Job 25 (IRVG)
1 પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું, 2 “સત્તા અને ભય તેમની પાસે છે;તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે. 3 શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે?અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું? 4 ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે?અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે? 5 જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે;અને તારાઓ પણ નિર્મળ નથી. 6 તો પછી મનુષ્ય જે કીડા જેવો છે,અને મનુષ્યપુત્ર જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!”