Ezekiel 14 (IRVG)

1 ઇઝરાયલના કેટલાક વડીલો મારી પાસે આવીને મારી આગળ બેઠા હતા. 2 ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે, 3 “હે મનુષ્યપુત્ર, આ માણસોએ પોતાના હૃદયમાં મૂર્તિઓની સ્થાપના કરી છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકી છે. શું હું તેઓના પ્રશ્ર્નનો કંઈ પણ જવાબ આપું? 4 એ માટે તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: ઇઝરાયલ લોકોનો દરેક માણસ જે પોતાના હૃદયમાં મૂર્તિ સંઘરી રાખે છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકે છે અને જે પ્રબોધક પાસે આવે છે, તેને હું યહોવાહ તેની મૂર્તિઓની સંખ્યા પ્રમાણે જવાબ આપીશ. 5 હું તેઓના મનમાં એવું ઠસાવું છું કે, તેઓ તેઓની મૂર્તિઓને લીધે મારાથી દૂર થઈ ગયા હતા.’” 6 તેથી ઇઝરાયલી લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: પસ્તાવો કરો અને તમારી મૂર્તિઓથી પાછા ફરો. તમારા મુખ તમારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોથી ફેરવો. 7 ઇઝરાયલ લોકનો દરેક તથા ઇઝરાયલ લોકમાં રહેનાર પરદેશીઓમાનો દરેક, જે મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સંઘરી રાખતો હશે અને પોતાના મુખ આગળ પોતાના અન્યાયરૂપી ઠેસ મૂકતો હશે, જે પ્રબોધક પાસે મને શોધવા આવે છે તેને હું, યહોવાહ, પોતે જવાબ આપીશ. 8 હું મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ: તેને ચિહ્ન તથા કહેવતરૂપ કરીશ, કેમ કે હું મારા લોકો વચ્ચેથી તેને કાપી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું. 9 જો પ્રબોધક છેતરાઈને સંદેશો બોલે, તો મેં યહોવાહે તે પ્રબોધકને છેતર્યો છે; હું તેની વિરુદ્ધ મારો હાથ લંબાવીશ, મારા ઇઝરાયલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ. 10 અને તેઓને પોતાના અન્યાયની શિક્ષા વેઠવી પડશે, પ્રબોધકના અન્યાય પણ તેની પાસે જનારના જેટલા જ ગણાશે. 11 જેથી ઇઝરાયલી લોકો કદી મારાથી ભટકી ન જાય અને ફરી કદી પોતાનાં ઉલ્લંઘનો વડે પોતાને અપવિત્ર કરે નહિ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.’ આમ પ્રભુ યહોવાહ કહે છે. 12 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે, 13 હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ વિશ્વાસઘાત કરીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને તેના આજીવિકાવૃક્ષને નષ્ટ કરીશ. તેઓના પર દુકાળ મોકલીશ, અને બન્નેનો એટલે માણસો તથા પશુઓનો નાશ કરીશ. 14 જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ માણસો દેશમાં હોય તોપણ તેઓ પોતાના ન્યાયથી પોતાનો જ જીવ બચાવશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે. 15 “જો હું હિંસક પશુઓને તે દેશમાં સર્વત્ર મોકલું અને તેઓ આ દેશને એવો વેરાન કરી મૂકે કે, પશુઓને લીધે કોઈ માણસ ત્યાંથી પસાર થઈ શકે નહિ. 16 પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે,” જોકે આ ત્રણ માણસો તેમાં હોય, “તોપણ તેઓ પોતાના દીકરાઓને કે દીકરીઓને બચાવી શકશે નહિ. ફક્ત પોતાના જીવ બચાવી શક્યા હોત. પણ આખો દેશ વેરાન થઈ જશે. 17 અથવા, જો હું આ દેશ વિરુદ્ધ તલવાર લાવીને કહું કે, ‘હે તલવાર, જા દેશમાં સર્વત્ર ફરી વળ અને તેમાંથી બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કર. 18 પ્રભુ યહોવાહ પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે,” જો આ ત્રણ માણસો દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી નહિ શકે; તેઓ ફક્ત પોતાના જ પ્રાણ બચાવશે. 19 અથવા જો હું આ દેશ વિરુદ્ધ મરકી મોકલું અને મારો કોપ તે પર લોહીરૂપે રેડીને તેમાંના માણસો તથા પશુઓનો સંહાર કરું, 20 પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે” જોકે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ ત્રણ માણસો તે દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી શકશે નહિ; પોતાના ન્યાયીપણાને કારણે તેઓ ફક્ત પોતાના પ્રાણ બચાવશે.” 21 કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: “યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ. 22 તોપણ જુઓ, તેમાંના એક ભાગને જીવતો રાખવામાં આવશે, તેઓને, દીકરા અને દીકરીઓને બહાર લઈ જવામાં આવશે. જુઓ, તેઓ તમારી પાસે બહાર આવશે, તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, જે શિક્ષા મેં યરુશાલેમ પર મોકલી છે તે વિષે, એટલે જે સર્વ મેં દેશ પર મોકલ્યું છે તે વિષે તમારા મનમાં સાંત્વના થશે. 23 જ્યારે તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, ત્યારે તમારું મન સાંત્વના પામશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ બાબતો મેં તેની વિરુદ્ધ કરી છે તે અમથી કરી નથી.” આમ પ્રભુ યહોવાહ કહે છે.

In Other Versions

Ezekiel 14 in the ANGEFD

Ezekiel 14 in the ANTPNG2D

Ezekiel 14 in the AS21

Ezekiel 14 in the BAGH

Ezekiel 14 in the BBPNG

Ezekiel 14 in the BBT1E

Ezekiel 14 in the BDS

Ezekiel 14 in the BEV

Ezekiel 14 in the BHAD

Ezekiel 14 in the BIB

Ezekiel 14 in the BLPT

Ezekiel 14 in the BNT

Ezekiel 14 in the BNTABOOT

Ezekiel 14 in the BNTLV

Ezekiel 14 in the BOATCB

Ezekiel 14 in the BOATCB2

Ezekiel 14 in the BOBCV

Ezekiel 14 in the BOCNT

Ezekiel 14 in the BOECS

Ezekiel 14 in the BOGWICC

Ezekiel 14 in the BOHCB

Ezekiel 14 in the BOHCV

Ezekiel 14 in the BOHLNT

Ezekiel 14 in the BOHNTLTAL

Ezekiel 14 in the BOICB

Ezekiel 14 in the BOILNTAP

Ezekiel 14 in the BOITCV

Ezekiel 14 in the BOKCV

Ezekiel 14 in the BOKCV2

Ezekiel 14 in the BOKHWOG

Ezekiel 14 in the BOKSSV

Ezekiel 14 in the BOLCB

Ezekiel 14 in the BOLCB2

Ezekiel 14 in the BOMCV

Ezekiel 14 in the BONAV

Ezekiel 14 in the BONCB

Ezekiel 14 in the BONLT

Ezekiel 14 in the BONUT2

Ezekiel 14 in the BOPLNT

Ezekiel 14 in the BOSCB

Ezekiel 14 in the BOSNC

Ezekiel 14 in the BOTLNT

Ezekiel 14 in the BOVCB

Ezekiel 14 in the BOYCB

Ezekiel 14 in the BPBB

Ezekiel 14 in the BPH

Ezekiel 14 in the BSB

Ezekiel 14 in the CCB

Ezekiel 14 in the CUV

Ezekiel 14 in the CUVS

Ezekiel 14 in the DBT

Ezekiel 14 in the DGDNT

Ezekiel 14 in the DHNT

Ezekiel 14 in the DNT

Ezekiel 14 in the ELBE

Ezekiel 14 in the EMTV

Ezekiel 14 in the ESV

Ezekiel 14 in the FBV

Ezekiel 14 in the FEB

Ezekiel 14 in the GGMNT

Ezekiel 14 in the GNT

Ezekiel 14 in the HARY

Ezekiel 14 in the HNT

Ezekiel 14 in the IRVA

Ezekiel 14 in the IRVB

Ezekiel 14 in the IRVH

Ezekiel 14 in the IRVK

Ezekiel 14 in the IRVM

Ezekiel 14 in the IRVM2

Ezekiel 14 in the IRVO

Ezekiel 14 in the IRVP

Ezekiel 14 in the IRVT

Ezekiel 14 in the IRVT2

Ezekiel 14 in the IRVU

Ezekiel 14 in the ISVN

Ezekiel 14 in the JSNT

Ezekiel 14 in the KAPI

Ezekiel 14 in the KBT1ETNIK

Ezekiel 14 in the KBV

Ezekiel 14 in the KJV

Ezekiel 14 in the KNFD

Ezekiel 14 in the LBA

Ezekiel 14 in the LBLA

Ezekiel 14 in the LNT

Ezekiel 14 in the LSV

Ezekiel 14 in the MAAL

Ezekiel 14 in the MBV

Ezekiel 14 in the MBV2

Ezekiel 14 in the MHNT

Ezekiel 14 in the MKNFD

Ezekiel 14 in the MNG

Ezekiel 14 in the MNT

Ezekiel 14 in the MNT2

Ezekiel 14 in the MRS1T

Ezekiel 14 in the NAA

Ezekiel 14 in the NASB

Ezekiel 14 in the NBLA

Ezekiel 14 in the NBS

Ezekiel 14 in the NBVTP

Ezekiel 14 in the NET2

Ezekiel 14 in the NIV11

Ezekiel 14 in the NNT

Ezekiel 14 in the NNT2

Ezekiel 14 in the NNT3

Ezekiel 14 in the PDDPT

Ezekiel 14 in the PFNT

Ezekiel 14 in the RMNT

Ezekiel 14 in the SBIAS

Ezekiel 14 in the SBIBS

Ezekiel 14 in the SBIBS2

Ezekiel 14 in the SBICS

Ezekiel 14 in the SBIDS

Ezekiel 14 in the SBIGS

Ezekiel 14 in the SBIHS

Ezekiel 14 in the SBIIS

Ezekiel 14 in the SBIIS2

Ezekiel 14 in the SBIIS3

Ezekiel 14 in the SBIKS

Ezekiel 14 in the SBIKS2

Ezekiel 14 in the SBIMS

Ezekiel 14 in the SBIOS

Ezekiel 14 in the SBIPS

Ezekiel 14 in the SBISS

Ezekiel 14 in the SBITS

Ezekiel 14 in the SBITS2

Ezekiel 14 in the SBITS3

Ezekiel 14 in the SBITS4

Ezekiel 14 in the SBIUS

Ezekiel 14 in the SBIVS

Ezekiel 14 in the SBT

Ezekiel 14 in the SBT1E

Ezekiel 14 in the SCHL

Ezekiel 14 in the SNT

Ezekiel 14 in the SUSU

Ezekiel 14 in the SUSU2

Ezekiel 14 in the SYNO

Ezekiel 14 in the TBIAOTANT

Ezekiel 14 in the TBT1E

Ezekiel 14 in the TBT1E2

Ezekiel 14 in the TFTIP

Ezekiel 14 in the TFTU

Ezekiel 14 in the TGNTATF3T

Ezekiel 14 in the THAI

Ezekiel 14 in the TNFD

Ezekiel 14 in the TNT

Ezekiel 14 in the TNTIK

Ezekiel 14 in the TNTIL

Ezekiel 14 in the TNTIN

Ezekiel 14 in the TNTIP

Ezekiel 14 in the TNTIZ

Ezekiel 14 in the TOMA

Ezekiel 14 in the TTENT

Ezekiel 14 in the UBG

Ezekiel 14 in the UGV

Ezekiel 14 in the UGV2

Ezekiel 14 in the UGV3

Ezekiel 14 in the VBL

Ezekiel 14 in the VDCC

Ezekiel 14 in the YALU

Ezekiel 14 in the YAPE

Ezekiel 14 in the YBVTP

Ezekiel 14 in the ZBP