Job 21 (IRVG)

1 પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું; 2 “હું જે કહું તે ધ્યાનથી સાંભળો,અને મને દિલાસો આપો. 3 મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો;પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો. 4 શું મારી ફરિયાદ માણસ સામે છે?હું શા માટે અધીરો ના થાઉં? 5 મારી સામે જોઈને આશ્ચર્ય પામો,અને તમારો હાથ તમારા મુખ પર મૂકો. 6 હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું,હું ભયથી ધ્રૂજી ઊઠું છું. 7 શા માટે દુર્જનો લાંબુ જીવે છે?શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે? 8 દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે.દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે. 9 તેઓનાં ઘર ભય વગર સુરક્ષિત હોય છે;અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી. 10 તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી;તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી. 11 તેઓ પોતાનાં સંતાનોને ઘેટાંનાં બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે.તેઓનાં સંતાનો નાચે છે. 12 તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે,અને વાંસળીના અવાજથી આનંદ પામે છે. 13 તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે,અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે. 14 તેઓ ઈશ્વરને કહે છે, ‘અમારાથી દૂર જાઓકેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી. 15 તેઓ કહે છે, સર્વશક્તિમાન ઈશ્વર કોણ છે કે,અમે તેમની સેવા કરીએ?તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ થાય? 16 જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી?દુષ્ટોની સલાહ મારાથી દૂર છે. 17 દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે?અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે?ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે? 18 તેઓ કેટલીવાર હવામાં ઊડી જતા ખૂંપરા જેવાવંટોળિયામાં ઊડતાં ફોતરા જેવા હોય છે? 19 તમે કહો છો કે, ‘ઈશ્વર તેઓના પાપની સજા તેઓનાં સંતાનોને કરે છે;’તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે. 20 તેની પોતાની જ આંખો તેનો પોતાનો નાશ જુએ,અને સર્વશક્તિમાન ઈશ્વરના કોપનો પ્યાલો તેને જ પીવા દો. 21 તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી,તે કુટુંબમાં શો આનંદ રહે છે? 22 શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે?ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે. 23 માણસ પૂરજોરમાં,તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે. 24 તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે.અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે. 25 પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે,અને કદી સુખનો અનુભવ કરતો નથી. 26 તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે.અને કીડાઓ તેઓને ઢાંકી દે છે. 27 જુઓ, હું તમારા વિચારો જાણું છુંઅને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો. 28 માટે તમે કહો છો, હવે રાજકુમારનું ઘર ક્યાં છે?દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?’ 29 શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું?તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે, 30 ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે,અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે? 31 તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે?તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે? 32 તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે,અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે. 33 ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે,જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા,તેમ સઘળાં માણસો તેની પાછળ જશે. 34 તમે શા માટે મને નકામું આશ્વાસન આપો છો?કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જુઠાણું જ રહેલું છે.”

In Other Versions

Job 21 in the ANGEFD

Job 21 in the ANTPNG2D

Job 21 in the AS21

Job 21 in the BAGH

Job 21 in the BBPNG

Job 21 in the BBT1E

Job 21 in the BDS

Job 21 in the BEV

Job 21 in the BHAD

Job 21 in the BIB

Job 21 in the BLPT

Job 21 in the BNT

Job 21 in the BNTABOOT

Job 21 in the BNTLV

Job 21 in the BOATCB

Job 21 in the BOATCB2

Job 21 in the BOBCV

Job 21 in the BOCNT

Job 21 in the BOECS

Job 21 in the BOGWICC

Job 21 in the BOHCB

Job 21 in the BOHCV

Job 21 in the BOHLNT

Job 21 in the BOHNTLTAL

Job 21 in the BOICB

Job 21 in the BOILNTAP

Job 21 in the BOITCV

Job 21 in the BOKCV

Job 21 in the BOKCV2

Job 21 in the BOKHWOG

Job 21 in the BOKSSV

Job 21 in the BOLCB

Job 21 in the BOLCB2

Job 21 in the BOMCV

Job 21 in the BONAV

Job 21 in the BONCB

Job 21 in the BONLT

Job 21 in the BONUT2

Job 21 in the BOPLNT

Job 21 in the BOSCB

Job 21 in the BOSNC

Job 21 in the BOTLNT

Job 21 in the BOVCB

Job 21 in the BOYCB

Job 21 in the BPBB

Job 21 in the BPH

Job 21 in the BSB

Job 21 in the CCB

Job 21 in the CUV

Job 21 in the CUVS

Job 21 in the DBT

Job 21 in the DGDNT

Job 21 in the DHNT

Job 21 in the DNT

Job 21 in the ELBE

Job 21 in the EMTV

Job 21 in the ESV

Job 21 in the FBV

Job 21 in the FEB

Job 21 in the GGMNT

Job 21 in the GNT

Job 21 in the HARY

Job 21 in the HNT

Job 21 in the IRVA

Job 21 in the IRVB

Job 21 in the IRVH

Job 21 in the IRVK

Job 21 in the IRVM

Job 21 in the IRVM2

Job 21 in the IRVO

Job 21 in the IRVP

Job 21 in the IRVT

Job 21 in the IRVT2

Job 21 in the IRVU

Job 21 in the ISVN

Job 21 in the JSNT

Job 21 in the KAPI

Job 21 in the KBT1ETNIK

Job 21 in the KBV

Job 21 in the KJV

Job 21 in the KNFD

Job 21 in the LBA

Job 21 in the LBLA

Job 21 in the LNT

Job 21 in the LSV

Job 21 in the MAAL

Job 21 in the MBV

Job 21 in the MBV2

Job 21 in the MHNT

Job 21 in the MKNFD

Job 21 in the MNG

Job 21 in the MNT

Job 21 in the MNT2

Job 21 in the MRS1T

Job 21 in the NAA

Job 21 in the NASB

Job 21 in the NBLA

Job 21 in the NBS

Job 21 in the NBVTP

Job 21 in the NET2

Job 21 in the NIV11

Job 21 in the NNT

Job 21 in the NNT2

Job 21 in the NNT3

Job 21 in the PDDPT

Job 21 in the PFNT

Job 21 in the RMNT

Job 21 in the SBIAS

Job 21 in the SBIBS

Job 21 in the SBIBS2

Job 21 in the SBICS

Job 21 in the SBIDS

Job 21 in the SBIGS

Job 21 in the SBIHS

Job 21 in the SBIIS

Job 21 in the SBIIS2

Job 21 in the SBIIS3

Job 21 in the SBIKS

Job 21 in the SBIKS2

Job 21 in the SBIMS

Job 21 in the SBIOS

Job 21 in the SBIPS

Job 21 in the SBISS

Job 21 in the SBITS

Job 21 in the SBITS2

Job 21 in the SBITS3

Job 21 in the SBITS4

Job 21 in the SBIUS

Job 21 in the SBIVS

Job 21 in the SBT

Job 21 in the SBT1E

Job 21 in the SCHL

Job 21 in the SNT

Job 21 in the SUSU

Job 21 in the SUSU2

Job 21 in the SYNO

Job 21 in the TBIAOTANT

Job 21 in the TBT1E

Job 21 in the TBT1E2

Job 21 in the TFTIP

Job 21 in the TFTU

Job 21 in the TGNTATF3T

Job 21 in the THAI

Job 21 in the TNFD

Job 21 in the TNT

Job 21 in the TNTIK

Job 21 in the TNTIL

Job 21 in the TNTIN

Job 21 in the TNTIP

Job 21 in the TNTIZ

Job 21 in the TOMA

Job 21 in the TTENT

Job 21 in the UBG

Job 21 in the UGV

Job 21 in the UGV2

Job 21 in the UGV3

Job 21 in the VBL

Job 21 in the VDCC

Job 21 in the YALU

Job 21 in the YAPE

Job 21 in the YBVTP

Job 21 in the ZBP