Acts 22 (IRVG)

1 ‘ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છે તે સાંભળો.’” 2 તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે, 3 ‘હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો. 4 વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો. 5 પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ (એ વિષે) મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું. 6 હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો. 7 ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? 8 ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, ‘હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે.’” 9 મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહી. 10 ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? ‘પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે. 11 તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો. 12 અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેના વિષે ત્યાં રહેનારા સઘળા યહૂદીઓ સારું બોલતા હતા. 13 તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા.’ અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો. 14 પછી તેણે કહ્યું કે, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે. 15 કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે. 16 હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ. 17 પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો, 18 (પ્રભુએ) મને દર્શન દઈને કહ્યું કે, ‘ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.’” 19 ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિસ્થાનમાં તેઓને મારતો હતો; 20 તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો.’” 21 ત્યારે તેમણે મને કહ્યું કે, ‘તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.’” 22 તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, ‘એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી. 23 તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા; 24 ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણ માટે તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું. 25 તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?’ 26 સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’” 27 ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે?’ પાઉલે કહ્યું, ‘હા.’” 28 ત્યારે સરદારે ઉત્તર દીધો કે, ‘મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, ‘હું તો જન્મથી જ (નાગરિક) છું.’” 29 ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો. 30 યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.

In Other Versions

Acts 22 in the ANGEFD

Acts 22 in the ANTPNG2D

Acts 22 in the AS21

Acts 22 in the BAGH

Acts 22 in the BBPNG

Acts 22 in the BBT1E

Acts 22 in the BDS

Acts 22 in the BEV

Acts 22 in the BHAD

Acts 22 in the BIB

Acts 22 in the BLPT

Acts 22 in the BNT

Acts 22 in the BNTABOOT

Acts 22 in the BNTLV

Acts 22 in the BOATCB

Acts 22 in the BOATCB2

Acts 22 in the BOBCV

Acts 22 in the BOCNT

Acts 22 in the BOECS

Acts 22 in the BOGWICC

Acts 22 in the BOHCB

Acts 22 in the BOHCV

Acts 22 in the BOHLNT

Acts 22 in the BOHNTLTAL

Acts 22 in the BOICB

Acts 22 in the BOILNTAP

Acts 22 in the BOITCV

Acts 22 in the BOKCV

Acts 22 in the BOKCV2

Acts 22 in the BOKHWOG

Acts 22 in the BOKSSV

Acts 22 in the BOLCB

Acts 22 in the BOLCB2

Acts 22 in the BOMCV

Acts 22 in the BONAV

Acts 22 in the BONCB

Acts 22 in the BONLT

Acts 22 in the BONUT2

Acts 22 in the BOPLNT

Acts 22 in the BOSCB

Acts 22 in the BOSNC

Acts 22 in the BOTLNT

Acts 22 in the BOVCB

Acts 22 in the BOYCB

Acts 22 in the BPBB

Acts 22 in the BPH

Acts 22 in the BSB

Acts 22 in the CCB

Acts 22 in the CUV

Acts 22 in the CUVS

Acts 22 in the DBT

Acts 22 in the DGDNT

Acts 22 in the DHNT

Acts 22 in the DNT

Acts 22 in the ELBE

Acts 22 in the EMTV

Acts 22 in the ESV

Acts 22 in the FBV

Acts 22 in the FEB

Acts 22 in the GGMNT

Acts 22 in the GNT

Acts 22 in the HARY

Acts 22 in the HNT

Acts 22 in the IRVA

Acts 22 in the IRVB

Acts 22 in the IRVH

Acts 22 in the IRVK

Acts 22 in the IRVM

Acts 22 in the IRVM2

Acts 22 in the IRVO

Acts 22 in the IRVP

Acts 22 in the IRVT

Acts 22 in the IRVT2

Acts 22 in the IRVU

Acts 22 in the ISVN

Acts 22 in the JSNT

Acts 22 in the KAPI

Acts 22 in the KBT1ETNIK

Acts 22 in the KBV

Acts 22 in the KJV

Acts 22 in the KNFD

Acts 22 in the LBA

Acts 22 in the LBLA

Acts 22 in the LNT

Acts 22 in the LSV

Acts 22 in the MAAL

Acts 22 in the MBV

Acts 22 in the MBV2

Acts 22 in the MHNT

Acts 22 in the MKNFD

Acts 22 in the MNG

Acts 22 in the MNT

Acts 22 in the MNT2

Acts 22 in the MRS1T

Acts 22 in the NAA

Acts 22 in the NASB

Acts 22 in the NBLA

Acts 22 in the NBS

Acts 22 in the NBVTP

Acts 22 in the NET2

Acts 22 in the NIV11

Acts 22 in the NNT

Acts 22 in the NNT2

Acts 22 in the NNT3

Acts 22 in the PDDPT

Acts 22 in the PFNT

Acts 22 in the RMNT

Acts 22 in the SBIAS

Acts 22 in the SBIBS

Acts 22 in the SBIBS2

Acts 22 in the SBICS

Acts 22 in the SBIDS

Acts 22 in the SBIGS

Acts 22 in the SBIHS

Acts 22 in the SBIIS

Acts 22 in the SBIIS2

Acts 22 in the SBIIS3

Acts 22 in the SBIKS

Acts 22 in the SBIKS2

Acts 22 in the SBIMS

Acts 22 in the SBIOS

Acts 22 in the SBIPS

Acts 22 in the SBISS

Acts 22 in the SBITS

Acts 22 in the SBITS2

Acts 22 in the SBITS3

Acts 22 in the SBITS4

Acts 22 in the SBIUS

Acts 22 in the SBIVS

Acts 22 in the SBT

Acts 22 in the SBT1E

Acts 22 in the SCHL

Acts 22 in the SNT

Acts 22 in the SUSU

Acts 22 in the SUSU2

Acts 22 in the SYNO

Acts 22 in the TBIAOTANT

Acts 22 in the TBT1E

Acts 22 in the TBT1E2

Acts 22 in the TFTIP

Acts 22 in the TFTU

Acts 22 in the TGNTATF3T

Acts 22 in the THAI

Acts 22 in the TNFD

Acts 22 in the TNT

Acts 22 in the TNTIK

Acts 22 in the TNTIL

Acts 22 in the TNTIN

Acts 22 in the TNTIP

Acts 22 in the TNTIZ

Acts 22 in the TOMA

Acts 22 in the TTENT

Acts 22 in the UBG

Acts 22 in the UGV

Acts 22 in the UGV2

Acts 22 in the UGV3

Acts 22 in the VBL

Acts 22 in the VDCC

Acts 22 in the YALU

Acts 22 in the YAPE

Acts 22 in the YBVTP

Acts 22 in the ZBP