Psalms 1 (IRVG)
1 જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી,જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી,અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. 2 યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છેઅને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે. 3 તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે,જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે,જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી,તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. 4 દુષ્ટો એવા નથી,પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે. 5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિઅને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. 6 કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે,પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.