Genesis 39 (IRVG)
1 યૂસફને મિસરમાં લાવવામાં આવ્યો. ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને આવ્યા હતા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે યૂસફને વેચાતો લીધો. 2 ઈશ્વર યૂસફની સાથે હતા. પોટીફાર ઘણા સંપત્તિવાન માણસ હતો. યૂસફે તેના માલિક, મિસરી પોટીફારના ઘરમાં વસવાટ કર્યો. 3 તેના માલિકે જોયું કે ઈશ્વર યૂસફની સાથે છે અને તે જે કંઈ કરે છે તેમાં ઈશ્વર તેને સફળ કરે છે. 4 તેથી યૂસફ તેની દ્રષ્ટિમાં કૃપાપાત્ર થયો અને તેણે પોટીફારની સેવા કરી. પોટીફારે તેને તેના ઘરનો કારભારી ઠરાવીને તેનું જે સર્વ હતું તે તેનો વહીવટ તેના હાથમાં સોંપ્યો. 5 તેણે તેના ઘરનો તથા તેની સર્વ મિલકતનો કારભારી તેને ઠરાવ્યો, ત્યાર પછીથી ઈશ્વરે યૂસફને લીધે મિસરીના ઘરને આશીર્વાદ આપ્યો. ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર ઈશ્વરનો આશીર્વાદ હતો. 6 પોટીફારનું જે હતું તે સર્વ તેણે યૂસફના હાથમાં સોંપ્યું. તે જે અન્ન ખાતો તે સિવાય તેનું પોતાનું શું શું છે, એ કંઈપણ તે જાણતો નહોતો. યૂસફ સુંદર તથા આકર્ષક હતો. 7 પછી એવું થયું કે તેના માલિક પોટીફારની પત્નીએ યૂસફ પર કુદ્રષ્ટિ કરીને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” 8 પણ તેણે ઇનકાર નકાર કરીને તેના માલિકની પત્નીને કહ્યું, “જો, ઘરમાં શું શું મારા હવાલામાં છે તે મારો માલિક જાણતો નથી અને તેણે તેનું જે સર્વ છે તે મારા હાથમાં સોંપ્યું છે. 9 આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું દુષ્કર્મ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?” 10 દરરોજ તે યૂસફને મોહપાશમાં આકર્ષતી હતી, પણ તેણે તેના પર મોહિત થવાનો તથા તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો. 11 એક દિવસે એમ થયું કે યૂસફ પોતાનું કામ કરવા માટે ઘરમાં ગયો. ઘરનું અન્ય કોઈ માણસ અંદર ન હતું. 12 ત્યારે પોટીફારની સ્ત્રીએ યૂસફના વસ્ત્રો પકડીને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” પણ તે તેનું વસ્ત્ર તેના હાથમાં રહેવા દઈને નાસીને બહાર જતો રહ્યો. 13 જયારે સ્ત્રીએ જોયું કે તે તેનું વસ્ત્ર તેના હાથમાં મૂકીને બહાર નાસી ગયો છે, 14 ત્યારે તેણે તેના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, “જુઓ, મારો પતિ પોટીફાર આપણું અપમાન કરવાને આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યો છે. તે મારી સાથે સુવા માટે મારી પાસે આવ્યો એટલે મેં બૂમ પાડી. 15 અને મેં જયારે બૂમ પાડી, ત્યારે તે સાંભળીને તે તેનું વસ્ત્ર મારા હાથમાં રહેવા દઈને નાસી ગયો અને બહાર જતો રહ્યો.” 16 તેનો પતિ ઘરે આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખી મૂક્યું. 17 તેણે તેના પતિ સમક્ષ ખુલાસો કર્યો કે, “આ હિબ્રૂ દાસ કે જેને તું આપણા ઘરમાં લાવ્યો છે, તે મારી આબરુ લેવા માટે મારી પાસે આવ્યો હતો. 18 પણ જયારે મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્ત્ર મારી પાસે રહેવા દઈને નાસી છૂટ્યો.” 19 જયારે તેના માલિકે તેની પત્નીની કહેલી વાત સાંભળી કે, “તારા દાસે મને આમ કર્યું,” ત્યારે તે ઘણો ગુસ્સે થયો. 20 તેણે યૂસફને જે જગ્યાએ રાજાના કેદીઓ કેદ કરાતા હતા, તે કેદખાનામાં પુરાવી દીધો. 21 પણ ઈશ્વર યૂસફની સાથે હતા અને તેમણે તેના પર દયા કરી. તેને કેદખાનાના અમલદારની દ્રષ્ટિમાં કૃપા પમાડી. 22 જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને અમલદારે યૂસફના હાથમાં સોપ્યા. ત્યાં જે કામ તેઓ કરતા તેની દેખરેખ યૂસફ રાખતો હતો. 23 તે કેદખાનાનો અમલદાર યૂસફનાં કોઈપણ કામમાં માથું મારતો ન હતો કે તેની ચિંતા કરતો ન હતો. કેમ કે ઈશ્વર યૂસફની સાથે હતા. તેણે જે કંઈ કામ કર્યું તેમાં ઈશ્વરે તેને સફળતા બક્ષી.
In Other Versions
Genesis 39 in the ANGEFD
Genesis 39 in the ANTPNG2D
Genesis 39 in the AS21
Genesis 39 in the BAGH
Genesis 39 in the BBPNG
Genesis 39 in the BBT1E
Genesis 39 in the BDS
Genesis 39 in the BEV
Genesis 39 in the BHAD
Genesis 39 in the BIB
Genesis 39 in the BLPT
Genesis 39 in the BNT
Genesis 39 in the BNTABOOT
Genesis 39 in the BNTLV
Genesis 39 in the BOATCB
Genesis 39 in the BOATCB2
Genesis 39 in the BOBCV
Genesis 39 in the BOCNT
Genesis 39 in the BOECS
Genesis 39 in the BOGWICC
Genesis 39 in the BOHCB
Genesis 39 in the BOHCV
Genesis 39 in the BOHLNT
Genesis 39 in the BOHNTLTAL
Genesis 39 in the BOICB
Genesis 39 in the BOILNTAP
Genesis 39 in the BOITCV
Genesis 39 in the BOKCV
Genesis 39 in the BOKCV2
Genesis 39 in the BOKHWOG
Genesis 39 in the BOKSSV
Genesis 39 in the BOLCB
Genesis 39 in the BOLCB2
Genesis 39 in the BOMCV
Genesis 39 in the BONAV
Genesis 39 in the BONCB
Genesis 39 in the BONLT
Genesis 39 in the BONUT2
Genesis 39 in the BOPLNT
Genesis 39 in the BOSCB
Genesis 39 in the BOSNC
Genesis 39 in the BOTLNT
Genesis 39 in the BOVCB
Genesis 39 in the BOYCB
Genesis 39 in the BPBB
Genesis 39 in the BPH
Genesis 39 in the BSB
Genesis 39 in the CCB
Genesis 39 in the CUV
Genesis 39 in the CUVS
Genesis 39 in the DBT
Genesis 39 in the DGDNT
Genesis 39 in the DHNT
Genesis 39 in the DNT
Genesis 39 in the ELBE
Genesis 39 in the EMTV
Genesis 39 in the ESV
Genesis 39 in the FBV
Genesis 39 in the FEB
Genesis 39 in the GGMNT
Genesis 39 in the GNT
Genesis 39 in the HARY
Genesis 39 in the HNT
Genesis 39 in the IRVA
Genesis 39 in the IRVB
Genesis 39 in the IRVH
Genesis 39 in the IRVK
Genesis 39 in the IRVM
Genesis 39 in the IRVM2
Genesis 39 in the IRVO
Genesis 39 in the IRVP
Genesis 39 in the IRVT
Genesis 39 in the IRVT2
Genesis 39 in the IRVU
Genesis 39 in the ISVN
Genesis 39 in the JSNT
Genesis 39 in the KAPI
Genesis 39 in the KBT1ETNIK
Genesis 39 in the KBV
Genesis 39 in the KJV
Genesis 39 in the KNFD
Genesis 39 in the LBA
Genesis 39 in the LBLA
Genesis 39 in the LNT
Genesis 39 in the LSV
Genesis 39 in the MAAL
Genesis 39 in the MBV
Genesis 39 in the MBV2
Genesis 39 in the MHNT
Genesis 39 in the MKNFD
Genesis 39 in the MNG
Genesis 39 in the MNT
Genesis 39 in the MNT2
Genesis 39 in the MRS1T
Genesis 39 in the NAA
Genesis 39 in the NASB
Genesis 39 in the NBLA
Genesis 39 in the NBS
Genesis 39 in the NBVTP
Genesis 39 in the NET2
Genesis 39 in the NIV11
Genesis 39 in the NNT
Genesis 39 in the NNT2
Genesis 39 in the NNT3
Genesis 39 in the PDDPT
Genesis 39 in the PFNT
Genesis 39 in the RMNT
Genesis 39 in the SBIAS
Genesis 39 in the SBIBS
Genesis 39 in the SBIBS2
Genesis 39 in the SBICS
Genesis 39 in the SBIDS
Genesis 39 in the SBIGS
Genesis 39 in the SBIHS
Genesis 39 in the SBIIS
Genesis 39 in the SBIIS2
Genesis 39 in the SBIIS3
Genesis 39 in the SBIKS
Genesis 39 in the SBIKS2
Genesis 39 in the SBIMS
Genesis 39 in the SBIOS
Genesis 39 in the SBIPS
Genesis 39 in the SBISS
Genesis 39 in the SBITS
Genesis 39 in the SBITS2
Genesis 39 in the SBITS3
Genesis 39 in the SBITS4
Genesis 39 in the SBIUS
Genesis 39 in the SBIVS
Genesis 39 in the SBT
Genesis 39 in the SBT1E
Genesis 39 in the SCHL
Genesis 39 in the SNT
Genesis 39 in the SUSU
Genesis 39 in the SUSU2
Genesis 39 in the SYNO
Genesis 39 in the TBIAOTANT
Genesis 39 in the TBT1E
Genesis 39 in the TBT1E2
Genesis 39 in the TFTIP
Genesis 39 in the TFTU
Genesis 39 in the TGNTATF3T
Genesis 39 in the THAI
Genesis 39 in the TNFD
Genesis 39 in the TNT
Genesis 39 in the TNTIK
Genesis 39 in the TNTIL
Genesis 39 in the TNTIN
Genesis 39 in the TNTIP
Genesis 39 in the TNTIZ
Genesis 39 in the TOMA
Genesis 39 in the TTENT
Genesis 39 in the UBG
Genesis 39 in the UGV
Genesis 39 in the UGV2
Genesis 39 in the UGV3
Genesis 39 in the VBL
Genesis 39 in the VDCC
Genesis 39 in the YALU
Genesis 39 in the YAPE
Genesis 39 in the YBVTP
Genesis 39 in the ZBP