Psalms 93 (IRVG)
1 યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે;યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે.ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે. 2 તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે;તમે અનાદિકાળથી છો. 3 હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે;તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે;પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે. 4 ઘણા પાણીઓના ખળખળાટ કરતાં,સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં,યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે. 5 તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે;હે યહોવાહ, સર્વકાળપવિત્રતા તમારા ઘરને શોભે છે.