Deuteronomy 29 (IRVG)
1 હોરેબમાં જે કરાર યહોવાહે ઇઝરાયલી લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવા ને મૂસાએ આજ્ઞા આપી હતી તે આ મુજબ છે. 2 અને મૂસાએ સર્વ ઇઝરાયલી લોકોને બોલાવીને તેઓને કહ્યું, “તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સેવકોને તથા સમગ્ર દેશને યહોવાહે જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે; 3 એટલે તમારી આંખોએ જોયેલ ભયંકર મરકી, ચિહ્નો, તથા અદ્દભુત ચમત્કારો તમે જોયા. 4 પણ યહોવાહે તમને સમજણવાળું હૃદય કે નિહાળતી આંખ કે સાંભળવાને કાન આજ દિન સુધી આપ્યાં નથી. 5 મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ચલાવ્યાં, તેમ છતાં તમારાં શરીર પરનાં વસ્ત્રો ફાટી ગયાં નહિ કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નહિ. 6 તમે રોટલી ખાધી નથી તેમ જ દ્રાક્ષાસવ કે મદ્ય પીધાં નથી; એ સારુ કે હું તમારો ઈશ્વર છું એ તમે જાણો. 7 જયારે તમે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેઓનો પરાજય કર્યો. 8 અને આપણે તેઓનો દેશ લઈને રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને વતન તરીકે આપ્યો. 9 તેથી તમે જે કરો છો તે સર્વમાં સફળ થાઓ માટે આ કરારના શબ્દો પાળો અને અમલમાં લાવો. 10 આજે યહોવાહ તમારા ઈશ્વરની આગળ તમે બધા ઉપસ્થિત છો; તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો તથા તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયલી માણસો, 11 વળી તમારી સાથે તમારાં સંતાનો, પત્નીઓ, તમારી સાથે છાવણીમાં રહેનાર પરદેશી, કઠિયારાથી માંડીને પાણી ભરનાર સુધી તમે સર્વ ઈશ્વરની સમક્ષ છો. 12 માટે યહોવાહ તમારા ઈશ્વરનો કરાર તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવાહ તમારા ઈશ્વર આજે તમારી આગળ કરે છે, તે પ્રમાણે કરવાને તમે તૈયાર થાઓ. 13 કે તેઓ આજે તમને પોતાની પ્રજા બનાવે અને જેમ તેમણે તમને કહ્યું હતું, તથા જેમ તેમણે તમારા પિતૃઓ આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા, તેમ તે તમારા ઈશ્વર થાય. 14 અને હું આ કરાર માત્ર તમારી જ સાથે કરતો નથી તથા આ સમ ખાતો નથી. 15 પરંતુ આજે આપણી સાથે યહોવાહ આપણા ઈશ્વરની સમક્ષ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ. 16 આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા અને જે દેશજાતિઓમાં થઈને આપણે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે બહાર આવ્યા એ તમે જાણો છો. 17 તમે તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમ જ સોનાની મૂર્તિઓ જે તેમની પાસે હતી તે જોઈ છે. 18 રખેને તમારામાંથી કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇઝરાયલનું કોઈ કુળ એવું હોય કે જેનું હૃદય યહોવાહ તમારા ઈશ્વર તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાય. રખેને પિત તથા કડવાશરૂપી મૂળ તમારામાં હોય, 19 રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે તે પોતાના હૃદયમાં આશીર્વાદ આપીને કહે કે, હું મારા હૃદયની હઠીલાઈ પ્રમાણે ચાલું અને સૂકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ મળશે. 20 યહોવાહ તેને માફ નહિ કરે પણ તે માણસની સામે યહોવાહનો રોષ તથા જુસ્સો તપી ઊઠશે અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે. અને યહોવાહ આકાશ નીચેથી તેનું નામોનિશાન નષ્ટ કરી નાખશે. 21 અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારમાંના બધા શાપો પ્રમાણે યહોવાહ તેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી અલગ કરીને તેને નુકસાન કરશે. 22 અને તમારી પાછળ થનાર તમારાં સંતાનોની આગામી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી પણ યહોવાહે આ દેશને આપેલા રોગો અને આફતો જોશે. 23 વળી સદોમ, ગમોરા, આદમા અને સબોઈમ જેઓનો સંહાર યહોવાહે પોતાના કોપથી તથા રોષથી કર્યો તેઓના નાશની પેઠે આખો દેશ ગંધક, ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમ જ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી તે જયારે જોશે. 24 ત્યારે સર્વ પ્રજાઓ પૂછશે કે, ‘યહોવાહે આ દેશને આવું શા માટે કર્યું? એના ઉપર આવા ભારે કોપની ઉગ્રતાનું શું કારણ હશે?’” 25 ત્યારે લોકો કહેશે કે, એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાહ તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેઓની સાથે તેમણે જે કરાર કર્યો હતો તે કરારનો તેઓએ ત્યાગ કર્યો. 26 બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા. તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું. 27 તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો. 28 યહોવાહે કોપમાં તથા ક્રોધમાં તથા તેના ઘણાં રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડીને બીજા દેશમાં કાઢી મૂક્યા. જેમ આજે છે તે પ્રમાણે. 29 મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.
In Other Versions
Deuteronomy 29 in the ANGEFD
Deuteronomy 29 in the ANTPNG2D
Deuteronomy 29 in the AS21
Deuteronomy 29 in the BAGH
Deuteronomy 29 in the BBPNG
Deuteronomy 29 in the BBT1E
Deuteronomy 29 in the BDS
Deuteronomy 29 in the BEV
Deuteronomy 29 in the BHAD
Deuteronomy 29 in the BIB
Deuteronomy 29 in the BLPT
Deuteronomy 29 in the BNT
Deuteronomy 29 in the BNTABOOT
Deuteronomy 29 in the BNTLV
Deuteronomy 29 in the BOATCB
Deuteronomy 29 in the BOATCB2
Deuteronomy 29 in the BOBCV
Deuteronomy 29 in the BOCNT
Deuteronomy 29 in the BOECS
Deuteronomy 29 in the BOGWICC
Deuteronomy 29 in the BOHCB
Deuteronomy 29 in the BOHCV
Deuteronomy 29 in the BOHLNT
Deuteronomy 29 in the BOHNTLTAL
Deuteronomy 29 in the BOICB
Deuteronomy 29 in the BOILNTAP
Deuteronomy 29 in the BOITCV
Deuteronomy 29 in the BOKCV
Deuteronomy 29 in the BOKCV2
Deuteronomy 29 in the BOKHWOG
Deuteronomy 29 in the BOKSSV
Deuteronomy 29 in the BOLCB
Deuteronomy 29 in the BOLCB2
Deuteronomy 29 in the BOMCV
Deuteronomy 29 in the BONAV
Deuteronomy 29 in the BONCB
Deuteronomy 29 in the BONLT
Deuteronomy 29 in the BONUT2
Deuteronomy 29 in the BOPLNT
Deuteronomy 29 in the BOSCB
Deuteronomy 29 in the BOSNC
Deuteronomy 29 in the BOTLNT
Deuteronomy 29 in the BOVCB
Deuteronomy 29 in the BOYCB
Deuteronomy 29 in the BPBB
Deuteronomy 29 in the BPH
Deuteronomy 29 in the BSB
Deuteronomy 29 in the CCB
Deuteronomy 29 in the CUV
Deuteronomy 29 in the CUVS
Deuteronomy 29 in the DBT
Deuteronomy 29 in the DGDNT
Deuteronomy 29 in the DHNT
Deuteronomy 29 in the DNT
Deuteronomy 29 in the ELBE
Deuteronomy 29 in the EMTV
Deuteronomy 29 in the ESV
Deuteronomy 29 in the FBV
Deuteronomy 29 in the FEB
Deuteronomy 29 in the GGMNT
Deuteronomy 29 in the GNT
Deuteronomy 29 in the HARY
Deuteronomy 29 in the HNT
Deuteronomy 29 in the IRVA
Deuteronomy 29 in the IRVB
Deuteronomy 29 in the IRVH
Deuteronomy 29 in the IRVK
Deuteronomy 29 in the IRVM
Deuteronomy 29 in the IRVM2
Deuteronomy 29 in the IRVO
Deuteronomy 29 in the IRVP
Deuteronomy 29 in the IRVT
Deuteronomy 29 in the IRVT2
Deuteronomy 29 in the IRVU
Deuteronomy 29 in the ISVN
Deuteronomy 29 in the JSNT
Deuteronomy 29 in the KAPI
Deuteronomy 29 in the KBT1ETNIK
Deuteronomy 29 in the KBV
Deuteronomy 29 in the KJV
Deuteronomy 29 in the KNFD
Deuteronomy 29 in the LBA
Deuteronomy 29 in the LBLA
Deuteronomy 29 in the LNT
Deuteronomy 29 in the LSV
Deuteronomy 29 in the MAAL
Deuteronomy 29 in the MBV
Deuteronomy 29 in the MBV2
Deuteronomy 29 in the MHNT
Deuteronomy 29 in the MKNFD
Deuteronomy 29 in the MNG
Deuteronomy 29 in the MNT
Deuteronomy 29 in the MNT2
Deuteronomy 29 in the MRS1T
Deuteronomy 29 in the NAA
Deuteronomy 29 in the NASB
Deuteronomy 29 in the NBLA
Deuteronomy 29 in the NBS
Deuteronomy 29 in the NBVTP
Deuteronomy 29 in the NET2
Deuteronomy 29 in the NIV11
Deuteronomy 29 in the NNT
Deuteronomy 29 in the NNT2
Deuteronomy 29 in the NNT3
Deuteronomy 29 in the PDDPT
Deuteronomy 29 in the PFNT
Deuteronomy 29 in the RMNT
Deuteronomy 29 in the SBIAS
Deuteronomy 29 in the SBIBS
Deuteronomy 29 in the SBIBS2
Deuteronomy 29 in the SBICS
Deuteronomy 29 in the SBIDS
Deuteronomy 29 in the SBIGS
Deuteronomy 29 in the SBIHS
Deuteronomy 29 in the SBIIS
Deuteronomy 29 in the SBIIS2
Deuteronomy 29 in the SBIIS3
Deuteronomy 29 in the SBIKS
Deuteronomy 29 in the SBIKS2
Deuteronomy 29 in the SBIMS
Deuteronomy 29 in the SBIOS
Deuteronomy 29 in the SBIPS
Deuteronomy 29 in the SBISS
Deuteronomy 29 in the SBITS
Deuteronomy 29 in the SBITS2
Deuteronomy 29 in the SBITS3
Deuteronomy 29 in the SBITS4
Deuteronomy 29 in the SBIUS
Deuteronomy 29 in the SBIVS
Deuteronomy 29 in the SBT
Deuteronomy 29 in the SBT1E
Deuteronomy 29 in the SCHL
Deuteronomy 29 in the SNT
Deuteronomy 29 in the SUSU
Deuteronomy 29 in the SUSU2
Deuteronomy 29 in the SYNO
Deuteronomy 29 in the TBIAOTANT
Deuteronomy 29 in the TBT1E
Deuteronomy 29 in the TBT1E2
Deuteronomy 29 in the TFTIP
Deuteronomy 29 in the TFTU
Deuteronomy 29 in the TGNTATF3T
Deuteronomy 29 in the THAI
Deuteronomy 29 in the TNFD
Deuteronomy 29 in the TNT
Deuteronomy 29 in the TNTIK
Deuteronomy 29 in the TNTIL
Deuteronomy 29 in the TNTIN
Deuteronomy 29 in the TNTIP
Deuteronomy 29 in the TNTIZ
Deuteronomy 29 in the TOMA
Deuteronomy 29 in the TTENT
Deuteronomy 29 in the UBG
Deuteronomy 29 in the UGV
Deuteronomy 29 in the UGV2
Deuteronomy 29 in the UGV3
Deuteronomy 29 in the VBL
Deuteronomy 29 in the VDCC
Deuteronomy 29 in the YALU
Deuteronomy 29 in the YAPE
Deuteronomy 29 in the YBVTP
Deuteronomy 29 in the ZBP