Genesis 25 (IRVG)
1 ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું. 2 કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો. 3 શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા. 4 એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના પુત્રો હતા. એ બધા કટૂરાના વંશજો હતા. 5 ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી. 6 પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા. 7 ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું. 8 પછી ઘણી વૃદ્ધા ઉંમરે તે મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજો સાથે મળી ગયો. 9 તેના દીકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની નજીક સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં, તેને દફનાવ્યો. 10 હેથના દીકરાઓ પાસેથી આ ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું. તેમાં ઇબ્રાહિમને તેની પત્ની સારાની કબર પાસે દફનાવવામાં આવ્યો. 11 ઇબ્રાહિમના મરણ પછી, તેના દીકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો. 12 હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ, જેને સારાની દાસી હાગાર મિસરીએ જન્મ આપ્યો હતો, તેની વંશાવળી આ પ્રમાણે છે. 13 ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓની પેઢીઓ પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, ત્યાર પછી કેદાર, આદબએલ, મિબ્સામ, 14 મિશમા, દુમા, માસ્સા, 15 હદાદ, તેમાં, યટુર, નાફીશ તથા કેદમા ઇશ્માએલના દીકરા હતા. 16 તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; તેઓના કુળોના બાર સરદારો હતા. 17 ઇશ્માએલનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. પછી તે મરણ પામ્યો અને તેના પૂર્વજોની સાથે વિલીન થઈ ગયો. 18 હવીલાથી આશ્શૂર જતા મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા. તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા. 19 ઇબ્રાહિમના દીકરા ઇસહાકની વંશાવળી આ છે: ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. 20 ઇસહાકે અરામી લાબાનની બહેન પાદ્દાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે લગ્ન કર્યાં ત્યારે તે ચાળીસ વર્ષનો હતો. 21 ઇસહાકની પત્ની નિઃસંતાન હતી માટે તેણે તેને સારુ ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ. 22 તેના પેટમાં છોકરાઓ ધક્કામુક્કી કરતા હતા. એટલે તેને થયું કે, “મારી સાથે આમ કેમ બન્યું?” તે વિષે તેણે ઈશ્વરને પૃચ્છા કરી. 23 ઈશ્વરે તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે.” 24 જયારે તેની ગર્ભવસ્થાના દિવસો પૂરા થયા, ત્યારે તેના પેટમાં જોડિયા નર બાળકો હતા. 25 જે પ્રથમ જન્મ્યો તેનો વર્ણ લાલ રુંવાટીવાળા વસ્ત્ર જેવો હતો. તેમણે તેનું નામ એસાવ પાડ્યું. 26 ત્યાર પછી એસાવની એડી હાથમાં પકડીને તેનો ભાઈ જન્મ્યો. તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. તેણે તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો. 27 તે છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. તે પોતાનો સમય તંબુમાં વિતાવતો હતો. 28 હવે ઇસહાક એસાવ પર પ્રેમ રાખતો હતો કેમ કે જે પશુઓનો તે શિકાર કરતો તે ઇસહાક ખાતો હતો. પણ રિબકા યાકૂબ પર પ્રેમ રાખતી હતી. 29 એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો. 30 એસાવે યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ કેમ કે હું થાકી ગયો છું!” તે માટે તેનું નામ અદોમ કહેવાયું. 31 યાકૂબે કહ્યું, “પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ.” 32 એસાવે કહ્યું, “જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી.” 33 યાકૂબે કહ્યું, “પહેલા તું મારી આગળ સોગન લે.” એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું. 34 યાકૂબે એસાવને રોટલી તથા મસૂરનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.
In Other Versions
Genesis 25 in the ANGEFD
Genesis 25 in the ANTPNG2D
Genesis 25 in the AS21
Genesis 25 in the BAGH
Genesis 25 in the BBPNG
Genesis 25 in the BBT1E
Genesis 25 in the BDS
Genesis 25 in the BEV
Genesis 25 in the BHAD
Genesis 25 in the BIB
Genesis 25 in the BLPT
Genesis 25 in the BNT
Genesis 25 in the BNTABOOT
Genesis 25 in the BNTLV
Genesis 25 in the BOATCB
Genesis 25 in the BOATCB2
Genesis 25 in the BOBCV
Genesis 25 in the BOCNT
Genesis 25 in the BOECS
Genesis 25 in the BOGWICC
Genesis 25 in the BOHCB
Genesis 25 in the BOHCV
Genesis 25 in the BOHLNT
Genesis 25 in the BOHNTLTAL
Genesis 25 in the BOICB
Genesis 25 in the BOILNTAP
Genesis 25 in the BOITCV
Genesis 25 in the BOKCV
Genesis 25 in the BOKCV2
Genesis 25 in the BOKHWOG
Genesis 25 in the BOKSSV
Genesis 25 in the BOLCB
Genesis 25 in the BOLCB2
Genesis 25 in the BOMCV
Genesis 25 in the BONAV
Genesis 25 in the BONCB
Genesis 25 in the BONLT
Genesis 25 in the BONUT2
Genesis 25 in the BOPLNT
Genesis 25 in the BOSCB
Genesis 25 in the BOSNC
Genesis 25 in the BOTLNT
Genesis 25 in the BOVCB
Genesis 25 in the BOYCB
Genesis 25 in the BPBB
Genesis 25 in the BPH
Genesis 25 in the BSB
Genesis 25 in the CCB
Genesis 25 in the CUV
Genesis 25 in the CUVS
Genesis 25 in the DBT
Genesis 25 in the DGDNT
Genesis 25 in the DHNT
Genesis 25 in the DNT
Genesis 25 in the ELBE
Genesis 25 in the EMTV
Genesis 25 in the ESV
Genesis 25 in the FBV
Genesis 25 in the FEB
Genesis 25 in the GGMNT
Genesis 25 in the GNT
Genesis 25 in the HARY
Genesis 25 in the HNT
Genesis 25 in the IRVA
Genesis 25 in the IRVB
Genesis 25 in the IRVH
Genesis 25 in the IRVK
Genesis 25 in the IRVM
Genesis 25 in the IRVM2
Genesis 25 in the IRVO
Genesis 25 in the IRVP
Genesis 25 in the IRVT
Genesis 25 in the IRVT2
Genesis 25 in the IRVU
Genesis 25 in the ISVN
Genesis 25 in the JSNT
Genesis 25 in the KAPI
Genesis 25 in the KBT1ETNIK
Genesis 25 in the KBV
Genesis 25 in the KJV
Genesis 25 in the KNFD
Genesis 25 in the LBA
Genesis 25 in the LBLA
Genesis 25 in the LNT
Genesis 25 in the LSV
Genesis 25 in the MAAL
Genesis 25 in the MBV
Genesis 25 in the MBV2
Genesis 25 in the MHNT
Genesis 25 in the MKNFD
Genesis 25 in the MNG
Genesis 25 in the MNT
Genesis 25 in the MNT2
Genesis 25 in the MRS1T
Genesis 25 in the NAA
Genesis 25 in the NASB
Genesis 25 in the NBLA
Genesis 25 in the NBS
Genesis 25 in the NBVTP
Genesis 25 in the NET2
Genesis 25 in the NIV11
Genesis 25 in the NNT
Genesis 25 in the NNT2
Genesis 25 in the NNT3
Genesis 25 in the PDDPT
Genesis 25 in the PFNT
Genesis 25 in the RMNT
Genesis 25 in the SBIAS
Genesis 25 in the SBIBS
Genesis 25 in the SBIBS2
Genesis 25 in the SBICS
Genesis 25 in the SBIDS
Genesis 25 in the SBIGS
Genesis 25 in the SBIHS
Genesis 25 in the SBIIS
Genesis 25 in the SBIIS2
Genesis 25 in the SBIIS3
Genesis 25 in the SBIKS
Genesis 25 in the SBIKS2
Genesis 25 in the SBIMS
Genesis 25 in the SBIOS
Genesis 25 in the SBIPS
Genesis 25 in the SBISS
Genesis 25 in the SBITS
Genesis 25 in the SBITS2
Genesis 25 in the SBITS3
Genesis 25 in the SBITS4
Genesis 25 in the SBIUS
Genesis 25 in the SBIVS
Genesis 25 in the SBT
Genesis 25 in the SBT1E
Genesis 25 in the SCHL
Genesis 25 in the SNT
Genesis 25 in the SUSU
Genesis 25 in the SUSU2
Genesis 25 in the SYNO
Genesis 25 in the TBIAOTANT
Genesis 25 in the TBT1E
Genesis 25 in the TBT1E2
Genesis 25 in the TFTIP
Genesis 25 in the TFTU
Genesis 25 in the TGNTATF3T
Genesis 25 in the THAI
Genesis 25 in the TNFD
Genesis 25 in the TNT
Genesis 25 in the TNTIK
Genesis 25 in the TNTIL
Genesis 25 in the TNTIN
Genesis 25 in the TNTIP
Genesis 25 in the TNTIZ
Genesis 25 in the TOMA
Genesis 25 in the TTENT
Genesis 25 in the UBG
Genesis 25 in the UGV
Genesis 25 in the UGV2
Genesis 25 in the UGV3
Genesis 25 in the VBL
Genesis 25 in the VDCC
Genesis 25 in the YALU
Genesis 25 in the YAPE
Genesis 25 in the YBVTP
Genesis 25 in the ZBP