કરતાં કદી ઊંચે નહિ થાય. કેમ કે તેઓ બીજા મનુષ્યો સાથે કબરમાં ઊતરી જનારાઓના ભેગા મોતને અધોલોકને સ્વાધીન કરવામાં આવ્યા છે.” 15 પ્રભુ યહોવાહ આમ કહે છે: “તે દિવસે જ્યારે તે શેઓલમાં ઊતરી ગયો ત્યારે મેં પૃથ્વી પર શોક પળાવ્યો. મેં તેના પર ઊંડાણ ઢાંક્યું, મેં સમુદ્રના પાણી રોક્યાં. અને મહાજળ થંભ્યા, મેં તેને લીધે લબાનોન પાસે શોક પળાવ્યો. તેને લીધે ખેતરનાં સર્વ વૃક્ષો મૂર્છિત થઈ ગયાં. 16 જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના પતનથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી, સર્વ પાણી પીનારા એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં. 17 જેઓ તેના બળવાન હાથરૂપ હતા, જેઓ પ્રજાઓની છાયામાં રહેતા હતા, તેઓ પણ તેની સાથે શેઓલમાં તલવારથી કતલ થયેલાઓની પાસે ગયા. 18 મહિમામાં તથા મોટાઈમાં એદનનાં વૃક્ષોમાં તારા જેવું કોણ હતું? કેમ કે તું એદનનાં વૃક્ષોની સાથે અધોલોકમાં પડશે, તું તલવારથી કતલ થયેલાઓની સાથે બેસુન્નતીઓમાં પડ્યો રહેશે. એ ફારુન તથા તેના ચાકરો છે.” આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
In Other Versions
Ezekiel 31 in the ANGEFD
Ezekiel 31 in the ANTPNG2D
Ezekiel 31 in the AS21
Ezekiel 31 in the BAGH
Ezekiel 31 in the BBPNG
Ezekiel 31 in the BBT1E
Ezekiel 31 in the BDS
Ezekiel 31 in the BEV
Ezekiel 31 in the BHAD
Ezekiel 31 in the BIB
Ezekiel 31 in the BLPT
Ezekiel 31 in the BNT
Ezekiel 31 in the BNTABOOT
Ezekiel 31 in the BNTLV
Ezekiel 31 in the BOATCB
Ezekiel 31 in the BOATCB2
Ezekiel 31 in the BOBCV
Ezekiel 31 in the BOCNT
Ezekiel 31 in the BOECS
Ezekiel 31 in the BOGWICC
Ezekiel 31 in the BOHCB
Ezekiel 31 in the BOHCV
Ezekiel 31 in the BOHLNT
Ezekiel 31 in the BOHNTLTAL
Ezekiel 31 in the BOICB
Ezekiel 31 in the BOILNTAP
Ezekiel 31 in the BOITCV
Ezekiel 31 in the BOKCV
Ezekiel 31 in the BOKCV2
Ezekiel 31 in the BOKHWOG
Ezekiel 31 in the BOKSSV
Ezekiel 31 in the BOLCB
Ezekiel 31 in the BOLCB2
Ezekiel 31 in the BOMCV
Ezekiel 31 in the BONAV
Ezekiel 31 in the BONCB
Ezekiel 31 in the BONLT
Ezekiel 31 in the BONUT2
Ezekiel 31 in the BOPLNT
Ezekiel 31 in the BOSCB
Ezekiel 31 in the BOSNC
Ezekiel 31 in the BOTLNT
Ezekiel 31 in the BOVCB
Ezekiel 31 in the BOYCB
Ezekiel 31 in the BPBB
Ezekiel 31 in the BPH
Ezekiel 31 in the BSB
Ezekiel 31 in the CCB
Ezekiel 31 in the CUV
Ezekiel 31 in the CUVS
Ezekiel 31 in the DBT
Ezekiel 31 in the DGDNT
Ezekiel 31 in the DHNT
Ezekiel 31 in the DNT
Ezekiel 31 in the ELBE
Ezekiel 31 in the EMTV
Ezekiel 31 in the ESV
Ezekiel 31 in the FBV
Ezekiel 31 in the FEB
Ezekiel 31 in the GGMNT
Ezekiel 31 in the GNT
Ezekiel 31 in the HARY
Ezekiel 31 in the HNT
Ezekiel 31 in the IRVA
Ezekiel 31 in the IRVB
Ezekiel 31 in the IRVH
Ezekiel 31 in the IRVK
Ezekiel 31 in the IRVM
Ezekiel 31 in the IRVM2
Ezekiel 31 in the IRVO
Ezekiel 31 in the IRVP
Ezekiel 31 in the IRVT
Ezekiel 31 in the IRVT2
Ezekiel 31 in the IRVU
Ezekiel 31 in the ISVN
Ezekiel 31 in the JSNT
Ezekiel 31 in the KAPI
Ezekiel 31 in the KBT1ETNIK
Ezekiel 31 in the KBV
Ezekiel 31 in the KJV
Ezekiel 31 in the KNFD
Ezekiel 31 in the LBA
Ezekiel 31 in the LBLA
Ezekiel 31 in the LNT
Ezekiel 31 in the LSV
Ezekiel 31 in the MAAL
Ezekiel 31 in the MBV
Ezekiel 31 in the MBV2
Ezekiel 31 in the MHNT
Ezekiel 31 in the MKNFD
Ezekiel 31 in the MNG
Ezekiel 31 in the MNT
Ezekiel 31 in the MNT2
Ezekiel 31 in the MRS1T
Ezekiel 31 in the NAA
Ezekiel 31 in the NASB
Ezekiel 31 in the NBLA
Ezekiel 31 in the NBS
Ezekiel 31 in the NBVTP
Ezekiel 31 in the NET2
Ezekiel 31 in the NIV11
Ezekiel 31 in the NNT
Ezekiel 31 in the NNT2
Ezekiel 31 in the NNT3
Ezekiel 31 in the PDDPT
Ezekiel 31 in the PFNT
Ezekiel 31 in the RMNT
Ezekiel 31 in the SBIAS
Ezekiel 31 in the SBIBS
Ezekiel 31 in the SBIBS2
Ezekiel 31 in the SBICS
Ezekiel 31 in the SBIDS
Ezekiel 31 in the SBIGS
Ezekiel 31 in the SBIHS
Ezekiel 31 in the SBIIS
Ezekiel 31 in the SBIIS2
Ezekiel 31 in the SBIIS3
Ezekiel 31 in the SBIKS
Ezekiel 31 in the SBIKS2
Ezekiel 31 in the SBIMS
Ezekiel 31 in the SBIOS
Ezekiel 31 in the SBIPS
Ezekiel 31 in the SBISS
Ezekiel 31 in the SBITS
Ezekiel 31 in the SBITS2
Ezekiel 31 in the SBITS3
Ezekiel 31 in the SBITS4
Ezekiel 31 in the SBIUS
Ezekiel 31 in the SBIVS
Ezekiel 31 in the SBT
Ezekiel 31 in the SBT1E
Ezekiel 31 in the SCHL
Ezekiel 31 in the SNT
Ezekiel 31 in the SUSU
Ezekiel 31 in the SUSU2
Ezekiel 31 in the SYNO
Ezekiel 31 in the TBIAOTANT
Ezekiel 31 in the TBT1E
Ezekiel 31 in the TBT1E2
Ezekiel 31 in the TFTIP
Ezekiel 31 in the TFTU
Ezekiel 31 in the TGNTATF3T
Ezekiel 31 in the THAI
Ezekiel 31 in the TNFD
Ezekiel 31 in the TNT
Ezekiel 31 in the TNTIK
Ezekiel 31 in the TNTIL
Ezekiel 31 in the TNTIN
Ezekiel 31 in the TNTIP
Ezekiel 31 in the TNTIZ
Ezekiel 31 in the TOMA
Ezekiel 31 in the TTENT
Ezekiel 31 in the UBG
Ezekiel 31 in the UGV
Ezekiel 31 in the UGV2
Ezekiel 31 in the UGV3
Ezekiel 31 in the VBL
Ezekiel 31 in the VDCC
Ezekiel 31 in the YALU
Ezekiel 31 in the YAPE
Ezekiel 31 in the YBVTP
Ezekiel 31 in the ZBP