Genesis 14 (IRVG)

1 શિનઆરના રાજા આમ્રાફેલે, એલ્લાસારના રાજા આર્યોખે, એલામના રાજા કદોરલાઓમેરે અને ગોઈમના રાજા તિદાલે પોતાની કારકિર્દી દરમિયાન, 2 સદોમના રાજા બેરા, ગમોરાના રાજા બિર્શા, આદમાના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલા એટલે સોઆરના રાજાની સામે લડાઈ કરી. 3 એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા. 4 બાર વર્ષ સુધી તેઓ કદોરલાઓમેરના તાબે રહ્યા હતા, પણ તેરમા વર્ષે તેઓએ બળવો કર્યો. 5 પછી ચૌદમા વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓએ આવીને આશ્તારોથ-કારનાઈમ દેશના રફાઈઓને, હામ દેશના ઝૂઝીઓને, શાવેહ કિર્યાથાઈમ દેશના એમીઓને, 6 હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓના પર અરણ્ય પાસેના એલપારાન સુધી હુમલા કરીને મારતા રહ્યા. 7 પછી તેઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ એટલે કાદેશમાં આવ્યા અને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા. 8 પછી સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઈમનો રાજા, બેલા એટલે સોઆરના રાજાએ યુદ્ધની તૈયારી કરીને, 9 એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ તથા એલ્લાસારના રાજા આર્યોખ, એ ચાર રાજાઓએ પેલા પાંચ રાજાઓની વિરુદ્ધ લડાઈ કરી. 10 હવે સિદ્દીમની ખીણોમાં ડામરના ઘણાં ખાડા હતા અને સદોમ તથા ગમોરાના રાજાઓ નાસી જઈને તેમાં પડ્યા. જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા. 11 પછી સદોમ તથા ગમોરામાંની ચીજવસ્તુઓ અને તેઓની સંપત્તિ લઈને પોતાને રસ્તે ચાલ્યા ગયા. 12 જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ ઇબ્રામનો ભત્રીજો લોત, જે સદોમમાં રહેતો હતો, તેને પણ પકડીને તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા. 13 જે એક જણ બચી ગયો હતો તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી. તે વખતે ઇબ્રામ અમોરી મામરેનાં એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે ઇબ્રામના મિત્રો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો. 14 જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો. 15 તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો. 16 પછી તે પોતાના સંબંધી લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તથા બીજા દાસોને પાછા લાવ્યો. 17 કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારુ સદોમનો રાજા શાવેહની ખીણમાં એટલે રાજાની ખીણમાં આવ્યો. 18 સાલેમનો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો. 19 તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ. 20 જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, પરાત્પર ઈશ્વરની સ્તુતિ થાઓ.” પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો. 21 સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, “મને માણસો આપ અને પોતાને સારુ સંપત્તિ લઈ લે.” 22 ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “પરાત્પર ઈશ્વર યહોવાહ કે, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યાં, તેમને મેં ગંભીરતાપૂર્વક વચન આપ્યું છે કે, 23 હું તારી પાસે સૂતળી કે ચંપલની દોરીનો ટુકડોય અથવા તારી અન્ય કોઈપણ વસ્તુ લઈશ નહિ, રખેને તું કહે કે, ‘મેં ઇબ્રામને આપ્યું તેથી તે ધનવાન થયો છે” 24 જુવાનોએ જે ખાધું છે તે હું સ્વીકારું છું, મારી સાથે જે ભાઈઓ આવ્યા તેઓને એટલે કે આનેર, એશ્કોલ તથા મામરેને તે મેળવેલી સંપત્તિમાંથી હિસ્સો આપજે.”

In Other Versions

Genesis 14 in the ANGEFD

Genesis 14 in the ANTPNG2D

Genesis 14 in the AS21

Genesis 14 in the BAGH

Genesis 14 in the BBPNG

Genesis 14 in the BBT1E

Genesis 14 in the BDS

Genesis 14 in the BEV

Genesis 14 in the BHAD

Genesis 14 in the BIB

Genesis 14 in the BLPT

Genesis 14 in the BNT

Genesis 14 in the BNTABOOT

Genesis 14 in the BNTLV

Genesis 14 in the BOATCB

Genesis 14 in the BOATCB2

Genesis 14 in the BOBCV

Genesis 14 in the BOCNT

Genesis 14 in the BOECS

Genesis 14 in the BOGWICC

Genesis 14 in the BOHCB

Genesis 14 in the BOHCV

Genesis 14 in the BOHLNT

Genesis 14 in the BOHNTLTAL

Genesis 14 in the BOICB

Genesis 14 in the BOILNTAP

Genesis 14 in the BOITCV

Genesis 14 in the BOKCV

Genesis 14 in the BOKCV2

Genesis 14 in the BOKHWOG

Genesis 14 in the BOKSSV

Genesis 14 in the BOLCB

Genesis 14 in the BOLCB2

Genesis 14 in the BOMCV

Genesis 14 in the BONAV

Genesis 14 in the BONCB

Genesis 14 in the BONLT

Genesis 14 in the BONUT2

Genesis 14 in the BOPLNT

Genesis 14 in the BOSCB

Genesis 14 in the BOSNC

Genesis 14 in the BOTLNT

Genesis 14 in the BOVCB

Genesis 14 in the BOYCB

Genesis 14 in the BPBB

Genesis 14 in the BPH

Genesis 14 in the BSB

Genesis 14 in the CCB

Genesis 14 in the CUV

Genesis 14 in the CUVS

Genesis 14 in the DBT

Genesis 14 in the DGDNT

Genesis 14 in the DHNT

Genesis 14 in the DNT

Genesis 14 in the ELBE

Genesis 14 in the EMTV

Genesis 14 in the ESV

Genesis 14 in the FBV

Genesis 14 in the FEB

Genesis 14 in the GGMNT

Genesis 14 in the GNT

Genesis 14 in the HARY

Genesis 14 in the HNT

Genesis 14 in the IRVA

Genesis 14 in the IRVB

Genesis 14 in the IRVH

Genesis 14 in the IRVK

Genesis 14 in the IRVM

Genesis 14 in the IRVM2

Genesis 14 in the IRVO

Genesis 14 in the IRVP

Genesis 14 in the IRVT

Genesis 14 in the IRVT2

Genesis 14 in the IRVU

Genesis 14 in the ISVN

Genesis 14 in the JSNT

Genesis 14 in the KAPI

Genesis 14 in the KBT1ETNIK

Genesis 14 in the KBV

Genesis 14 in the KJV

Genesis 14 in the KNFD

Genesis 14 in the LBA

Genesis 14 in the LBLA

Genesis 14 in the LNT

Genesis 14 in the LSV

Genesis 14 in the MAAL

Genesis 14 in the MBV

Genesis 14 in the MBV2

Genesis 14 in the MHNT

Genesis 14 in the MKNFD

Genesis 14 in the MNG

Genesis 14 in the MNT

Genesis 14 in the MNT2

Genesis 14 in the MRS1T

Genesis 14 in the NAA

Genesis 14 in the NASB

Genesis 14 in the NBLA

Genesis 14 in the NBS

Genesis 14 in the NBVTP

Genesis 14 in the NET2

Genesis 14 in the NIV11

Genesis 14 in the NNT

Genesis 14 in the NNT2

Genesis 14 in the NNT3

Genesis 14 in the PDDPT

Genesis 14 in the PFNT

Genesis 14 in the RMNT

Genesis 14 in the SBIAS

Genesis 14 in the SBIBS

Genesis 14 in the SBIBS2

Genesis 14 in the SBICS

Genesis 14 in the SBIDS

Genesis 14 in the SBIGS

Genesis 14 in the SBIHS

Genesis 14 in the SBIIS

Genesis 14 in the SBIIS2

Genesis 14 in the SBIIS3

Genesis 14 in the SBIKS

Genesis 14 in the SBIKS2

Genesis 14 in the SBIMS

Genesis 14 in the SBIOS

Genesis 14 in the SBIPS

Genesis 14 in the SBISS

Genesis 14 in the SBITS

Genesis 14 in the SBITS2

Genesis 14 in the SBITS3

Genesis 14 in the SBITS4

Genesis 14 in the SBIUS

Genesis 14 in the SBIVS

Genesis 14 in the SBT

Genesis 14 in the SBT1E

Genesis 14 in the SCHL

Genesis 14 in the SNT

Genesis 14 in the SUSU

Genesis 14 in the SUSU2

Genesis 14 in the SYNO

Genesis 14 in the TBIAOTANT

Genesis 14 in the TBT1E

Genesis 14 in the TBT1E2

Genesis 14 in the TFTIP

Genesis 14 in the TFTU

Genesis 14 in the TGNTATF3T

Genesis 14 in the THAI

Genesis 14 in the TNFD

Genesis 14 in the TNT

Genesis 14 in the TNTIK

Genesis 14 in the TNTIL

Genesis 14 in the TNTIN

Genesis 14 in the TNTIP

Genesis 14 in the TNTIZ

Genesis 14 in the TOMA

Genesis 14 in the TTENT

Genesis 14 in the UBG

Genesis 14 in the UGV

Genesis 14 in the UGV2

Genesis 14 in the UGV3

Genesis 14 in the VBL

Genesis 14 in the VDCC

Genesis 14 in the YALU

Genesis 14 in the YAPE

Genesis 14 in the YBVTP

Genesis 14 in the ZBP