Isaiah 41 (IRVG)

1 ઈશ્વર કહે છે, “હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; દેશો નવું સામર્થ્ય પામે;તેઓ પાસે આવે અને બોલે, આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે નજીક આવીએ. 2 કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે? કોને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાની સેવાને માટે બોલાવ્યો છે?તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે અને રાજાઓ પર એને અધિકાર આપે છે;તે તેમને ધૂળની જેમ એની તલવારને, અને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે. 3 તે તેઓની પાછળ પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડ્યા નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે. 4 કોણે આ કાર્ય શરૂ કર્યું અને સંપૂર્ણ કર્યું છે? કોણે આરંભથી મનુષ્યોની પેઢી ને બોલાવી છે?હું, યહોવાહ, આદિ છું, તથા છેલ્લાની સાથે રહેનાર, પણ હું જ છું. 5 ટાપુઓએ તે જોયું છે અને તેઓ બીધા છે; પૃથ્વીના છેડા ધ્રૂજ્યા છે;તેઓ પાસે આવીને હાજર થયા. 6 દરેકે પોતાના પડોશીની મદદ કરી અને દરેક એકબીજાને કહે છે કે, ‘હિંમત રાખ.’ 7 તેથી સુથાર સોનીને હિંમત આપે છે, અને જે હથોડીથી કાર્ય કરે છે તે એરણ પર કાર્ય કરનારને હિંમત આપે છે,અને તેણે મૂર્તિને ખીલાથી સજ્જડ કરી કે તે ડગે નહિ. 8 પણ હે મારા સેવક, ઇઝરાયલ, યાકૂબ જેને મેં પસંદ કર્યો છે,મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન, 9 હું તને પૃથ્વીના છેડેથી પાછો લાવ્યો છું અને મેં તને દૂરની જગ્યાએથી બોલાવ્યો છે,અને જેને મેં કહ્યું હતું, ‘તું મારો સેવક છે,’ મેં તને પસંદ કર્યો છે અને તારો ત્યાગ કર્યો નથી. 10 તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. વ્યાકુળ થઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું.હું તને બળ આપીશ અને તને સહાય કરીશ અને હું મારા જમણા હાથથી તને પકડી રાખીશ. 11 જુઓ, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજ્જિત થશે;તારી વિરુદ્ધ થનાર, નહિ સરખા થશે અને વિનાશ પામશે. 12 જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ;તારી સામે લડનાર, નહિ સરખા તથા શૂન્ય જેવા થશે. 13 કેમ કે હું, યહોવાહ તારો ઈશ્વર તારો જમણો હાથ પકડી રાખીને,તને કહું છું કે, તું બીશ નહિ, હું તને સહાય કરીશ. 14 હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના લોકો તમે બીશો નહિ;હું તને મદદ કરીશ.” એ યહોવાહનું, તારા છોડાવનાર, ઇઝરાયલના પવિત્રનું વચન છે. 15 “જો, મેં તને તીક્ષ્ણ નવા અને બેધારી દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે;તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ; પહાડોને ભૂસા જેવા કરી નાખીશ. 16 તું તેઓને ઊપણશે અને વાયુ તેઓને ઉડાવશે અને તેઓને વિખેરી નાખશે.તું યહોવાહમાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્રમાં આનંદ કરશે. 17 દુ:ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી અને તેમની જીભો તરસથી સુકાઈ ગઈ છે;હું, યહોવાહ, તેઓની પ્રાર્થનાઓનો ઉત્તર આપીશ; હું, ઇઝરાયલનો ઈશ્વર, તેઓને તજીશ નહિ. 18 હું ઉજ્જડ ડુંગરો પર નાળાં અને ખીણોમાં ઝરણાં વહેવડાવીશ;હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. 19 હું અરણ્યમાં દેવદારના, બાવળ અને મેંદી તથા જૈતવૃક્ષ ઉગાડીશ;હું રણમાં ભદ્રાક્ષ, સરળ અને એરેજનાં વૃક્ષ ભેગાં ઉગાડીશ. 20 હું આ કરીશ જેથી તેઓ આ સર્વ જુએ, તે જાણે અને સાથે સમજે,કે યહોવાહના હાથે આ કર્યું છે, કે ઇઝરાયલના પવિત્ર એને ઉત્પન્ન કર્યુ છે. 21 યહોવાહ કહે છે, “તમારો દાવો રજૂ કરો,”યાકૂબના રાજા કહે છે, “તમારી મૂર્તિઓ માટે ઉત્તમ દલીલો જાહેર કરો.” 22 તેઓને પોતાની દલીલો રજૂ કરવા દો; તેઓને આગળ આવીને આપણને એ જણાવવા દો કે શું થવાનું છે,જેથી આ બાબતો વિષે અમે જાણીએ.તેઓને આગાઉની વાણી શી હતી તે અમને જણાવવા દો, જેથી અમે તેના વિષે વિચાર કરીએ અને જાણીએ કે તે કેવી રીતે પૂર્ણ થયું છે. 23 હવે પછી જે જે બીનાઓ કેવી રીતે પૂર્ણ થશે તે અમને કહો, જેથી તમે દેવો છો તે અમે જાણીએ;વળી કંઈ સારું કે ભૂંડું કરો કે જેથી અમે ભયભીત થઈને આશ્ચર્ય પામીએ. 24 જુઓ, તમારી મૂર્તિઓતો કશું જ નથી અને તમારાં કામ શૂન્ય જ છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે. 25 મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે, અને તે આવે છે; સૂર્યોદય તરફથી મારે નામે વિનંતી કરનાર આવે છે,અને જેમ કુંભાર માટીને ગૂંદે છે તેમ તે અધિપતિઓને ગૂંદશે. 26 કોણે અગાઉથી જાહેર કર્યું છે કે, અમે તે જાણીએ? અને સમય અગાઉ, “તે સત્ય છે” એમ અમે કહીએ?ખરેખર તેમાંના કોઈએ તેને આદેશ આપ્યો નથી, હા, તમારું કહેવું કોઈએ સાંભળ્યું નથી. 27 સિયોનને હું પ્રથમવાર કહેનાર છું કે, “જો તેઓ અહીંયાં છે;” હું યરુશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ. 28 જ્યારે હું જોઉં છું, ત્યારે કોઈ માણસ દેખાતો નથી, તેઓમાં એવો કોઈ નથી જે સારી સલાહ આપી શકે,જયારે હું પૂછું, ત્યારે કોણ ઉત્તર આપશે. 29 જુઓ તેઓ સર્વ વ્યર્થ છે;અને તેઓનાં કામ શૂન્ય જ છે! તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ જેવી તથા વ્યર્થ છે.

In Other Versions

Isaiah 41 in the ANGEFD

Isaiah 41 in the ANTPNG2D

Isaiah 41 in the AS21

Isaiah 41 in the BAGH

Isaiah 41 in the BBPNG

Isaiah 41 in the BBT1E

Isaiah 41 in the BDS

Isaiah 41 in the BEV

Isaiah 41 in the BHAD

Isaiah 41 in the BIB

Isaiah 41 in the BLPT

Isaiah 41 in the BNT

Isaiah 41 in the BNTABOOT

Isaiah 41 in the BNTLV

Isaiah 41 in the BOATCB

Isaiah 41 in the BOATCB2

Isaiah 41 in the BOBCV

Isaiah 41 in the BOCNT

Isaiah 41 in the BOECS

Isaiah 41 in the BOGWICC

Isaiah 41 in the BOHCB

Isaiah 41 in the BOHCV

Isaiah 41 in the BOHLNT

Isaiah 41 in the BOHNTLTAL

Isaiah 41 in the BOICB

Isaiah 41 in the BOILNTAP

Isaiah 41 in the BOITCV

Isaiah 41 in the BOKCV

Isaiah 41 in the BOKCV2

Isaiah 41 in the BOKHWOG

Isaiah 41 in the BOKSSV

Isaiah 41 in the BOLCB

Isaiah 41 in the BOLCB2

Isaiah 41 in the BOMCV

Isaiah 41 in the BONAV

Isaiah 41 in the BONCB

Isaiah 41 in the BONLT

Isaiah 41 in the BONUT2

Isaiah 41 in the BOPLNT

Isaiah 41 in the BOSCB

Isaiah 41 in the BOSNC

Isaiah 41 in the BOTLNT

Isaiah 41 in the BOVCB

Isaiah 41 in the BOYCB

Isaiah 41 in the BPBB

Isaiah 41 in the BPH

Isaiah 41 in the BSB

Isaiah 41 in the CCB

Isaiah 41 in the CUV

Isaiah 41 in the CUVS

Isaiah 41 in the DBT

Isaiah 41 in the DGDNT

Isaiah 41 in the DHNT

Isaiah 41 in the DNT

Isaiah 41 in the ELBE

Isaiah 41 in the EMTV

Isaiah 41 in the ESV

Isaiah 41 in the FBV

Isaiah 41 in the FEB

Isaiah 41 in the GGMNT

Isaiah 41 in the GNT

Isaiah 41 in the HARY

Isaiah 41 in the HNT

Isaiah 41 in the IRVA

Isaiah 41 in the IRVB

Isaiah 41 in the IRVH

Isaiah 41 in the IRVK

Isaiah 41 in the IRVM

Isaiah 41 in the IRVM2

Isaiah 41 in the IRVO

Isaiah 41 in the IRVP

Isaiah 41 in the IRVT

Isaiah 41 in the IRVT2

Isaiah 41 in the IRVU

Isaiah 41 in the ISVN

Isaiah 41 in the JSNT

Isaiah 41 in the KAPI

Isaiah 41 in the KBT1ETNIK

Isaiah 41 in the KBV

Isaiah 41 in the KJV

Isaiah 41 in the KNFD

Isaiah 41 in the LBA

Isaiah 41 in the LBLA

Isaiah 41 in the LNT

Isaiah 41 in the LSV

Isaiah 41 in the MAAL

Isaiah 41 in the MBV

Isaiah 41 in the MBV2

Isaiah 41 in the MHNT

Isaiah 41 in the MKNFD

Isaiah 41 in the MNG

Isaiah 41 in the MNT

Isaiah 41 in the MNT2

Isaiah 41 in the MRS1T

Isaiah 41 in the NAA

Isaiah 41 in the NASB

Isaiah 41 in the NBLA

Isaiah 41 in the NBS

Isaiah 41 in the NBVTP

Isaiah 41 in the NET2

Isaiah 41 in the NIV11

Isaiah 41 in the NNT

Isaiah 41 in the NNT2

Isaiah 41 in the NNT3

Isaiah 41 in the PDDPT

Isaiah 41 in the PFNT

Isaiah 41 in the RMNT

Isaiah 41 in the SBIAS

Isaiah 41 in the SBIBS

Isaiah 41 in the SBIBS2

Isaiah 41 in the SBICS

Isaiah 41 in the SBIDS

Isaiah 41 in the SBIGS

Isaiah 41 in the SBIHS

Isaiah 41 in the SBIIS

Isaiah 41 in the SBIIS2

Isaiah 41 in the SBIIS3

Isaiah 41 in the SBIKS

Isaiah 41 in the SBIKS2

Isaiah 41 in the SBIMS

Isaiah 41 in the SBIOS

Isaiah 41 in the SBIPS

Isaiah 41 in the SBISS

Isaiah 41 in the SBITS

Isaiah 41 in the SBITS2

Isaiah 41 in the SBITS3

Isaiah 41 in the SBITS4

Isaiah 41 in the SBIUS

Isaiah 41 in the SBIVS

Isaiah 41 in the SBT

Isaiah 41 in the SBT1E

Isaiah 41 in the SCHL

Isaiah 41 in the SNT

Isaiah 41 in the SUSU

Isaiah 41 in the SUSU2

Isaiah 41 in the SYNO

Isaiah 41 in the TBIAOTANT

Isaiah 41 in the TBT1E

Isaiah 41 in the TBT1E2

Isaiah 41 in the TFTIP

Isaiah 41 in the TFTU

Isaiah 41 in the TGNTATF3T

Isaiah 41 in the THAI

Isaiah 41 in the TNFD

Isaiah 41 in the TNT

Isaiah 41 in the TNTIK

Isaiah 41 in the TNTIL

Isaiah 41 in the TNTIN

Isaiah 41 in the TNTIP

Isaiah 41 in the TNTIZ

Isaiah 41 in the TOMA

Isaiah 41 in the TTENT

Isaiah 41 in the UBG

Isaiah 41 in the UGV

Isaiah 41 in the UGV2

Isaiah 41 in the UGV3

Isaiah 41 in the VBL

Isaiah 41 in the VDCC

Isaiah 41 in the YALU

Isaiah 41 in the YAPE

Isaiah 41 in the YBVTP

Isaiah 41 in the ZBP