Isaiah 43 (IRVG)
1 પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા અને હે ઇઝરાયલ, તારા બનાવનાર યહોવાહ એવું કહે છે,“તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. 2 જ્યારે તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; અને તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ.જ્યારે તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ અને જ્વાળા તને બાળશે નહિ. 3 કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર તારો ઉદ્ધારનાર છું.મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. 4 કેમ કે તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન તથા સન્માન પામેલો છે, મેં તારા પર પ્રેમ કર્યો છે.તેથી હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ. 5 તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું;હું તારાં સંતાન પૂર્વથી લાવીશ અને પશ્ચિમથી તેઓને એકત્ર કરીશ. 6 હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે;’ અને દક્ષિણને કહીશ, ‘તેઓને અટકાવીશ નહિ;’મારા દીકરાઓને વેગળેથી અને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ, 7 જે સર્વને મારા નામમાં બોલાવવામાં આવ્યા છે,જેઓને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે તેઓને લાવ;મેં તેઓને બનાવ્યા છે; હા મેં તેઓને પેદા કર્યા છે. 8 જે લોકો આંખો હોવા છતાં અંધ છે અને કાન છતાં બધિર છે, તેઓને આગળ લાવ. 9 સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ.તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે?તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’ 10 યહોવાહ કહે છે, “તમે મારા સાક્ષી છો,” અને મારા સેવકને મેં પસંદ કર્યો છે,જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું.મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી. 11 હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉદ્ધારક નથી. 12 મેં તો જાહેર કર્યું છે, બચાવ કર્યો છે અને સંભળાવ્યું છે, કે તમારામાં કોઈ અન્ય દેવ નથી.તમે મારા સાક્ષી છો” અને “હું જ ઈશ્વર છું” એમ યહોવાહ કહે છે. 13 વળી આજથી હું તે છુંઅને કોઈને મારા હાથમાંથી છોડાવનાર કોઈ નથી.હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે?” 14 તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલના પવિત્ર યહોવાહ કહે છે:“તમારે માટે હું બાબિલને મોકલીશ અને તેઓને બંદીવાસના રૂપમાં નીચે લઈ જઈશઅને બાબિલનો આનંદ, વિલાપના ગીતમાં ફેરવાઈ જશે. 15 હું યહોવાહ, તમારો પવિત્ર, ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું.” 16 જે યહોવાહ સમુદ્રમાં માર્ગ અને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે, 17 જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે;તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે. 18 તમે અગાઉની વાતોનું સ્મરણ કરશો નહિ, પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ. 19 જુઓ, હું એક નવું કામ કરનાર છું; તે હમણાં શરૂ થશે; શું તમે તે સમજી શકતા નથી?હું તો અરણ્યમાં માર્ગ તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. 20 જંગલનાં હિંસક પશુઓ, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે,કારણ કે, મારા પસંદ કરેલા લોકોને પીવા માટેહું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. 21 મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે,જેથી તેઓ મારી સ્તુતિ કરશે. 22 પણ હે યાકૂબ, તેં મને વિનંતી કરી નથી;હે ઇઝરાયલ, તું મારાથી કાયર થઈ ગયો છે. 23 તારાં દહનીયાર્પણોનાં એક પણ ઘેટાંને તું મારી પાસે લાવ્યો નથી;તેમ તારા યજ્ઞોથી તેં મને માન આપ્યું નથી.મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો ચઢાવ્યો નથી, કે ધૂપ માગીને તને કાયર કર્યો નથી. 24 તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી;પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે. 25 હું, હા, હું એ જ છું, જે પોતાની ખાતર તારા અપરાધોને માફ કરું છું; અને તારાં પાપોને હું સંભારીશ નહિ. 26 જે થયું તે મને યાદ કરાવ. આપણે પરસ્પર વિવાદ કરીએ;તું તારી હકીકત રજૂ કર જેથી તું ન્યાયી ઠરે. 27 તારા આદિપિતાએ પાપ કર્યું અને તારા આગેવાનોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે. 28 તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે;હું યાકૂબને વિનાશના બંધનમાં તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખીશ.
In Other Versions
Isaiah 43 in the ANGEFD
Isaiah 43 in the ANTPNG2D
Isaiah 43 in the AS21
Isaiah 43 in the BAGH
Isaiah 43 in the BBPNG
Isaiah 43 in the BBT1E
Isaiah 43 in the BDS
Isaiah 43 in the BEV
Isaiah 43 in the BHAD
Isaiah 43 in the BIB
Isaiah 43 in the BLPT
Isaiah 43 in the BNT
Isaiah 43 in the BNTABOOT
Isaiah 43 in the BNTLV
Isaiah 43 in the BOATCB
Isaiah 43 in the BOATCB2
Isaiah 43 in the BOBCV
Isaiah 43 in the BOCNT
Isaiah 43 in the BOECS
Isaiah 43 in the BOGWICC
Isaiah 43 in the BOHCB
Isaiah 43 in the BOHCV
Isaiah 43 in the BOHLNT
Isaiah 43 in the BOHNTLTAL
Isaiah 43 in the BOICB
Isaiah 43 in the BOILNTAP
Isaiah 43 in the BOITCV
Isaiah 43 in the BOKCV
Isaiah 43 in the BOKCV2
Isaiah 43 in the BOKHWOG
Isaiah 43 in the BOKSSV
Isaiah 43 in the BOLCB
Isaiah 43 in the BOLCB2
Isaiah 43 in the BOMCV
Isaiah 43 in the BONAV
Isaiah 43 in the BONCB
Isaiah 43 in the BONLT
Isaiah 43 in the BONUT2
Isaiah 43 in the BOPLNT
Isaiah 43 in the BOSCB
Isaiah 43 in the BOSNC
Isaiah 43 in the BOTLNT
Isaiah 43 in the BOVCB
Isaiah 43 in the BOYCB
Isaiah 43 in the BPBB
Isaiah 43 in the BPH
Isaiah 43 in the BSB
Isaiah 43 in the CCB
Isaiah 43 in the CUV
Isaiah 43 in the CUVS
Isaiah 43 in the DBT
Isaiah 43 in the DGDNT
Isaiah 43 in the DHNT
Isaiah 43 in the DNT
Isaiah 43 in the ELBE
Isaiah 43 in the EMTV
Isaiah 43 in the ESV
Isaiah 43 in the FBV
Isaiah 43 in the FEB
Isaiah 43 in the GGMNT
Isaiah 43 in the GNT
Isaiah 43 in the HARY
Isaiah 43 in the HNT
Isaiah 43 in the IRVA
Isaiah 43 in the IRVB
Isaiah 43 in the IRVH
Isaiah 43 in the IRVK
Isaiah 43 in the IRVM
Isaiah 43 in the IRVM2
Isaiah 43 in the IRVO
Isaiah 43 in the IRVP
Isaiah 43 in the IRVT
Isaiah 43 in the IRVT2
Isaiah 43 in the IRVU
Isaiah 43 in the ISVN
Isaiah 43 in the JSNT
Isaiah 43 in the KAPI
Isaiah 43 in the KBT1ETNIK
Isaiah 43 in the KBV
Isaiah 43 in the KJV
Isaiah 43 in the KNFD
Isaiah 43 in the LBA
Isaiah 43 in the LBLA
Isaiah 43 in the LNT
Isaiah 43 in the LSV
Isaiah 43 in the MAAL
Isaiah 43 in the MBV
Isaiah 43 in the MBV2
Isaiah 43 in the MHNT
Isaiah 43 in the MKNFD
Isaiah 43 in the MNG
Isaiah 43 in the MNT
Isaiah 43 in the MNT2
Isaiah 43 in the MRS1T
Isaiah 43 in the NAA
Isaiah 43 in the NASB
Isaiah 43 in the NBLA
Isaiah 43 in the NBS
Isaiah 43 in the NBVTP
Isaiah 43 in the NET2
Isaiah 43 in the NIV11
Isaiah 43 in the NNT
Isaiah 43 in the NNT2
Isaiah 43 in the NNT3
Isaiah 43 in the PDDPT
Isaiah 43 in the PFNT
Isaiah 43 in the RMNT
Isaiah 43 in the SBIAS
Isaiah 43 in the SBIBS
Isaiah 43 in the SBIBS2
Isaiah 43 in the SBICS
Isaiah 43 in the SBIDS
Isaiah 43 in the SBIGS
Isaiah 43 in the SBIHS
Isaiah 43 in the SBIIS
Isaiah 43 in the SBIIS2
Isaiah 43 in the SBIIS3
Isaiah 43 in the SBIKS
Isaiah 43 in the SBIKS2
Isaiah 43 in the SBIMS
Isaiah 43 in the SBIOS
Isaiah 43 in the SBIPS
Isaiah 43 in the SBISS
Isaiah 43 in the SBITS
Isaiah 43 in the SBITS2
Isaiah 43 in the SBITS3
Isaiah 43 in the SBITS4
Isaiah 43 in the SBIUS
Isaiah 43 in the SBIVS
Isaiah 43 in the SBT
Isaiah 43 in the SBT1E
Isaiah 43 in the SCHL
Isaiah 43 in the SNT
Isaiah 43 in the SUSU
Isaiah 43 in the SUSU2
Isaiah 43 in the SYNO
Isaiah 43 in the TBIAOTANT
Isaiah 43 in the TBT1E
Isaiah 43 in the TBT1E2
Isaiah 43 in the TFTIP
Isaiah 43 in the TFTU
Isaiah 43 in the TGNTATF3T
Isaiah 43 in the THAI
Isaiah 43 in the TNFD
Isaiah 43 in the TNT
Isaiah 43 in the TNTIK
Isaiah 43 in the TNTIL
Isaiah 43 in the TNTIN
Isaiah 43 in the TNTIP
Isaiah 43 in the TNTIZ
Isaiah 43 in the TOMA
Isaiah 43 in the TTENT
Isaiah 43 in the UBG
Isaiah 43 in the UGV
Isaiah 43 in the UGV2
Isaiah 43 in the UGV3
Isaiah 43 in the VBL
Isaiah 43 in the VDCC
Isaiah 43 in the YALU
Isaiah 43 in the YAPE
Isaiah 43 in the YBVTP
Isaiah 43 in the ZBP