Leviticus 10 (IRVG)

1 હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ પોતપોતાની ધૂપદાની લઈને તેમાં અગ્નિ મૂક્યો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. પછી તેઓએ યહોવાહની આગળ અસ્વીકૃત અગ્નિ ચઢાવ્યો, જે વિષે યહોવાહે તેઓને ચઢાવવાની આજ્ઞા કરી નહોતી. 2 તેથી યહોવાહની આગળથી અગ્નિ આવ્યો અને તેઓને ભસ્મ કર્યા અને તેઓ યહોવાહ સમક્ષ મૃત્યુ પામ્યા. 3 પછી મૂસાએ હારુનને કહ્યું, “આ એ જ વાત છે કે જે વિષે યહોવાહે કહ્યું હતું,‘હું એવા લોકો પર મારી પવિત્રતાને પ્રગટ કરીશ કે જેઓ મારી પાસે આવે છે.હું સર્વ લોકો આગળ મહિમા પામીશ.’હારુન કંઈ પણ બોલ્યો નહિ. 4 મૂસાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મીશાએલને તથા એલ્સાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવો અને તમારા ભાઈઓને તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.” 5 આથી તેઓ પાસે આવ્યા અને તેઓને મૂસાની સૂચના પ્રમાણે યાજકના ઝભ્ભા સહિત તેઓને છાવણી બહાર લઈ જવામાં આવ્યા. 6 પછી મૂસાએ હારુન તથા તેના પુત્રો એલાઝારને તથા ઈથામારને કહ્યું, “તમારા માથાના વાળ છૂટા ન રાખો અને તમારાં વસ્ત્રો ન ફાડો, જેથી તમે માર્યા ન જાઓ અને જેથી યહોવાહ આખી સભા પર ગુસ્સે ન થાય. પરંતુ બીજા બધા ઇઝરાયલીઓ ભલે યહોવાહે મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માટે વિલાપ કરે ને શોક પાળે. 7 તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર ન જશો, નહિ તો તમે માર્યા જશો, કેમ કે યહોવાહના તેલથી તમારો અભિષેક કરવામાં આવેલો છે.” તેથી તેઓ મૂસાની સૂચના પ્રમાણે કરવા લાગ્યા. 8 યહોવાહે હારુનને કહ્યું, 9 “જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દારૂ, દ્રાક્ષારસ કે મદ્યપાન પીઓ નહિ, જેથી તમે મૃત્યુ ન પામો. તમારાં લોકોની વંશપરંપરાને માટે આ નિયમ સદાને માટે રહેશે. 10 તમે પવિત્ર તથા સામાન્ય બાબતની વચ્ચે અને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો. 11 જેથી યહોવાહે જે આજ્ઞાઓ મૂસા મારફતે ફરમાવી છે તે બધા નિયમો ઇઝરાયલી લોકોને શીખવો.” 12 મૂસાએ હારુનને તથા તેના બાકી રહેલા દીકરા એલાઝારને તથા ઈથામારને કહ્યું, “યહોવાહને ચઢાવેલા ખાદ્યાર્પણમાંથી બાકી રહેલું અર્પણ લઈને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે ખાવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે. 13 તે તમારે પવિત્ર જગ્યામાં ખાવી, કેમ કે યહોવાહને અગ્નિથી કરેલા અર્પણોમાંથી તે તારો ભાગ તથા તારા પુત્રોનો ભાગ છે, કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા કરવામાં આવી છે. 14 યહોવાહની સમક્ષ રજૂ કરવામાં આવેલા અર્પણનાં પશુની છાતીનો ભાગ તથા જાંઘનો ભાગ ઈશ્વરના સ્વીકાર્ય સ્વચ્છ સ્થળે તારે તે ખાવા. તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ આ ભાગો ખાવા, કેમ કે ઇઝરાયલી લોકોનાં શાંત્યર્પણના અર્પણોમાંથી તેઓ તારા ભાગ તરીકે તથા તારા પુત્રોના ભાગ તરીકે તમને અપાયેલા છે. 15 ચરબીનું દહન કરતી વખતે અર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યહોવાહને ચઢાવવા લોકોએ સાથે લાવવો. જેમ યહોવાહે આજ્ઞા કરી છે તેમ તે તારો તથા તારા પુત્રોનો સદાનો ભાગ થાય.” 16 પછી મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની માંગ કરી અને ખબર પડી કે તેને બાળી દેવામાં આવ્યો હતો. તેથી તેણે હારુનના બાકીના પુત્રો એલાઝાર તથા ઈથામાર પર ગુસ્સે થઈને કહ્યું, 17 “તમે એ પાપાર્થાર્પણ તંબુમાં શા માટે ન ખાધું? કેમ કે તે અત્યંત પવિત્ર છે અને પ્રજાનું પાપ દૂર કરવા માટે તેમને માટે યહોવાહની સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવાને તે તેમણે તમને આપ્યું છે. 18 જો તેનું રક્ત તંબુમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી જેમ મેં આજ્ઞા કરી હતી તેમ, તમારે તે ચોક્કસપણે તંબુની અંદર ખાવું જોઈતું હતું.” 19 પછી હારુને મૂસાને જવાબ આપ્યો, “જુઓ, આજે તેઓએ પોતાના પાપાર્થાર્પણ અને દહનીયાર્પણ યહોવાહ સમક્ષ ચઢાવ્યા છે. જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત, તો શું તેથી યહોવાહ પ્રસન્ન થયા હોત?” 20 જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે સંતોષ પામ્યો.

In Other Versions

Leviticus 10 in the ANGEFD

Leviticus 10 in the ANTPNG2D

Leviticus 10 in the AS21

Leviticus 10 in the BAGH

Leviticus 10 in the BBPNG

Leviticus 10 in the BBT1E

Leviticus 10 in the BDS

Leviticus 10 in the BEV

Leviticus 10 in the BHAD

Leviticus 10 in the BIB

Leviticus 10 in the BLPT

Leviticus 10 in the BNT

Leviticus 10 in the BNTABOOT

Leviticus 10 in the BNTLV

Leviticus 10 in the BOATCB

Leviticus 10 in the BOATCB2

Leviticus 10 in the BOBCV

Leviticus 10 in the BOCNT

Leviticus 10 in the BOECS

Leviticus 10 in the BOGWICC

Leviticus 10 in the BOHCB

Leviticus 10 in the BOHCV

Leviticus 10 in the BOHLNT

Leviticus 10 in the BOHNTLTAL

Leviticus 10 in the BOICB

Leviticus 10 in the BOILNTAP

Leviticus 10 in the BOITCV

Leviticus 10 in the BOKCV

Leviticus 10 in the BOKCV2

Leviticus 10 in the BOKHWOG

Leviticus 10 in the BOKSSV

Leviticus 10 in the BOLCB

Leviticus 10 in the BOLCB2

Leviticus 10 in the BOMCV

Leviticus 10 in the BONAV

Leviticus 10 in the BONCB

Leviticus 10 in the BONLT

Leviticus 10 in the BONUT2

Leviticus 10 in the BOPLNT

Leviticus 10 in the BOSCB

Leviticus 10 in the BOSNC

Leviticus 10 in the BOTLNT

Leviticus 10 in the BOVCB

Leviticus 10 in the BOYCB

Leviticus 10 in the BPBB

Leviticus 10 in the BPH

Leviticus 10 in the BSB

Leviticus 10 in the CCB

Leviticus 10 in the CUV

Leviticus 10 in the CUVS

Leviticus 10 in the DBT

Leviticus 10 in the DGDNT

Leviticus 10 in the DHNT

Leviticus 10 in the DNT

Leviticus 10 in the ELBE

Leviticus 10 in the EMTV

Leviticus 10 in the ESV

Leviticus 10 in the FBV

Leviticus 10 in the FEB

Leviticus 10 in the GGMNT

Leviticus 10 in the GNT

Leviticus 10 in the HARY

Leviticus 10 in the HNT

Leviticus 10 in the IRVA

Leviticus 10 in the IRVB

Leviticus 10 in the IRVH

Leviticus 10 in the IRVK

Leviticus 10 in the IRVM

Leviticus 10 in the IRVM2

Leviticus 10 in the IRVO

Leviticus 10 in the IRVP

Leviticus 10 in the IRVT

Leviticus 10 in the IRVT2

Leviticus 10 in the IRVU

Leviticus 10 in the ISVN

Leviticus 10 in the JSNT

Leviticus 10 in the KAPI

Leviticus 10 in the KBT1ETNIK

Leviticus 10 in the KBV

Leviticus 10 in the KJV

Leviticus 10 in the KNFD

Leviticus 10 in the LBA

Leviticus 10 in the LBLA

Leviticus 10 in the LNT

Leviticus 10 in the LSV

Leviticus 10 in the MAAL

Leviticus 10 in the MBV

Leviticus 10 in the MBV2

Leviticus 10 in the MHNT

Leviticus 10 in the MKNFD

Leviticus 10 in the MNG

Leviticus 10 in the MNT

Leviticus 10 in the MNT2

Leviticus 10 in the MRS1T

Leviticus 10 in the NAA

Leviticus 10 in the NASB

Leviticus 10 in the NBLA

Leviticus 10 in the NBS

Leviticus 10 in the NBVTP

Leviticus 10 in the NET2

Leviticus 10 in the NIV11

Leviticus 10 in the NNT

Leviticus 10 in the NNT2

Leviticus 10 in the NNT3

Leviticus 10 in the PDDPT

Leviticus 10 in the PFNT

Leviticus 10 in the RMNT

Leviticus 10 in the SBIAS

Leviticus 10 in the SBIBS

Leviticus 10 in the SBIBS2

Leviticus 10 in the SBICS

Leviticus 10 in the SBIDS

Leviticus 10 in the SBIGS

Leviticus 10 in the SBIHS

Leviticus 10 in the SBIIS

Leviticus 10 in the SBIIS2

Leviticus 10 in the SBIIS3

Leviticus 10 in the SBIKS

Leviticus 10 in the SBIKS2

Leviticus 10 in the SBIMS

Leviticus 10 in the SBIOS

Leviticus 10 in the SBIPS

Leviticus 10 in the SBISS

Leviticus 10 in the SBITS

Leviticus 10 in the SBITS2

Leviticus 10 in the SBITS3

Leviticus 10 in the SBITS4

Leviticus 10 in the SBIUS

Leviticus 10 in the SBIVS

Leviticus 10 in the SBT

Leviticus 10 in the SBT1E

Leviticus 10 in the SCHL

Leviticus 10 in the SNT

Leviticus 10 in the SUSU

Leviticus 10 in the SUSU2

Leviticus 10 in the SYNO

Leviticus 10 in the TBIAOTANT

Leviticus 10 in the TBT1E

Leviticus 10 in the TBT1E2

Leviticus 10 in the TFTIP

Leviticus 10 in the TFTU

Leviticus 10 in the TGNTATF3T

Leviticus 10 in the THAI

Leviticus 10 in the TNFD

Leviticus 10 in the TNT

Leviticus 10 in the TNTIK

Leviticus 10 in the TNTIL

Leviticus 10 in the TNTIN

Leviticus 10 in the TNTIP

Leviticus 10 in the TNTIZ

Leviticus 10 in the TOMA

Leviticus 10 in the TTENT

Leviticus 10 in the UBG

Leviticus 10 in the UGV

Leviticus 10 in the UGV2

Leviticus 10 in the UGV3

Leviticus 10 in the VBL

Leviticus 10 in the VDCC

Leviticus 10 in the YALU

Leviticus 10 in the YAPE

Leviticus 10 in the YBVTP

Leviticus 10 in the ZBP