Psalms 111 (IRVG)
1 યહોવાહની સ્તુતિ કરો.ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાંહું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ. 2 યહોવાહનાં કાર્યો મહાન છે,જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે. 3 તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છેઅને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે. 4 તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે;યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે. 5 તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે.તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે. 6 વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓનેપોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે. 7 તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે;તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે. 8 તેઓ સદા સ્થિર રખાયેલી છે,અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે. 9 તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે;પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે;તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. 10 યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે.જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે.તેમની સ્તુતિ સર્વકાળ થશે.