Psalms 110 (IRVG)
undefined દાઉદનું ગીત. 1 યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.” 2 યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો;તારા શત્રુઓ પર રાજ કર. 3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશેપવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો;તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે. 4 યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ:તમે મલ્ખીસદેકના ધોરણે,સદાને માટે યાજક છો.” 5 પ્રભુ તમારે જમણે હાથે છે.તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે. 6 તે દેશોનો ન્યાય કરશે;તે ખીણોને મૃતદેહોથી ભરશે;તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે. 7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશેઅને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.