Ezekiel 12 (IRVG)

1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 2 “હે મનુષ્યપુત્ર, તું બંડખોર લોકો મધ્યે રહે છે. જોવાને માટે તેઓને આંખો હોવા છતાં પણ તેઓ દેખતા નથી અને કાન હોવા છતાં પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે. 3 તેથી, હે મનુષ્યપુત્ર, તું દેશવટે જવાને માટે સામાન તૈયાર કર, તેઓના દેખતાં દિવસે ચાલી નીકળ, કેમ કે તેઓના દેખતાં તું તારી જગ્યાએથી બીજે જગ્યાએ જા. જોકે તેઓ બંડખોર લોક છે પણ કદાચ તેઓ જુએ. 4 તું દિવસે તેઓના દેખતાં તારી મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ. લોકો બંદીવાનની જેમ બહાર આવે તેમ સાંજે તેઓના દેખતાં ચાલી નીકળ. 5 તેઓના દેખતા દીવાલમાં કાણું પાડ, તેમાંથી બહાર નીકળ. 6 તેઓના દેખતાં તું તારો સામાન ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જા. તારે તારું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલી લોકોમાં ચિહ્ન તરીકે ઠરાવ્યો છે. 7 તેથી મને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું. મેં દેશવટે લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢયો, સાંજે મેં મારા હાથથી દીવાલમાં કાણું પાડ્યું. મેં મારો સામાન અંધારામાંથી બહાર કાઢ્યો. તેઓના દેખતાં તેને મારા ખભા પર મૂક્યો. 8 સવારમાં યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 9 “હે મનુષ્યપુત્ર, આ ઇઝરાયલી લોકો, એટલે બંડખોર લોકોએ, તને પૂછ્યું નથી કે, ‘તું શું કરે છે?’ 10 તું તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: આ ભવિષ્યવાણી યરુશાલેમના સરદારને તથા તેમાં વસતા બધા ઇઝરાયલી લોકો માટે છે.’” 11 તું તેઓને કહે કે, ‘હું તમારે માટે ચિહ્નરૂપ છું. મેં જે કર્યું છે, તેમ જ કરવામાં આવશે, તેઓ પરદેશમાં તથા બંદીવાસમાં જશે. 12 તમારી મધ્યે જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર પોતાનો સામાન ઊંચકીને દીવાલમાંથી બહાર જશે. તેઓ દીવાલમાં કાણું પાડશે અને પોતાનો સામાન બહાર લાવશે. તે પોતાનું મુખ ઢાંકી દેશે જેથી તે પોતાની આંખોથી દેશ જોઈ શકે નહિ. 13 હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તે મારી જાળમાં પકડાઈ જશે; ત્યારે હું તેને ખાલદીઓના દેશમાં બાબિલમાં લાવીશ, પણ તે તે જોશે નહિ. તે ત્યાં મૃત્યુ પામશે. 14 તેની આસપાસના સર્વ મદદગારોને અને તેના આખા સૈન્યને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, હું તેમની પાછળ તલવાર મોકલીશ. 15 હું તેઓને જ્યારે પ્રજાઓમાં તથા દેશોમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું. 16 પણ હું તેઓમાંના કેટલાક માણસને તલવાર, દુકાળ તથા મરકીના ઉપદ્રવથી જીવતા રહેવા દઈશ, જેથી તેઓ જે પ્રજાઓમાં હું તેઓને લઈ જઈશ ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.” 17 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 18 “હે મનુષ્યપુત્ર, ધ્રુજારીસહિત તારી રોટલી ખા. અને કંપારી તથા ચિંતાસહિત તારું પાણી પી. 19 દેશના લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમના રહેવાસીઓ તથા ઇઝરાયલના દેશ વિષે આમ કહે છે: તેઓ ધ્રુજારીસહિત પોતાની રોટલી ખાશે અને ચિંતાતુર થઈને પાણી પીશે, તેના દેશના સર્વ રહેવાસીઓની હિંસાને કારણે તેના દેશમાં જે બધું હશે તેનો નાશ થશે. 20 વસતિવાળાં નગરો વેરાન કરવામાં આવશે, દેશ ઉજ્જડ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.’” 21 ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 22 “હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે અને દરેક સંદર્શન નિષ્ફળ થાય છે’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં વધારે ચાલે છે તે શું છે? 23 માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: ‘હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.’ તેઓને કહે કે, “સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.” 24 કેમ કે હવે પછી ઇઝરાયલ લોકોમાં જૂઠાં સંદર્શન તથા ખુશકારક શકુન જોવામાં આવશે નહિ. 25 કેમ કે હું, યહોવાહ છું, હું બોલીશ, હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. તેનો વિલંબ કરવામાં આવશે નહિ. હે બંડખોર લોકો, હું તમારા દિવસોમાં આ વચનો બોલીશ, તેને હું ફળીભૂત કરીશ. આ પ્રભુ યહોવાહનાં વચનો છે. 26 ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું: 27 “હે મનુષ્યપુત્ર, જો! ઇઝરાયલી લોકો કહે છે કે, તને જે સંદર્શન થયું છે તે તો હમણાંથી ઘણા દિવસો પછીના વખતનું છે, તે ઘણા દૂરના સમયો વિષે ભવિષ્ય કહે છે. 28 તેથી તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: મારાં વચનો પૂરાં કરવામાં વિલંબ થશે નહિ, પણ દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.’ આ પ્રભુ યહોવાહનું વચન છે.

In Other Versions

Ezekiel 12 in the ANGEFD

Ezekiel 12 in the ANTPNG2D

Ezekiel 12 in the AS21

Ezekiel 12 in the BAGH

Ezekiel 12 in the BBPNG

Ezekiel 12 in the BBT1E

Ezekiel 12 in the BDS

Ezekiel 12 in the BEV

Ezekiel 12 in the BHAD

Ezekiel 12 in the BIB

Ezekiel 12 in the BLPT

Ezekiel 12 in the BNT

Ezekiel 12 in the BNTABOOT

Ezekiel 12 in the BNTLV

Ezekiel 12 in the BOATCB

Ezekiel 12 in the BOATCB2

Ezekiel 12 in the BOBCV

Ezekiel 12 in the BOCNT

Ezekiel 12 in the BOECS

Ezekiel 12 in the BOGWICC

Ezekiel 12 in the BOHCB

Ezekiel 12 in the BOHCV

Ezekiel 12 in the BOHLNT

Ezekiel 12 in the BOHNTLTAL

Ezekiel 12 in the BOICB

Ezekiel 12 in the BOILNTAP

Ezekiel 12 in the BOITCV

Ezekiel 12 in the BOKCV

Ezekiel 12 in the BOKCV2

Ezekiel 12 in the BOKHWOG

Ezekiel 12 in the BOKSSV

Ezekiel 12 in the BOLCB

Ezekiel 12 in the BOLCB2

Ezekiel 12 in the BOMCV

Ezekiel 12 in the BONAV

Ezekiel 12 in the BONCB

Ezekiel 12 in the BONLT

Ezekiel 12 in the BONUT2

Ezekiel 12 in the BOPLNT

Ezekiel 12 in the BOSCB

Ezekiel 12 in the BOSNC

Ezekiel 12 in the BOTLNT

Ezekiel 12 in the BOVCB

Ezekiel 12 in the BOYCB

Ezekiel 12 in the BPBB

Ezekiel 12 in the BPH

Ezekiel 12 in the BSB

Ezekiel 12 in the CCB

Ezekiel 12 in the CUV

Ezekiel 12 in the CUVS

Ezekiel 12 in the DBT

Ezekiel 12 in the DGDNT

Ezekiel 12 in the DHNT

Ezekiel 12 in the DNT

Ezekiel 12 in the ELBE

Ezekiel 12 in the EMTV

Ezekiel 12 in the ESV

Ezekiel 12 in the FBV

Ezekiel 12 in the FEB

Ezekiel 12 in the GGMNT

Ezekiel 12 in the GNT

Ezekiel 12 in the HARY

Ezekiel 12 in the HNT

Ezekiel 12 in the IRVA

Ezekiel 12 in the IRVB

Ezekiel 12 in the IRVH

Ezekiel 12 in the IRVK

Ezekiel 12 in the IRVM

Ezekiel 12 in the IRVM2

Ezekiel 12 in the IRVO

Ezekiel 12 in the IRVP

Ezekiel 12 in the IRVT

Ezekiel 12 in the IRVT2

Ezekiel 12 in the IRVU

Ezekiel 12 in the ISVN

Ezekiel 12 in the JSNT

Ezekiel 12 in the KAPI

Ezekiel 12 in the KBT1ETNIK

Ezekiel 12 in the KBV

Ezekiel 12 in the KJV

Ezekiel 12 in the KNFD

Ezekiel 12 in the LBA

Ezekiel 12 in the LBLA

Ezekiel 12 in the LNT

Ezekiel 12 in the LSV

Ezekiel 12 in the MAAL

Ezekiel 12 in the MBV

Ezekiel 12 in the MBV2

Ezekiel 12 in the MHNT

Ezekiel 12 in the MKNFD

Ezekiel 12 in the MNG

Ezekiel 12 in the MNT

Ezekiel 12 in the MNT2

Ezekiel 12 in the MRS1T

Ezekiel 12 in the NAA

Ezekiel 12 in the NASB

Ezekiel 12 in the NBLA

Ezekiel 12 in the NBS

Ezekiel 12 in the NBVTP

Ezekiel 12 in the NET2

Ezekiel 12 in the NIV11

Ezekiel 12 in the NNT

Ezekiel 12 in the NNT2

Ezekiel 12 in the NNT3

Ezekiel 12 in the PDDPT

Ezekiel 12 in the PFNT

Ezekiel 12 in the RMNT

Ezekiel 12 in the SBIAS

Ezekiel 12 in the SBIBS

Ezekiel 12 in the SBIBS2

Ezekiel 12 in the SBICS

Ezekiel 12 in the SBIDS

Ezekiel 12 in the SBIGS

Ezekiel 12 in the SBIHS

Ezekiel 12 in the SBIIS

Ezekiel 12 in the SBIIS2

Ezekiel 12 in the SBIIS3

Ezekiel 12 in the SBIKS

Ezekiel 12 in the SBIKS2

Ezekiel 12 in the SBIMS

Ezekiel 12 in the SBIOS

Ezekiel 12 in the SBIPS

Ezekiel 12 in the SBISS

Ezekiel 12 in the SBITS

Ezekiel 12 in the SBITS2

Ezekiel 12 in the SBITS3

Ezekiel 12 in the SBITS4

Ezekiel 12 in the SBIUS

Ezekiel 12 in the SBIVS

Ezekiel 12 in the SBT

Ezekiel 12 in the SBT1E

Ezekiel 12 in the SCHL

Ezekiel 12 in the SNT

Ezekiel 12 in the SUSU

Ezekiel 12 in the SUSU2

Ezekiel 12 in the SYNO

Ezekiel 12 in the TBIAOTANT

Ezekiel 12 in the TBT1E

Ezekiel 12 in the TBT1E2

Ezekiel 12 in the TFTIP

Ezekiel 12 in the TFTU

Ezekiel 12 in the TGNTATF3T

Ezekiel 12 in the THAI

Ezekiel 12 in the TNFD

Ezekiel 12 in the TNT

Ezekiel 12 in the TNTIK

Ezekiel 12 in the TNTIL

Ezekiel 12 in the TNTIN

Ezekiel 12 in the TNTIP

Ezekiel 12 in the TNTIZ

Ezekiel 12 in the TOMA

Ezekiel 12 in the TTENT

Ezekiel 12 in the UBG

Ezekiel 12 in the UGV

Ezekiel 12 in the UGV2

Ezekiel 12 in the UGV3

Ezekiel 12 in the VBL

Ezekiel 12 in the VDCC

Ezekiel 12 in the YALU

Ezekiel 12 in the YAPE

Ezekiel 12 in the YBVTP

Ezekiel 12 in the ZBP