Ezekiel 41 (IRVG)
1 પછી તે મને પવિત્રસ્થાનમાં લાવ્યો અને પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે એક બાજુએ છ હાથ પહોળું અને બીજી બાજુએ છ હાથ પહોળું હતું. 2 પ્રવેશદ્વારની પહોળાઈ દસ હાથ હતી. દીવાલની દરેક બાજુ પાંચ હાથ લાંબી હતી. તેણે લંબાઈ માપી તો ચાળીસ હાથ હતી અને પહોળાઈ વીસ હાથ હતી. 3 પછી તે અંદરના ભાગમાં ગયો એટલે પવિત્રસ્થાનમાં ગયો. તેણે પ્રવેશદ્વારના સ્તંભો માપ્યા. તે દરેક બે હાથ હતા; પ્રવેશદ્વાર છ હાથ પહોળો હતો. તેની બન્ને તરફની દીવાલ સાત હાથ પહોળી હતી. 4 પછી તેણે તેના ઓરડાની લંબાઈ માપી તો તે વીસ હાથ હતી. અને તેની પહોળાઈ પણ વીસ હાથ હતી. પછી તેણે મને કહ્યું, “આ પવિત્રાતિપવિત્ર સ્થાન છે.” 5 ત્યાર પછી તેણે સભાસ્થાનની દીવાલની જાડાઈ માપી તો તે છ હાથ હતી. તેની ચારેબાજુના ઓરડાની પહોળાઈ ચાર હાથ હતી. 6 તે ઓરડીઓ હારબંધ એમ ત્રીસ હતી. તેમના ત્રણ માળ હતા. ચારેબાજુ ઓરડીઓને માટે સભાસ્થાનની જે દીવાલ હતી તે તેની અંદર ઘૂસેલી હતી, એ માટે કે તેમના પર તેનો આધાર રહે અને સભાસ્થાનની દીવાલ પર તેમનો આધાર ન રહે. 7 ઓરડીની ચારેબાજુની દીવાલ જેમ જેમ ઊંચી થતી તેમ તેમ વધારે પહોળી થતી હતી. સભાસ્થાન જેમ જેમ ઊંચું થતું તેમ તેમ પહોળું થતું હતું. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઈ શકાતું હતું. 8 મેં જોયું કે સભાસ્થાનની ચારેબાજુ ઊંચો ઓટલો હતો. ઓરડીઓના પાયાની ઊંચાઈનું માપ છ હાથ હતું. 9 આ ઓરડીઓની બહારની દીવાલ પાંચ હાથ હતી. જે જગા ખુલ્લી પડી રહેતી હતી તે સભાસ્થાનની આજુબાજુની ઓરડીઓ હતી. 10 આ ઓરડીઓની તથા યાજકોની ઓરડીઓ વચ્ચે સભાસ્થાનની ચારેબાજુ વીસ હાથ પહોળી ખુલ્લી જગ્યા હતી. 11 ઓરડીઓનાં બાકી રહેલાં બારણાં ઓટલા તરફ હતાં, એટલે એક બારણું ઉત્તર તરફ અને બીજુ દક્ષિણ તરફ. અને ફાજલ પડેલી જગ્યાની પહોળાઈ ચોતરફ પાંચ હાથ હતી. 12 અલગ જગાની સામેની ઇમારત જે પશ્ચિમ દિશા તરફ હતી તે સિત્તેર હાથ પહોળી હતી. તે ઇમારતની ચોતરફનો ઓસરી પાંચ હાથ હતો, તેની લંબાઈ નેવું હાથની હતી. 13 તે માણસે સભાસ્થાનનું માપ લીધું, તે સો હાથ લાંબુ હતું. અને અલગ જગા, તેની દીવાલ અને આંગણાનું માપ પણ સો હાથ લાંબું હતું. 14 વળી મંદિરમાં મોખરાની તથા પૂર્વ તરફ અલગ જગાની પહોળાઈ સો હાથ હતી. 15 પછી તેણે પવિત્રસ્થાનની પાછળની ઇમારતની લંબાઈ માપી, તેની આ બાજુની તથા બીજી બાજુની ઓસરી માપી તો તે સો હાથ હતી. પવિત્રસ્થાન તથા દ્વારમંડપ, 16 અંદરની દીવાલો, બારીઓ તથા પરસાળની સામેના અને ઓસરીના ત્રણ માળ તે ચારેબાજુ જમીનથી તે બારીઓ સુધી તકતીઓ જડેલી હતી. બારીઓ ઢાંકેલી હતી. 17 પવિત્રસ્થાનના પ્રવેશદ્વાર પર અને તેની ચારેબાજુની દીવાલ પર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતા. 18 પાટિયા ખજૂરીનાં વૃક્ષો તથા કરુબોથી શણગારેલાં હતાં; દરેક કરુબ વચ્ચે એકએક ખજૂરીનું વૃક્ષ હતું. અને દરેક કરુબને બે મુખ હતાં: 19 માણસનું મુખ એક બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું અને જુવાન સિંહનું મુખ બીજી બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું. આખું ઘર ચારેબાજુ શણગારેલું હતું. 20 જમીનથી તે બારણાના ઉપર સુધી સભાસ્થાનની દીવાલો ઉપર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો શણગારેલાં હતાં. 21 પવિત્રસ્થાનનાં બારણાંની બારસાખો ચોરસ હતી. અને તેઓ બધા દેખાવમાં એક જેવા હતા. 22 પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે દરેક બાજુથી ત્રણ હાથ ઊંચી અને બે હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું, તથા તેના ચોકઠાં લાકડાનાં બનેલાં હતાં. તે માણસે મને કહ્યું કે, “આ યહોવાહની હજૂરની મેજ છે.” 23 પવિત્રસ્થાન તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં. 24 પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, બીજા બારણાને પણ બે. 25 પવિત્રસ્થાનના દરવાજા પર, જેમ દીવાલો પર કોતરેલાં હતાં, તેમ કરુબો તથા ખજૂરીઓ કોતરેલાં હતાં, ઓસરીની આગળની બાજુએ લાકડાના જાડા ભારોટીયા હતા. 26 તે ઓસરીની બન્ને બાજુએ બારીઓ હતી અને બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. સભાસ્થાનની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતા.
In Other Versions
Ezekiel 41 in the ANGEFD
Ezekiel 41 in the ANTPNG2D
Ezekiel 41 in the AS21
Ezekiel 41 in the BAGH
Ezekiel 41 in the BBPNG
Ezekiel 41 in the BBT1E
Ezekiel 41 in the BDS
Ezekiel 41 in the BEV
Ezekiel 41 in the BHAD
Ezekiel 41 in the BIB
Ezekiel 41 in the BLPT
Ezekiel 41 in the BNT
Ezekiel 41 in the BNTABOOT
Ezekiel 41 in the BNTLV
Ezekiel 41 in the BOATCB
Ezekiel 41 in the BOATCB2
Ezekiel 41 in the BOBCV
Ezekiel 41 in the BOCNT
Ezekiel 41 in the BOECS
Ezekiel 41 in the BOGWICC
Ezekiel 41 in the BOHCB
Ezekiel 41 in the BOHCV
Ezekiel 41 in the BOHLNT
Ezekiel 41 in the BOHNTLTAL
Ezekiel 41 in the BOICB
Ezekiel 41 in the BOILNTAP
Ezekiel 41 in the BOITCV
Ezekiel 41 in the BOKCV
Ezekiel 41 in the BOKCV2
Ezekiel 41 in the BOKHWOG
Ezekiel 41 in the BOKSSV
Ezekiel 41 in the BOLCB
Ezekiel 41 in the BOLCB2
Ezekiel 41 in the BOMCV
Ezekiel 41 in the BONAV
Ezekiel 41 in the BONCB
Ezekiel 41 in the BONLT
Ezekiel 41 in the BONUT2
Ezekiel 41 in the BOPLNT
Ezekiel 41 in the BOSCB
Ezekiel 41 in the BOSNC
Ezekiel 41 in the BOTLNT
Ezekiel 41 in the BOVCB
Ezekiel 41 in the BOYCB
Ezekiel 41 in the BPBB
Ezekiel 41 in the BPH
Ezekiel 41 in the BSB
Ezekiel 41 in the CCB
Ezekiel 41 in the CUV
Ezekiel 41 in the CUVS
Ezekiel 41 in the DBT
Ezekiel 41 in the DGDNT
Ezekiel 41 in the DHNT
Ezekiel 41 in the DNT
Ezekiel 41 in the ELBE
Ezekiel 41 in the EMTV
Ezekiel 41 in the ESV
Ezekiel 41 in the FBV
Ezekiel 41 in the FEB
Ezekiel 41 in the GGMNT
Ezekiel 41 in the GNT
Ezekiel 41 in the HARY
Ezekiel 41 in the HNT
Ezekiel 41 in the IRVA
Ezekiel 41 in the IRVB
Ezekiel 41 in the IRVH
Ezekiel 41 in the IRVK
Ezekiel 41 in the IRVM
Ezekiel 41 in the IRVM2
Ezekiel 41 in the IRVO
Ezekiel 41 in the IRVP
Ezekiel 41 in the IRVT
Ezekiel 41 in the IRVT2
Ezekiel 41 in the IRVU
Ezekiel 41 in the ISVN
Ezekiel 41 in the JSNT
Ezekiel 41 in the KAPI
Ezekiel 41 in the KBT1ETNIK
Ezekiel 41 in the KBV
Ezekiel 41 in the KJV
Ezekiel 41 in the KNFD
Ezekiel 41 in the LBA
Ezekiel 41 in the LBLA
Ezekiel 41 in the LNT
Ezekiel 41 in the LSV
Ezekiel 41 in the MAAL
Ezekiel 41 in the MBV
Ezekiel 41 in the MBV2
Ezekiel 41 in the MHNT
Ezekiel 41 in the MKNFD
Ezekiel 41 in the MNG
Ezekiel 41 in the MNT
Ezekiel 41 in the MNT2
Ezekiel 41 in the MRS1T
Ezekiel 41 in the NAA
Ezekiel 41 in the NASB
Ezekiel 41 in the NBLA
Ezekiel 41 in the NBS
Ezekiel 41 in the NBVTP
Ezekiel 41 in the NET2
Ezekiel 41 in the NIV11
Ezekiel 41 in the NNT
Ezekiel 41 in the NNT2
Ezekiel 41 in the NNT3
Ezekiel 41 in the PDDPT
Ezekiel 41 in the PFNT
Ezekiel 41 in the RMNT
Ezekiel 41 in the SBIAS
Ezekiel 41 in the SBIBS
Ezekiel 41 in the SBIBS2
Ezekiel 41 in the SBICS
Ezekiel 41 in the SBIDS
Ezekiel 41 in the SBIGS
Ezekiel 41 in the SBIHS
Ezekiel 41 in the SBIIS
Ezekiel 41 in the SBIIS2
Ezekiel 41 in the SBIIS3
Ezekiel 41 in the SBIKS
Ezekiel 41 in the SBIKS2
Ezekiel 41 in the SBIMS
Ezekiel 41 in the SBIOS
Ezekiel 41 in the SBIPS
Ezekiel 41 in the SBISS
Ezekiel 41 in the SBITS
Ezekiel 41 in the SBITS2
Ezekiel 41 in the SBITS3
Ezekiel 41 in the SBITS4
Ezekiel 41 in the SBIUS
Ezekiel 41 in the SBIVS
Ezekiel 41 in the SBT
Ezekiel 41 in the SBT1E
Ezekiel 41 in the SCHL
Ezekiel 41 in the SNT
Ezekiel 41 in the SUSU
Ezekiel 41 in the SUSU2
Ezekiel 41 in the SYNO
Ezekiel 41 in the TBIAOTANT
Ezekiel 41 in the TBT1E
Ezekiel 41 in the TBT1E2
Ezekiel 41 in the TFTIP
Ezekiel 41 in the TFTU
Ezekiel 41 in the TGNTATF3T
Ezekiel 41 in the THAI
Ezekiel 41 in the TNFD
Ezekiel 41 in the TNT
Ezekiel 41 in the TNTIK
Ezekiel 41 in the TNTIL
Ezekiel 41 in the TNTIN
Ezekiel 41 in the TNTIP
Ezekiel 41 in the TNTIZ
Ezekiel 41 in the TOMA
Ezekiel 41 in the TTENT
Ezekiel 41 in the UBG
Ezekiel 41 in the UGV
Ezekiel 41 in the UGV2
Ezekiel 41 in the UGV3
Ezekiel 41 in the VBL
Ezekiel 41 in the VDCC
Ezekiel 41 in the YALU
Ezekiel 41 in the YAPE
Ezekiel 41 in the YBVTP
Ezekiel 41 in the ZBP