Ezekiel 43 (IRVG)
1 પછી પેલો માણસ મને પૂર્વ તરફ ખૂલતા દરવાજે લાવ્યો, 2 જુઓ, ઇઝરાયલના ઈશ્વરનો મહિમા પૂર્વ તરફથી આવ્યો, તેમનો અવાજ ઘણાં પાણીના અવાજ જેવો હતો અને પૃથ્વી ઈશ્વરના મહિમાથી પ્રકાશતી હતી. 3 જે સંદર્શન મને થયું હતું, એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો, મેં કબાર નદીને કિનારે જે સંદર્શન જોયું હતું, તેના જેવાં તે સંદર્શનો હતાં ત્યારે હું ઊંધો પડ્યો! 4 તેથી યહોવાહનો મહિમા પૂર્વ તરફ ખૂલતા દરવાજેથી ઘરમાં આવ્યો. 5 પછી આત્મા મને ઊંચકીને અંદરના આંગણામાં લઈ ગયો. જુઓ, યહોવાહના મહિમાથી આખું ઘર ભરાઈ ગયું હતું. 6 મેં સાંભળ્યુ કે સભાસ્થાનની અંદરથી મારી સાથે કોઈ વાત કરી રહ્યું હતું. તે માણસ મારી બાજુમાં ઊભો હતો. 7 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ મારું સિંહાસન તથા મારા પગના તળિયાની જગ્યા છે. જ્યાં હું ઇઝરાયલી લોકો વચ્ચે સદાકાળ સુધી રહીશ. ઇઝરાયલી લોકો ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ, તેઓ કે તેઓના રાજાઓ તેઓના વ્યભિચારથી તથા તેઓના રાજાઓના મૃતદેહોથી ભ્રષ્ટ કરશે નહિ. 8 તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે તથા પોતાની બારસાખો મારી બારસાખો પાસે બેસાડી હતી. મારી તથા તેમની વચ્ચે માત્ર એક જ દીવાલ હતી. તેઓએ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યોથી મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, તેથી હું તેઓને મારા ક્રોધમાં નાશ કરીશ. 9 હવે તેઓ પોતાનો વ્યભિચાર તથા તેઓના રાજાઓના મૃતદેહોને મારી આગળથી દૂર કરે તો હું તેઓની મધ્યે સદાકાળ વસીશ. 10 હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલી લોકોને આ સભાસ્થાન વિષે બતાવ જેથી તેઓ પોતાના અન્યાયથી શરમાય. તેઓ આ વર્ણન વિષે વિચાર કરે. 11 જો તેઓએ જે કર્યું તેને લીધે તેઓ શરમાતા હોય તો તું તેઓને સભાસ્થાનની આકૃતિ, તેની યોજના, તેના દાખલ થવાના તથા બહાર નીકળવાના દરવાજા, તેનું બંધારણ તથા તેના બધા નિયમો તથા વિધિઓ તેઓને જણાવ. આ બધું તું તેઓના દેખતાં લખી લે, જેથી તેઓ તેની રચના તથા તેના બધા નિયમોનું પાલન કરે. 12 આ સભાસ્થાનનો નિયમ છે: પર્વતનાં શિખરો પરની ચારેબાજુની સરહદો પરમપવિત્ર ગણાય. જો, આ સભાસ્થાનનો નિયમ છે. 13 વેદીનું માપ હાથ મુજબ નીચે પ્રમાણે છે: એક હાથ અને ચાર આંગળાનો સમજવો; વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી નીક હતી. તેની ચારેબાજુની કિનારી પર એક વેંત પહોળી કોર હતી. 14 જમીનના નીચેના ભાગથી તે પાયા સુધીનું માપ બે હાથ હતું. તે પછી વેદીના નાના પાયાનું તથા મોટા પાયાનું માપ ચાર હાથ હતું, મોટો પાયો એક હાથ પહોળો હતો. 15 વેદીનું મથાળું કે જેના ઉપર દહનીયાપર્ણ ચઢાવવામાં આવતું હતું તે ચાર હાથ ઊંચું હતું. તેના મથાળા ઉપર ચાર શિંગડાં હતા. 16 વેદીનું મથાળું બાર હાથ લાંબુ તથા પહોળાઇ બાર હાથ સમચોરસ હતી. 17 તેની કિનારી ચારે બાજુ ચૌદ હાથ લાંબી તથા ચૌદ હાથ પહોળી હતી, તેની કિનારી અડધો હાથ પહોળી. તેની નીક ચારેબાજુ એક હાથ પહોળી હતી, તેનાં પગથિયાં પૂર્વ બાજુએ હતાં.” 18 પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, વેદી બનાવવામાં આવે તે દિવસે તેના ઉપર દહનીયાર્પણ ચઢાવવા વિષે તથા તેના પર રક્ત છાંટવા વિષે આ નિયમો છે” 19 પ્રભુ યહોવાહ કહે છે, સાદોકના વંશજોના લેવી યાજકો જે મારી આગળ સેવા કરવા આવે તેને તમારે પશુઓમાંથી એક બળદ પાપાર્થાર્પણને સારુ આપવો. પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેઓને એક વાછરડો આપવો. 20 તારે તેમાંથી કેટલુંક રક્ત લઈને વેદીનાં ચાર શિંગડાને તથા વેદીના ચાર ખૂણાને તથા તેની કિનારીને લગાડવું. આ રીતે તારે તેને શુદ્ધ કરીને તેના માટે પ્રાયશ્ચિત કરવું. 21 ત્યાર પછી તારે પાપાર્થાર્પણનો બળદ લેવો અને તેને સભાસ્થાનની બહાર નક્કી કરેલી જગ્યાએ બાળી દેવો. 22 બીજે દિવસે તારે ખોડખાંપણ વગરનો બકરો પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો, જેમ બળદના રક્તથી વેદીને શુદ્ધ કરી હતી તેમ યાજકોએ વેદીને શુદ્ધ કરવી. 23 વેદીને શુદ્ધ કરી રહ્યા પછી તારે ખોડખાંપણ વગરનો વાછરડો તથા ટોળાંમાંથી ખોડખાંપણ વગરનો ઘેટો અર્પણ કરવો. 24 તેઓને યહોવાહ સમક્ષ અર્પણ કરવા, યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમનું યહોવાહના દહનીયાર્પણ તરીકે અર્પણ કરવું. 25 સાત દિવસ સુધી રોજ તમારે ખોડખાંપણ વગરનો જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો, યાજકોએ ટોળાંમાંથી ખોડખાંપણ વગરનો વાછરડો તથા ખોડખાંપણ વગરનો ઘેટો અર્પણ કરવા. 26 સાત દિવસ સુધી તેઓ વેદીને સારુ પ્રાયશ્ચિત કરીને તેને શુદ્ધ કરે, આ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે. 27 તેઓ તે દિવસો પૂરા કરી રહે પછી, આઠમા દિવસથી અને ત્યારથી દરરોજ યાજકો વેદી પર તમારા દહનીયાર્પણો શાંત્યર્પણો ચઢાવે અને હું તેઓનો સ્વીકાર કરીશ. આમ પ્રભુ યહોવાહ કહે છે.
In Other Versions
Ezekiel 43 in the ANGEFD
Ezekiel 43 in the ANTPNG2D
Ezekiel 43 in the AS21
Ezekiel 43 in the BAGH
Ezekiel 43 in the BBPNG
Ezekiel 43 in the BBT1E
Ezekiel 43 in the BDS
Ezekiel 43 in the BEV
Ezekiel 43 in the BHAD
Ezekiel 43 in the BIB
Ezekiel 43 in the BLPT
Ezekiel 43 in the BNT
Ezekiel 43 in the BNTABOOT
Ezekiel 43 in the BNTLV
Ezekiel 43 in the BOATCB
Ezekiel 43 in the BOATCB2
Ezekiel 43 in the BOBCV
Ezekiel 43 in the BOCNT
Ezekiel 43 in the BOECS
Ezekiel 43 in the BOGWICC
Ezekiel 43 in the BOHCB
Ezekiel 43 in the BOHCV
Ezekiel 43 in the BOHLNT
Ezekiel 43 in the BOHNTLTAL
Ezekiel 43 in the BOICB
Ezekiel 43 in the BOILNTAP
Ezekiel 43 in the BOITCV
Ezekiel 43 in the BOKCV
Ezekiel 43 in the BOKCV2
Ezekiel 43 in the BOKHWOG
Ezekiel 43 in the BOKSSV
Ezekiel 43 in the BOLCB
Ezekiel 43 in the BOLCB2
Ezekiel 43 in the BOMCV
Ezekiel 43 in the BONAV
Ezekiel 43 in the BONCB
Ezekiel 43 in the BONLT
Ezekiel 43 in the BONUT2
Ezekiel 43 in the BOPLNT
Ezekiel 43 in the BOSCB
Ezekiel 43 in the BOSNC
Ezekiel 43 in the BOTLNT
Ezekiel 43 in the BOVCB
Ezekiel 43 in the BOYCB
Ezekiel 43 in the BPBB
Ezekiel 43 in the BPH
Ezekiel 43 in the BSB
Ezekiel 43 in the CCB
Ezekiel 43 in the CUV
Ezekiel 43 in the CUVS
Ezekiel 43 in the DBT
Ezekiel 43 in the DGDNT
Ezekiel 43 in the DHNT
Ezekiel 43 in the DNT
Ezekiel 43 in the ELBE
Ezekiel 43 in the EMTV
Ezekiel 43 in the ESV
Ezekiel 43 in the FBV
Ezekiel 43 in the FEB
Ezekiel 43 in the GGMNT
Ezekiel 43 in the GNT
Ezekiel 43 in the HARY
Ezekiel 43 in the HNT
Ezekiel 43 in the IRVA
Ezekiel 43 in the IRVB
Ezekiel 43 in the IRVH
Ezekiel 43 in the IRVK
Ezekiel 43 in the IRVM
Ezekiel 43 in the IRVM2
Ezekiel 43 in the IRVO
Ezekiel 43 in the IRVP
Ezekiel 43 in the IRVT
Ezekiel 43 in the IRVT2
Ezekiel 43 in the IRVU
Ezekiel 43 in the ISVN
Ezekiel 43 in the JSNT
Ezekiel 43 in the KAPI
Ezekiel 43 in the KBT1ETNIK
Ezekiel 43 in the KBV
Ezekiel 43 in the KJV
Ezekiel 43 in the KNFD
Ezekiel 43 in the LBA
Ezekiel 43 in the LBLA
Ezekiel 43 in the LNT
Ezekiel 43 in the LSV
Ezekiel 43 in the MAAL
Ezekiel 43 in the MBV
Ezekiel 43 in the MBV2
Ezekiel 43 in the MHNT
Ezekiel 43 in the MKNFD
Ezekiel 43 in the MNG
Ezekiel 43 in the MNT
Ezekiel 43 in the MNT2
Ezekiel 43 in the MRS1T
Ezekiel 43 in the NAA
Ezekiel 43 in the NASB
Ezekiel 43 in the NBLA
Ezekiel 43 in the NBS
Ezekiel 43 in the NBVTP
Ezekiel 43 in the NET2
Ezekiel 43 in the NIV11
Ezekiel 43 in the NNT
Ezekiel 43 in the NNT2
Ezekiel 43 in the NNT3
Ezekiel 43 in the PDDPT
Ezekiel 43 in the PFNT
Ezekiel 43 in the RMNT
Ezekiel 43 in the SBIAS
Ezekiel 43 in the SBIBS
Ezekiel 43 in the SBIBS2
Ezekiel 43 in the SBICS
Ezekiel 43 in the SBIDS
Ezekiel 43 in the SBIGS
Ezekiel 43 in the SBIHS
Ezekiel 43 in the SBIIS
Ezekiel 43 in the SBIIS2
Ezekiel 43 in the SBIIS3
Ezekiel 43 in the SBIKS
Ezekiel 43 in the SBIKS2
Ezekiel 43 in the SBIMS
Ezekiel 43 in the SBIOS
Ezekiel 43 in the SBIPS
Ezekiel 43 in the SBISS
Ezekiel 43 in the SBITS
Ezekiel 43 in the SBITS2
Ezekiel 43 in the SBITS3
Ezekiel 43 in the SBITS4
Ezekiel 43 in the SBIUS
Ezekiel 43 in the SBIVS
Ezekiel 43 in the SBT
Ezekiel 43 in the SBT1E
Ezekiel 43 in the SCHL
Ezekiel 43 in the SNT
Ezekiel 43 in the SUSU
Ezekiel 43 in the SUSU2
Ezekiel 43 in the SYNO
Ezekiel 43 in the TBIAOTANT
Ezekiel 43 in the TBT1E
Ezekiel 43 in the TBT1E2
Ezekiel 43 in the TFTIP
Ezekiel 43 in the TFTU
Ezekiel 43 in the TGNTATF3T
Ezekiel 43 in the THAI
Ezekiel 43 in the TNFD
Ezekiel 43 in the TNT
Ezekiel 43 in the TNTIK
Ezekiel 43 in the TNTIL
Ezekiel 43 in the TNTIN
Ezekiel 43 in the TNTIP
Ezekiel 43 in the TNTIZ
Ezekiel 43 in the TOMA
Ezekiel 43 in the TTENT
Ezekiel 43 in the UBG
Ezekiel 43 in the UGV
Ezekiel 43 in the UGV2
Ezekiel 43 in the UGV3
Ezekiel 43 in the VBL
Ezekiel 43 in the VDCC
Ezekiel 43 in the YALU
Ezekiel 43 in the YAPE
Ezekiel 43 in the YBVTP
Ezekiel 43 in the ZBP